Get The App

પ્રાચી દેસાઈ : ચલો સાઉથ! .

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
પ્રાચી દેસાઈ : ચલો સાઉથ!                                  . 1 - image


- 'બોલિવુડમાં માત્ર હાઈ-પ્રોફાઈલ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ભાવના પ્રચલિત છે, પણ નિર્ભયપણે વૈવિધ્યસભર રોલ સ્વીકારનાર વિદ્યા બાલન અને તબુ મને ખૂબ પ્રેરણા આપે છે.'

પ્રા ચી દેસાઈએ પહેલાં ટેલિવિઝન પર સફળતા મેળવી ને પછી ફિલ્મોમાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો. અલબત્ત, એની કરીઅર જરાય સરળ રહી નથી. ટ્રેડિશનલ, સાધારણ કન્યાની ઈમેજને તિલાંજલિ આપવાનું એના માટે સરળ નહોતું.  'રોક ઓન' અને 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ'માં ઉત્કૃષ્ટ ભૂમિકાઓ સાથે પોતાની બોલીવૂડ સફરની શરૂઆત કરનાર પ્રાચીએ સુસ્થાપિત અભિનેતાઓ સાથે મોટા બજેટની ફિલ્મોમાં કામ કર્યું છે.  પોતાના પ્રારંભિક વર્ષો વિશે વાત કરતા પ્રાચી કબૂલ કરે છે કે ઉદ્યોગમાં માત્ર હાઈ-પ્રોફાઈલ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ભાવના પ્રચલિત છે. છતાં પણ નિર્ભયપણે વૈવિધ્યસભર અને અભૂતપૂર્વ રોલ સ્વીકારનાર વિદ્યા બાલન અને તબુ જેવી વર્સેટાઈલ અભિનેત્રીઓથી પ્રાચીને ખૂબ પ્રેરણા મળી છે. 

ઘરેલુ ઇમેજ અને મર્યાદિત તકો સામેનો સંઘર્ષ પ્રાચી માટે પડકાર સાબિત થયો. ઓડિયન્સ તેમજ રિવ્યુઅર્સ ને 'રોક ઓન' અને 'વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ'માં પ્રાચીનું કામ ખૂબ ગમ્યું હતું. છતાંય તેની ઘરેલુ ઇમેજ તો યથાવત્ રહી જ. જોકે વેબ સિરીઝ 'ધૂથા' દ્વારા તેલુગુ ઉદ્યોગમાં તેનું આગમન મહત્વનો વળાંક સાબિત થયું. દક્ષિણના ફિલ્મઉદ્યોગમાં પોતાની પ્રતિભા દર્શાવવાની આ તકે પ્રાચીમાં નવા આત્મવિશ્વાસનો સંચાર કર્યો.

ઓટીટી મંચનો ઉદ્ભવ પ્રાચી માટે ગેમ ચેન્જર સાબિત થયો, જેમાં તેના જેવા પ્રતિભાશાળી કલાકારોને બિનપરંપરાગત અને જટિલ ભૂમિકાઓ ભજવવાની તક મળે છે. વેબ સિરીઝ 'ધૂથા'માં તેનું ડેબ્યુ રૂઢીચુસ્ત સાધારણ ભોળી કન્યાની તેની ઈમેજમાંથી પ્રયોગાત્મક પાત્રો તરફની ગતિ દર્શાવે છે.

ઓટીટી પર મળેલી આ તક માટે કૃતજ્ઞાતા અનુભવી રહેલી પ્રાચી ભારપૂર્વક જણાવે છે કે આ મંચ કલાકારોને વિવિધ પ્રકારના રોલ ભજવવાની મોકળાશ આપે છે. કારકિર્દીના આ પડાવ પર આ ખુદને પડકારવાની તક મળવી તે કંઈ નાનીસૂની વાત નથી. 

તેલુગુ વેબ ડેબ્યુથી મળેલી વિક્રમ કે. કુમાર દ્વારા રચિત આ સિરીઝમાં કલાકાર નાગા ચૈતન્ય સાથે કામ કરતી વખતે શરૂઆતમાં નર્વસ થઈ હોવાનું પ્રાચી કબૂલ કરે છે. પ્રાચી કહે છે કે આ ભાષામાં અગાઉ મેં કદી કામ નહોતું કર્યું. આ અનુભવ મારા જીવનના શ્રેષ્ઠ પૈકી એક સાબિત થયો છે. 


Google NewsGoogle News