Get The App

શાકાહારથી ઉત્તમ બીજું કશું નથી જેક્લીન ફર્નાન્ડિઝ

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
શાકાહારથી ઉત્તમ બીજું કશું નથી જેક્લીન ફર્નાન્ડિઝ 1 - image


- ઘણા લોકો માને છે કે માંસ પ્રોટિનનો મોટો સોર્સ છે, તેથી ફિટનેસના ઊંચા લેવલ પર જવું હોય તો માંસ ખાવું જરૂરી છે. હું કહીશ કે સ્ટ્રોંગ, ફિટ બોડી માટે ખોરાકમાં માંસ સામેલ કરવું જરૂરી છે એ માન્યતા સાવ ખોટી છે. 

એ ક જમાનામાં શ્રીમંત વર્ગમાં નોન-વેજ ફૂડ ખાવાનો ક્રેઝ હતો. આજે શાકાહાર સેલિબ્રિટીઝમાં સ્ટેટસ સિમ્બોલ બની ગયો છે. કેટલાય સેલિબ્રિટીઓ વિગન બની ગયા છે (વિગન હોવું એટલે માંસ-મચ્છી તો ઠીક, પણ દૂધ તેમજ દૂધની પ્રોડક્ટ્સનો પણ ત્યાગ કરવો.) પહેલી ઓક્ટોબરે વર્લ્ડ વેજિટેરિયન ડે ઉજવાયો ત્યારે બોલિવૂડના ઘણા એકટરોએ માંસાહાર છોડીને શાકાહારી બન્યા પછીના પોતાના અનુભવો મીડિયામાં શૅર કર્યા. 'હાઉસફૂલ-ટુ' જેવી મલ્ટિસ્ટારર ફિલ્મોમાં પોતાના ગ્લેમરના જોરે છવાઈ જનારી જેક્લીન ફર્નાન્ડિઝે વેજિટેરિયન બન્યા પછી પોતાનામાં આવેલા બદલાવ વિશે શું કહ્યું? જેક્લીનના શબ્દોમાં જ જોઈએ :

'મારી વેજિટેરિયનિઝમની યાત્રા ત્યારે શરૂ થઈ જ્યારે મેં માનસિક સ્તરે શુદ્ધ બનવા માટે પ્રકૃતિ સાથેનો સંબંધ ગાઢ બનાવવાનું નક્કી કર્યું. મારા પર યોગી પરમહંસ યોગાનંદનો સારો એવો પ્રભાવ છે. મારી લાઇફમાં આત્મચિંતનનો એક સમયગાળો આવ્યો જ્યારે મને ભાન થયું કે મને માનસિક સ્તરે સ્પષ્ટતા મેળવ્યા વગર ચાલશે નહીં. તે માટે નેચર સાથે કનેક્ટ થવાની અદમ્ય ઇચ્છા જાગી. એટલે ૧ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ મેં એવું પ્રણ લીધું કે હવે હું કદી માંસને હાથ નહીં લગાવું. માનસિક શાંતિ અને આત્મકલ્યાણ માટે મેં જીવનમાં આ બદલાવ પસંદ કર્યો.

ઘણા લોકો માને છે કે માંસ પ્રોટિનનો મોટો સોર્સ છે, તેથી ફિટનેસના ઊંચા લેવલ પર જવું હોય તો માંસ ખાવું જરૂરી છે. હું કહીશ કે સ્ટ્રોંગ, ફિટ બોડી માટે ખોરાકમાં માંસ સામેલ કરવું જરૂરી છે એ માન્યતા સાવ ખોટી છે. વેજિટેરિયન ડાયટ અપનાવ્યા બાદ મારું ફોકસ શારીરિક સૌંદર્ય પરથી બેલેન્સ (સમતોલપણા) તરફ વળ્યું છે. હવે હું એવું વિચારતી નહોતી કે શું ખાવાથી મારું રૂપ ખીલશે. મારું સમગ્ર ધ્યાન મારો ખોરાક પોષક છે કે નહીં એના પર જ રહેતું. મને હવે કઠોળ, સોયાબિનના દૂધમાંથી બનેલા પનીર અને કોદરી જેવી વસ્તુઓ ઉપરાંત સારી ક્વોલિટીના પ્રોટિન પાવડર સપ્લીમેંટ્સમાંથી ઘણું બધું પ્રોટિન મળી રહે છે. મારું એનર્જી લેવલ અત્યારે ટોપ પર છે. 

મને શાકાહાર અપનાવ્યાને બે વરસ થઈ ગયા. માંસ ત્યજી દીધા પછીની મારી વેજિટેરિયન લાઈફસ્ટાઈલ જીવનનો એક નવતર અનુભવ બની રહ્યો છે. મારામાં ફક્ત શારીરિક બદલાવ નથી આવ્યો, પણ મને આંતરિક સ્પષ્ટતા અને માનસિક શાંતિનું વરદાન પણ મળ્યું છે.  નોનવેજ ખાવાનું બંધ કર્યા પછી મેં અનુભવ્યું કે હું વધુ સંતુલિત બની છું. જાણે કે હું મારી જાત સાથે સુમેળ સાધી શકી છું. મને હવે તન અને મન એમ બન્ને સ્તરે એક પ્રકારની હળવાશ અને શાંતિનો અનુભવ થઈ રહ્યો છે.'

આ લાઇફસ્ટાઇલ અપનાવવા બદલ અને જાહેરમાં આ વાત મૂકવા બદલ જેક્લીનને સોમાંથી સો માર્ક્સ!   


Google NewsGoogle News