રાખી ગુલઝારને નવી ટેક્નોલોજીએ ફિલ્મોથી અળગા રાખ્યા
- 'દેખિયે, મૈંને કોઇ વાપસી નહિ કી હૈ. હું તો અહીંથી ક્યાંય ગઇ જ નથી. અહીં જ છું. હું આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું. મારી દીકરી (મેઘના ગુલઝાર) પણ અહીં જ છે. કોણ શું કરી રહ્યું છે અને ક્યા નવા કલાકારો આવ્યા છે એની મને ખબર છે. આય કીપ ટ્રેક ઓફ એવરીથિંગ...'
રાખી ગુલઝારે રાજશ્રી પ્રોડક્શન્સની બેનમુન ફિલ્મ 'જીવન મૃત્યુ'થી ધર્મેન્દ્રના સંગાથમાં પોતાનું કરીઅર શરૂ કર્યું હતું. પહેલી જ ફિલ્મમાં એને દમદાર રોલ મળતા એમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પોતે એક ટેલેન્ટેડ એક્ટ્રેસ હોવાનો પુરાવો આપી દીધો હતો. યોગાનુયોગ જુઓ કે 'જીવન મૃત્યુ'ના હીરો ધર્મેન્દ્ર અને હિરોઇન રાખી પોતાની વૃદ્ધાવસ્થા પોતાના ફાર્મ હાઉસના શાંત અને રળિયામણાં વાતાવરણમાં ગાળી રહ્યા છે. ધરમજી તો વચ્ચે વચ્ચે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' જેવી એકાદ ફિલ્મ કરી લે છે પણ શ્રીમતી ગુલઝાર વરસોથી સિલ્વર સ્ક્રીન પર દેખાયા નથી.
હવે રાખીની એક બંગાળી ફિલ્મ 'અમર બોસ' આવી છે. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઇ)માં 'અમર બોસ'ની રિલીઝ નિમિત્તે એક પ્રેસ કોન્ફરંસ યોજાઇ હતી, જેમાં રાખીએ હાજરી આપી મીડીયા પર્સન્સે વેટરન એક્ટ્રેસ સાથે ઇન્ટર એક્શન કરવા એમને પૂછયું, 'મેડમ, તમે લાંબા સમય પછી ફિલ્મોમાં પાછા ફર્યા છો, એ વિશે શું કહેશો?' રાખીએ શરૂઆતમાં એવું કહી કમેન્ટ કરવાનો ઇન્કાર કર્યો કે 'આય વિલ નોટ સે એનીથિન્સ અબાઉટ ઇટ (હું એ વિશે કાંઇ નહી કહું.)'
અલબત્ત, મિડીયાએ એમનો પીછો ન છોડી વારંવાર સવાલો પૂછે રાખ્યા. અંતે મિસીસ ગુલઝારે પોતાની જિદ છોડી એક વિગતવાર ખુલાસો આપતા કહ્યું, 'દેખિયે ફ્રેન્ડસ, મૈંને કોઇ વાપસી નહિ કી હૈ. હું તો અહીંથી ક્યાંય ગઇ જ નથી. અહીં જ છું. હું આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું. મારી દીકરી (મેઘના ગુલઝાર) પણ અહીં જ છે. કોણ શું કરી રહ્યું છે અને ક્યા નવા કલાકારો આવ્યા છે એની મને ખબર છે. આય કીપ ટ્રેક (બધા સગવડ રાખું છું). કઇ ફિલ્મ કરવી અને હું નક્કી કરીશ. કોઇ મનેે ફોર્સ ન કરી શકે. મારે આ ફિલ્મ (અમર બોસ)માં કામ કરવું હતું અને મેં એ કર્યું. ઉસ મેં આપ કોઇ ભી લોલીપોપ દે દો તો નહીં ચલેગા ચાહે વો પૈસા હો, ચાહે વો કુછ ઔર હો. એનાથી કામ નહિ ચાલે. મહત્વની બાબત (ફિલ્મનો) સબ્જેક્ટ છે. પહેલા મને સબ્જેક્ટ આપો પછી વાત.'
પછીથી રાખીજી પત્રકારો સમક્ષ થોડા ખુલ્યા. વેટરન એક્ટેર્સ ફિલ્મો નહીં કરવાનું એક મુખ્ય કારણ શેયર કરતા કહ્યું, 'ઔર એક ડર થી- ન્યુ ટેક્નોલોજી. હમારે ટાઇમ કા કેમેરા, સાઉન્ડ સબ અલગ થા. જબ મેં અપની બેટી મેઘના (ડિરેક્ટર મેઘના ગુલઝાર) કો દેખતી હું તબ મુઝે ડર લગતા હૈ. મેં કર શકુંગી ક્યાં? (શું હવે હું આ કરી શકીશ?) ઘબરા ગઇ થી મૈં. મૈં ઉસ જમાને સે હું જહાં ડિરેક્ટર, કેમરામેન, સાઉન્ડ રેકોર્ડિસ્ટ, ઇવન ધ લાઇટમેન એન્ડ ધ ટોટલ યુનિટ સાથ મિલકર કામ કરતા થા, નહીં તો કામ હોતા હી નહીં થા. ટેક્નોલોજી ચેન્જ થઇ ગઇ છે. એમના (યંગ જનરેશન) માટે એ ઇઝી છે. પરંતુ મારા માટે એ અપનાવવી અને સમજવી થોડી મુશ્કેલ છે.'