'અમારા પ્રેમ અને લગ્નને કશી અસર નહીં થાય....'
- 'હમ મસ્તી કરતે હૈં, નોંકઝોક હોતી હૈ. હર દંપતિ મેં લડાઈ હોતી હૈ. હમારી લડાઈ બસ ટીવી પર આ ગઈ. હમ વો દંપતિ નહીં હૈ જો ચોવીસ ઘંટે 'બેબી... બુબુ...' કરતે રહે.'
- વિકી જૈન-અંકિતા લોખંડેની સ્પષ્ટ વાત
'બિગ બોસ-૧૭'માં બે અત્યંત કોલાહલભર્યા-અશાંત મહિના વિતાવ્યા પછી અભિનેત્રી અંકિતા લોખંડે-જૈન અને પતિ ઉદ્યોગપતિ વિકી જૈનના સંબંધો કદાચ વધુ મજબૂત અને મધુર બન્યા છે. ૨૦૨૧માં લગ્નની ગાંઠ બાંધતા પહેલાં આ દંપતિએ તો થોડા વર્ષો સુધી તો ડેટિંગ કર્યું હતું.
'બિગ બોસ-૧૭' પછી આ બંનેની એક સાથે મુલાકાત લેવામાં આવી અને તેમણે પ્રશ્નોના જવાબ કેવા આપ્યા છે એ વાત પણ જાણવા જેવી છે.
શો પૂરો થયા પછીનું જીવન કેવું વીતી રહ્યું છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા વિકી કહે છે, 'અમે આરામ ફરમાવી રહ્યા છીએ. જ્યારે તમે પરિવાર સાથે ફરીથી સમય પસાર કરો છો ત્યારે તમે ધન્યતા અનુભવો છો.' અંકિતા કહે છે, 'ઉતારચડાવ સાથે આ સફર શાનદાર રહી છે. ઘરે પાછા ફરવું અને સામાન્ય જીવન માણવું ખૂબ જ સારું લાગે છે. ઘર કા કામ નહીં કરના પડતા. બરતન નહીં ધોને પડતે!'
બિગ બોસ હાઉસમાં આ 'પરફેક્ટ કપલ'ના લડાઈ-ઝઘડા જોઈ ચાહકો ચોંકી ગયા. એમણે એમનાં લગ્ન પર સુધ્ધાં સવાલ ઉઠાવ્યા. આ અંગે તેમનું શું કહેવું છે? વિકી કહે છે, 'અમારા વ્યક્તિત્ત્વની કંઈક ભળતીસળતી બાજુ એ શોમાં બહાર આવી છે. અમારું વાસ્તવિક જીવન લોકોએ ટીવી પર જોયું એવું નથી. અમારા લગ્નજીવન વિશે ઝાઝી ચિંતા કરવાની જરૂર નથી.'
અંકિતા કહે છે, 'પરફેક્ટ કપલ મેં લડાઈ નહીં હોતી? જે કંઈ ન ગમે તેવું હતું તે બધું જ અમે અંદર છોડીને આવ્યા છીએ. હું મારી જાતને વિકી સામે લડતા જોવા નથી માગતી. તે કંઈ આનંદિત કરે તેવી લાગણી નથી.'
છૂટાછેડા વિશે પણ ગણગણાટ થતો હતો. વિકી કહે છે, 'અમારા માટે હંમેશા મિશ્ર અભિપ્રાય અને મંતવ્યો રહ્યા છે. ક્યારેક લોકો તમને પસંદ કરે છે, ક્યારેક નથી કરતા. લોકો જાહેર જીવન જીવતી વ્યક્તિઓના જીવનનો ચુકાદો તોળે છે. કોઈ નહીં ચાહતા કે દો લોગ અલગ હો જાયે. અમને ખાતરી હતી કે તેની ઝઘડાઓની અમારા પર કોઈ લાંબા ગાળાની અસર નહીં થાય.'
અંકિતા કહે છે, 'જો ભી ઝઘડે હુએ, ઉસ મેં ભી પ્યાર હી થા. અમે પ્રેમ માટે લડી રહ્યા હતા. અમારા પ્રેમમાં કશી જ ઓટ આવી નથી. હમારા પ્યાર ઔર સંબંધ હૈ ઔર રહેગા. જો કે હવે હું સમજી ગઈ છું કે હવે શબ્દો કેટલા મહત્ત્વના છે અને તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવાની જરૂર છે.'
તમે બંનેને શા માટે સાથે રાખવામાં આવ્યાં? અંકિતા કહે છે, 'અમે તો ટોમ એન્ડ જેરી જેવાં બેસ્ટ ફ્રેન્ડ છીએ. હમ મસ્તી કરતે હૈ, નોંકઝોક હોતી હૈ, હર દંપતિ મેં લડાઈ હોતી હૈ. હમારા બસ ટીવી પર આ ગયા. હમ વો દંપતિ નહીં હૈ જો ચોવીસ ઘંટે 'બેબી બુબુ' કરતે રહે.'
બંને મમ્મી-પપ્પા બનવા વિશે શું વિચારે છે? વિકી કહે છે, 'હા, અમે તેના વિશે વિચાર્યું છે.' જોકે અંકિતા કહી દે છે કે અભી તો હમ ખુદ બચ્ચે હૈ!
વિકી અંકિતાને મન્કુ કહીને બોલાવે છે. કેમ? 'કારણ કે જ્યારે અમે ડેટિંગ કરવાનું શરૂ કર્યું ત્યારે હું વાંદરાની જેમ કુદતી હતી,' અંકિતા કહે છે, 'વિકીને હું વિક્કા, ગોલા, પિલ્લુ જેવા કોઈ પણ નામથી બોલાવતી રહું છું. એવાં નામો, જેનો કોઈ અર્થ નથી!'