Get The App

નીના ગુપ્તા એવું મસ્ત જીવન ઇચ્છે છે, જેમાં કોઇની જરૂર જ ન પડે

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
નીના ગુપ્તા એવું મસ્ત જીવન ઇચ્છે છે, જેમાં કોઇની જરૂર જ ન પડે 1 - image


- 'હું જ્યારે પણ મારા જીવનનાં પાનાં ઊથલાવું છું ત્યારે દર વખતે મને લાગે છે કે મેં હંમેશા ખોટી વ્યક્તિને જ પ્રેમ કર્યો છે. એક સ્ત્રીનો પોતાના સંતાન પ્રત્યેનો પ્રેમ જ અસલી હોય છે.'

નીના ગુપ્તા સતત પોતાના અંગત જીવન તેમજ કારકિર્દીના કારણે ચર્ચામાં રહી છે. તેે પોતાના વિચારોને જાહેરમાં રજુ કરતાં ક્યારેય અચકાતી નથી. તેણે ઘણી વખત જાહેરમાં એવી વાતો કરી છે જે ચર્ચાને પાત્ર બની છે. 

નીના ગુપ્તાએ એકસમયે કહ્યંુ ંહતું કે, 'મને લાગે છે કે એક મહિલા અને એક પુરુષ વચ્ચે પ્રેમ જેવું કાંઇ જ હોતું નથી, તેમની વચ્ચે ફક્ત આકર્ષણ જ હોય છે. એક સ્ત્રી-પુરુષ વચ્ચે પ્રેમ ઓછો અને વાસના વધુ હોય છે. તેમનું મન દેહ તરફ વધુ આકર્ષિત હોય છે. ઘણી વખત પ્રેમ શારીરિક સંબંધ પ્રત્યે વધુ વળી જતો હોય છે જે તેમને પણ ભાન રહેતું નથી.' 

નીના ગુપ્તાનું કહેવું છે કે, 'એક માતાને પોતાના સંતાન પ્રત્યે જ અસલી પ્રેમ હોય છે, અને હું પણ આવી જ એક માતા છે. હું મારી પુત્રી મસાબા માટે કાંઇક પણ કરવા ઉત્સુક હોઉં છું. આવી ભાવના મને મારા પતિ પ્રત્યે જાગતી નથી.'  

નીના ગુપ્તાને મૃત્યુનો ડર લાગે છે. ખાસ કરીને તે પોતાની પુત્રી માટે લાંબુ જીવવા માંગે છે. તેને એમ છે કે, તે જે રીતે પોતાની પુત્રીની સંભાળ અને કાળજી લઇ રહી છે, તેવું કોઇ લઇ શકશે નહીં. આ જ કારણે તે પોતાના મૃત્યુના વિચારે ગભરાઇ જાય છે. 

આજે સમય બદલાયો છે. હવે સ્ત્રીઓને પોતાની ઇચ્છા પૂરી કરવા માટે પતિની જરૂર પડતી નથી. તે પતિ વગર પણ પોતાની બહેનપણીઓ, સહકર્મચારીઓ, સહયોગીઓ સાથે આનંદપૂર્વક સમય વીતાવી શકે છે, આઝાદીથી  જીવન જીવી શકે છે. નીના પોતાના ભૂતકાળને યાદ કરતા રહે છે કે, 'હું જ્યારે પણ મારા જીવનનાં પાનાં ઊથલાવું છું ત્યારે   દર વખતે મને લાગે છે કે મેં હંમેશા ખોટી વ્યક્તિને જ પ્રેમ કર્યો છે.' 

તે વધુમાં કહે છે કે, 'મારી એક નજીકના સંબંધી છે,   જે મનમોજી છે.  તે એકલા-એકલા પોતાનામાં મસ્ત રહેતા હોય છે. મને પણ એવું જીવન જોઇએ છીએ, કે જ્યાં મને કોઇની જરૂર ન પડે.' 

પોતાનો ભૂતકાળ તાજો કરતાં કહ્યંુ હતું કે, 'મસાબાના જન્મ પછીના દિવસો મારા માટે તકલીફદાયક રહ્યા હતા. સમાજની ટીકાઓની સાથે સાથે પૈસાની પણ ખેંચ હતી. તે દિવસોમાં મસાબા મારા માટે ડ્રાઇવિંગ ફોર્સ હતી. બાળકને જન્મ આપવાનો નિર્ણય મારો હતો. મને કોઇએ પણ આ બાબતે જબરદસ્તી કરી નહોતી.' 

ઉલલ્ખનીય છે કે, નીના ગુપ્તા માટે ૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મ 'બધાઇ હો' ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ છે.  


Google NewsGoogle News