માય હાર્ટ વિલ ગો ઓન... : હોલિવુડની ઓલ ટાઈમ બેસ્ટ રોમેન્ટિક મૂવીઝ
ટાઈટેનિક (૧૯૯૭)
સ્ટારકાસ્ટ : લિયોનાર્ડો ડિકેપ્રિયો અને કેટ વિન્સલેટ
લગભગ ૨૭ વરસ પહેલા રિલીઝ થયેલી (વિશાળ) હતી. પરંતુ ટાઈટેનિક આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ જેમ્સ કેમેરોનની સ્પેશ્યલ ઈફેક્ટ્સના કારણે. એની સ્પેશ્યલ ઈફેક્ટ્સ એટલી રિયલિસ્ટિક હતી કે દરિયાના તોફાનમાં શિપ પરથી સેંકડો પેસેન્જરોને સમુદ્રમાં ફંગોળાતા જોઈ આપણે શ્વાસ થંભી જાય. જો કે, ક્રુઝ લાઈનરની ઐતિહાસિક કરૂણાંતિકા ની સાથોસાથ પ્રેમીજનોને સંવેદનશીલ વેગાબોન્ડ (ઘરબાર વિનાના ભમતા રામ) જેક (લિયોનાર્ડો ડિકેપ્રિયો) અને પરિવારજનોએ દાબમાં રાખેલી બ્યુટીફૂલ સોશ્યલાઈટ રોઝ (કેટ વિન્સલેટ) વચ્ચેની ટાઈમેક્સ લવસ્ટોરી પણ સ્પર્શી ગી. હિમશિલા સાથે અથડાયા બાદ ઝડપથી ભાંગી રહેલી શિપમાં તરતા દરવાજાઓ અને માલસામાન વચ્ચે પાંગરતી બે નિર્દોષ યુવાન હૈયાઓ વચ્ચેની પ્રેમકથા લોકો આજ સુધી ભૂલ્યા નથી.
માય ફેયર લેડી (૧૯૬૪)
સ્ટારકાસ્ટ : ઓડ્રી હેપબર્ન અને રેક્સ હેરિસન
જ્યોર્જ બર્નાર્ડ શોના વિશ્વપ્રસિદ્ધ ડ્રામા પર આધારિત આ ફિલ્મમાં ઓડ્રિ હેપબર્વે એલિઝા ડુલિટલ અને રેક્સ હેરિસને હેન્રી હિગિન્સને સ્ક્રીન પર જીવંત કરી દીધા હતા. આ અનોખી પ્રેમકથા બહુ જાણીતી છે. ફિલ્મમાં એક શ્રીમંત પ્રોફેસર રસ્તા પર ફૂલ વેચી ગુજરાન ચલાવતી એક ગરીબ યુવતીને હાય-સોસાયટી ગર્લ બનાવવાનું બીડું ઝડપે છે. પોતાના મિત્ર સાથે લગાવેલી શરત જીતવા પ્રોફેસરે સ્ટીવ અણધડ છોકરીને સોફેસ્ટિકેસનના પાઠ ભણાવવા અથાગ પ્રયાસ કરે છે. એ દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગરે છે.
રોમિયો એન્ડ જુલિયટ (૧૯૬૮)
સ્ટારકાસ્ટ : લિયોનાર્ડો વ્હિટીંગ અને ઓલિવિયા હુસ્સી
રોમિયો અને જુલિયટની પ્રેમ કહાણી કોણ નથી જાણતું? ફ્રાન્કો ઝેફીરેલીએ લિયોનાર્ડો વ્હિટીંગ અને ઓલિવિયાને ટાઈટલ રોલમાં લઈ મોટા પડદા પર શેક્સપિયરની આ અમર પ્રેમકથાને એક ક્લાસિક મૂવીમાં રૂપાંતરિત કરી બતાવી. એમ તો ૧૯૬૬માં પણ રોમિયો અને જુલિયટ ર એક ફિલ્મ આવી હતી પણ એ એટલી નબળી હતી કે એનો ઉલ્લેખ ક્યાંય થતો નથી.
પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ (૨૦૦૫)
સ્ટારકાસ્ટ : કિઆરા નાઈટલી અને મેથ્યુ મેકફેડેન
જેન ઓસ્ટિને ૧૯૧૩માં લખેલી ક્લાસિક નોબેલને ૨૦૦૫માં બનેલી પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસે પુરેપુરો ન્યાય કર્યો હતો. મેં રાઈટે નોવેલ પરથી આ અજરામર બની ગયેલી લવસ્ટોરીનો સ્ક્રીનપ્લે લખ્યો હતો. ફિલ્મમાં કિઆરા નાઈટલીએ કાયમ બધાની સામે થઈ જતી એલિઝાબેથ બેનેટ અને મેથ્યુ મેકફેદેને મૂડી (તરંગી ) મિસ્ટર ડાર્સીના પાત્રોને સાકાર કર્યાં હતાં. લવબર્ડ્સને વારંવાર જોવી ગમે એવી આ એક કૃતિ હતી.
ઘોસ્ટ (૧૯૯૦)
સ્ટારકાસ્ટ : : ડેમી મૂર અને પેટ્રિક સ્વેઝ
આ મૂવીમાં એક લવસ્ટોરી, ભૂતકથા અને કોર્પોરેટ ક્રાઈમ સ્ટોરીનું સયોજન હતું અને છતાં પ્રિટી વુમનના ફક્ત ૪ મહિના બાદ રિલીઝ થયેલી 'ઘોસ્ટ' એ વરસની ટોપની રોમાન્ટિક ફિલ્મ બની ગઈ. એનો શ્રેય ફિલ્મના ડિરેક્ટ જેરી જુકરને જાય છે. ફિલ્મમાં ન્યૂયોર્કના એક બેન્કરની એક બદમાશ દ્વારા હત્યા થાય છે અને એ બેન્કર પોતાની આર્ટિસ્ટ ગર્લફ્રેન્ડને બચાવતા ભૂત બનીને પાછો ફરે છે.
ધ નોટબુક (૨૦૦૪)
સ્ટારકાસ્ટ : રાયન ગોસલિંગ અને રેચલ મેકઆદમ્સ
બીજા વિશ્વયુદ્ધના બેકગ્રાઉન્ડમાં આકાર લેતી આ એક અનોખી પ્રેમકથા હતી. નવાઈની વાત એ છે કે મૂવીમાં પ્રેમીઓ નોઆ અને એલિનો રોલ કરનાર એક્ટર્સ રિયાન ગોસલિંગ અને રાસેલ મેકડેમ્સને આ ફિલ્મ કર્યા પહેલા અંગત રીતે દીઠેય બનતું નહોતું. ૧૯૪૦ના દશકમાં આકાર લેતી આ પ્રેમકથાના વ્યાપક અને નાયિકા બીજા વિશ્વયુદ્ધને કારણે વિખુટા પડી જાય છે. પરંતુ એમની લવસ્ટોેરી ત્યાં પુરી નથી થઈ જતી. દાયકાઓ બાદ એમનું પુનર્મિલન થાય છે ત્યારે દર્શકોની આંખો ભીની થયા વિના નથી રહેતી. ક્લાસિક ઐતિહાસિક ફિલ્મમાં પ્રેમીઓના વૃદ્ધાવસ્થાના રોલ જેમ્સ ગાર્નર અને ગેના રોવલેન્ડસે એટલા દિલથી ભજવ્યા હતા કે જોનારનું દિલ દ્રવી ઉઠે.
એન ઓફિસર એન્ડ અ જેન્ટલમેન (૧૯૮૨)
સ્ટારકાસ્ટ : રિચર્ડ ગિઅર અને ડેબ્રા વિન્ગર
સિતેરના દશકમાં હોલીવૂડમાં રોમાંટિક મૂવીજનો એક નવો યુગ શરૂ થયા બાદ આ ફિલ્મે દર્શકોને મોહી લીધા . ફિલ્મમાં રિચાર્ડ ગેરે અને ડેબ્રા વિન્ગરએ કમાલનો અભિનય કર્યો હતો. ફિલ્મને ેયાદગાર બનાવવામાં એમનો સિંહફાળો હતો.
પ્રીટી વુમન : (૧૯૯૦)
સ્ટારકાસ્ટ : જુલિયા રોબર્ટ્સ અને રિચાર્ડ ગેર
ધનદૌલતમાં આળોટતો એક બિઝનેસમેન (રિચાર્ડ ગેરે) બજારુ ટાઈપની એક એસ્કોર્ટ લેડી (જુલિયા રોબર્ટ્સ) ને જાહેરમાં પોતાની રોમાંટિક પાર્ટનર બનવા રોકે છે. સંજોગો આ બે એકબીજાથી વિરુદ્ધના સામસામા છેડાના સ્ત્રી- પુરુષને નજીક લાવે છે અને સ્ક્રીન પર હોલીવૂડ સ્ટાઈલની એક ઓફ્ફબીટ લવસ્ટોેરી આકાર લે છે. પ્રિટી વુમનને અમુક કૂવાના દેડકાઓએ સેક્સ પ્રચૂર મૂવી ગણાવી હતી. છતાં ફિલ્મ એક યુનિવર્સલ અપીલ ઊભી કરવામાં સફળ રહી હતી.