Get The App

પ્રાચી દેસાઈ: ભૂતકાળની ભૂલો હવે દોહરાવવી નથી

Updated: May 2nd, 2024


Google NewsGoogle News
પ્રાચી દેસાઈ: ભૂતકાળની ભૂલો હવે દોહરાવવી નથી 1 - image


ભારતીય સિનેમાના ફલકમાં, પ્રાચી દેસાઈએ સ્ક્રીન પર પોતાના ધારદાર પરફોર્મન્સ અને વર્સેટાઈલ ચિત્રણથી પોતાની એક અલાયદી જગ્યા બનાવી છે. 'સાયલન્સ ટુ'માં સ્પેશિયલ ટાસ્ક ઓફિસર તરીકેના પોતાના રોલ માટે ૅજાણીતી થયેલી પ્રાચીએ તાજેતરમાં પોતાની કારકિર્દી, પોતાની પસંદગી અને ભાવિમાં પોતાના રોલ વિશે મંતવ્યો વ્યક્ત કર્યા હતા.

પોતાની ફિલ્મી સફર વિશે પ્રાચીએ મંતવ્યો વ્યક્ત કરતાં કબૂલ કર્યું કે એક તરફ તો તેણે મહત્વની સંફળતા હાંસલ કરી હતી, પણ જો પરિપકવ હોત તો તેણે યોગ્ય નિર્ણયો લીધા હોત. 

૧૭ વર્ષની કુમળી વયે અભિનયની કારકિર્દી શરૂ કર્યા પછી માત્ર ૧૯ વર્ષની વયે 'રોક ઓન'માં તેને મહત્વની ભૂમિકા મળી હતી. ત્યાર પછી તેણે અંત:સ્ફૂર્ણાથી ઓફરો સ્વીકારી હતી. જોકે પ્રાચી કબૂલ કરે છે કે તેણે કેટલાક નિર્ણયો પરિપકવ અભિગમથી લીધા હોત તો વધુ લાભ થયો હોત.

ગાયત્રી દેવી અથવા કલ્પના ચાવલા જેવા આઈકોનિક વ્યક્તિત્વનું ફિલ્મીકરણ અને રોમેન્ટિક પાત્રો ભજવવાની ઈચ્છામાં કળા પ્રત્યે પ્રાચીની સમર્પિતતા અને વિવિધ રોલ કરવા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા  ઝળકે છે. પોતાને જ પડકારવાની અને પરંપરાગત પૂર્વધારણાયુક્ત સરહદો પાર કરતી ભૂમિકા સ્વીકારવાની તેની ઈચ્છા કળા પ્રત્યે તેના વિકસતા અભિગમનો સંકેત છે.

આજના ડાયનેમિક સિનેમેટીક ફલક પર દર્શકો સાથે સુસંગત થાય તેવા કન્ટેન્ટના મહત્વ પર પણ પ્રાચીએ ભાર મુક્યો હતો. વૈવિધ્યસભર કથાનકો અને દર્શકોની વધતી ઉત્સુક્તામાં થયેલા વધારા સાથે પ્રાચી ઊંડાણ અને જટિલતા પ્રદર્શિત કરે તેવી ભૂમિકા પસંદ કરવાનું પસંદ કરે છે. પ્રાચી કબૂલ કરે છે કે  કથાનકના બદલાતા લેન્ડસ્કેપને કારણે એક્ટરો માટે હીરો અથવા વિલન જેવા બીબાંની બહાર જઈને વિવિધ પાત્રો ભજવવાની તકો ખુલી ગઈ છે.

તાજા પ્રોજેક્ટો વિશે વાત કરીએ તો 'સાયલન્સ ટુ' વિશે પ્રાચી ઉત્સાહિત છે અને ખાતરી આપે છે કે દર્શકોને તેમાં અણધાર્યા વળાંકો અને આંચકાનો અનુભવ થશે. 

ઉપરાંત પ્રાચીએ તેલુગુ પ્રોજેક્ટ 'ધૂથા' અને અમૃતા પ્રિતમ અને સાહિર લુધિયાનવીના કાર્યો દ્વારા પ્રેરિત આલ્બમ સહિત અન્ય પ્રોજેક્ટમાં તેની ભાગીદારી વિશે પણ વાત કરી હતી. 

પ્રાચી કહે છે કે કોવિડ પછી હું શક્ય તેટલું રસપ્રદ કામ કરી રહી છું, પણ અમુક વિલંબો મારા નિયંત્રણમાં નથી હોતા. લોકોએ 'સાયલન્સ'ના પ્રથમ ભાગ વખતે મારા પર ખૂબ જ સ્નેહ વરસાવ્યો અને તેઓ બીજો ભાગ પણ ઈચ્છી રહ્યા હતા. આ ખૂબ જ ઉત્સાહજનક બાબત કહેવાય. 'ફોરેન્સિક'માં પણ લોકો મને નવીનતાસભર રોલમાં જોશે અને હવે હું કોઈ ભૂલ કરવા નથી માગતી.

પ્રાચી માને છે કે આજે લખાતા રોલ સ્ક્રીન પર મહિલાઓને સ્ટીરીયોટાઈપથી દૂર વધુ બહેતર રીતે રજૂ કરે છે. દર્શકોને વધુ વૈવિધ્યસભર કન્ટેન્ટ મળી રહ્યું છે અને તેઓ વધુ સ્માર્ટ બન્યા છે. આથી જ હવે રોલની પસંદગી કરવામાં કલાકારે વધુ સતર્ક રહેવું પડશે. મારે હવે નાયિકા અથવા ખલનાયિકાના પાત્રોની ચિંતા નથી કરવાની, માત્ર રસપ્રદ રોલ જ નિભાવવા તૈયાર રહેવાનું છે.

કળા પ્રત્યે પ્રાચીની સમર્પિતતા સ્ક્રીન પર તેના પરફોર્મન્સથી પણ આગળ વધે છે. પ્રાચી પોતાની કલાત્મક ભૂખ સંતોષીને પોતાના ચાહકોને વૈવિધ્યસભર અને સંતોષજનક અનુભવો ઓફર કરવા પ્રતિબદ્ધ છે. પડકારો સ્વીકારવા અને પોતાની સીમાઓ આળંગવાની પ્રાચીની તૈયારી એક કલાકાર તરીકે તેની પ્રતિબદ્ધતા વિશે ઘણુ કહી જાય છે.

પોતાની પ્રતિભા અને વર્સેટાલિટી દ્વારા દર્શકોને મોહિત કરતી પ્રાચી દેસાઈ ભારતીય સિનેમાના સતત વિકસતા લેન્ડસ્કેપમાં પોતાનું સ્થાન શોધવા અને તેને સુદઢ કરવા માટે સતત પપ્રયત્નશીલ છે તે તો તરત સ્પષ્ટ થઈ જાય છે.  પ્રત્યેક રોલ સાથે પ્રાચી ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું સ્થાન મજબૂત કરતી જાય છે એ તો નક્કી. 


Google NewsGoogle News