પંકજ કપૂરઃ શાહિદ તો દેશના શ્રેષ્ઠ અભિનેતામાં એક છે
એવા તો ઘણાં બધા અભિનેતા છે, જેઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે, પણ આ બધામાં માત્ર એકનું નામ લેવું એતો અન્યોને અન્યાય કરવા સમાન છે. આમ છતાં મને લાગે છે કે અમારી પાસે ઘણા બધા યુવાનો છે જેઓ ખૂબ જ પ્રતિભાશાળી છે અને સારું કામ કરી રહ્યા છે,' એમ જાણીતા અભિનેતા અને દિગ્દર્શક પંકજ કપૂરે જણાવ્યુ ંહતું.
તાજેતરમાં જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ (જેએફએફ)નું આયોજન થયું હતું. આ ફેસ્ટિવલ વિશ્વના સૌથી મોટા ટ્રાવેલિંગ ફિલ્મ ફેસ્ટિવલ તરીકે જાણીતો છે. આ ફેસ્ટિવલની ૧૨મી સિઝનની ટેગલાઈન 'ગુડ સિનેમા ફોર એવરીવન' હતી. આ ફેસ્ટિવલમાં જાણીતા અભિનેતાપંકજ કપૂર આવ્યા હતા. આ દંતકથારૂપ અભિનેતાને ઉપસ્થિત દર્શકોમાંથી એકે પ્રશ્ન પૂછ્યો હતો કે નવા અભિનેતાઓમાં કોણે તમને અત્યંત પ્રભાવક લાગ્યું છે, એ પ્રશ્નનો ઉત્તર આપતા પંકજ કપૂરે ઉપર મુજબ જણાવ્યું હતું સાથે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે હું આ યુવાનોનું કામ જોવા આતુર છું. અને હું તેમને શુભેચ્છા પાઠવું છું.
આ સાથે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે 'તેઓ જે પ્રકારનું કામ કરી રહ્યા છે. તેના પ્રયોગો પણ કરી રહ્યા છે. આ સાથે હું ચોક્કસપણે કહીશ કે મારો પુત્ર શાહિદ પણ દેશના શ્રેષ્ઠ અભિનેતાઓમાં એક છે.
આ સત્રમાં પેઢીના વિભાજનના વિષયને પણ સ્પર્શવામાં આવ્યો હતો, જેમાં પ્રભાવશાળી અભિનેતા પંકજ કપૂરના અનન્ય ગુણોે પર પણ પ્રતિબંબિત થયું હતું. આજનું યુવાધન વર્તમાન યુગને આપણા કરતાં વધુ સારી રીતે સમજે છે. આપણે આ વાત દિલથી સ્વીકારવી જોઈએ. એમ જણાવી પંકજ કપૂરે કહ્યું હતું. 'યુવાનોએ પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમને જીવનમાં કોઈક વસ્તુઓ ઝડપથી મળે છે તો તે ઝડપથી દૂર પણ થઈ શકે છે. આ એક એવી વસ્તુ છે જે દરેક વ્યક્તિએ હંમેશા યાદ રાખવી જોઈએ. આજે આપણા માટે ખૂબ જ સરળ બની ગયું છે કે આપણે ગુગલ દ્વારા કંઈ પણ મેળવી શકીએ છીએ. કોઈપણ પર્ફોર્મન્સ ઓનલાઈન જોયા પછી તેની સરળતાથી કોપી કરી શકાય છે. 'એઆઈના આ યુગમાં મારા બાળકો મને કહે છે, તમે માહિતી આપો છો અને તે તમારી પાસે કવિતા, વાર્તા, સ્ક્રિપ્ટ અથવા તો સ્ક્રીનપ્લે પણ રજૂ કરી શકીએ. પરંતુ તે ઉત્તમોઉત્તમ દ્વારા ચલાવવામાં આવે છે? શું તેને આત્મા છે? શું એકબીજા સાથે વાતચીત કરવાની શક્તિ છે? ના,' એમ પંકજ કપૂરે જણાવ્યું હતું.