મૌની રોયથી કૃતિ સેનન : સફળ અભિનેત્રી જ નહીં, પણ પ્રભાવશાળી એન્ટ્રેપ્રેન્યોર!!
છેલ્લાં કેટલાંક વર્ષોમાં બોલીવૂડની કેટલીય અભિનેત્રીઓએ બિઝનેસ વર્લ્ડમાં ડગ માંડયા છે અને સારી એવી સફળતા પણ હાંસલ કરી છે. આ અભિનેત્રીઓ પ્રભાવશાળી એનટ્રેપ્રેન્યોર તરીકે પ્રસ્થાપિત પણ થઈ છે. ઈનોવેટિવ સ્ટાર્ટઅપમાં ઈન્વેસ્ટ કરવાથી માંડીને આઈકોનિક બ્રાન્ડ બનાવવા સુધી. આ મહિલાઓ આવનારી પેઢીઓ માટે મોટા સ્વપ્નો દાખવનારી અને તેમનું માર્ગદર્શન કરી રહી છે. ચાલો, આવી મહિલાઓની જર્ની કેવી રહી, કેવી રીતે આગળ વધી તેની આછેરી જાણકારી મેળવીએ, જેની વિગતો અહીં પ્રસ્તુત છે, જે ઘણી રસપ્રદ બની રહેશે, આ જાણીતી મહિલાઓએ બિઝનેસમાં એક મહિલા હોવાનો અર્થ ફરીથી પારિભાષિત કર્યો છે અને અન્યોની ઈન્ડસ્ટ્રીમાં પ્રભાવશાળી લીડર્સ બનવા માટે પણ પ્રેરિત કરી રહી છે.
શિલ્પા શેટ્ટી :
આ તો જાણીતી અને પ્રભાવશાળી અભિનેત્રી તો છે જ અને એન્ટ્રેપ્રેન્યોરના રૂપમાં શિલ્પા શેટ્ટી સ્ટાર્ટ-અપ ઈકો સિસ્ટમમાં ઘણી ઊંડાઈથી સામેલ છે. તે સ્કીન-કેર અને વેલનેસ બ્રાન્ડ મામા-અર્થ અને એગ્રી- ટેક સ્ટાર્ટઅપ કિસાન કનેક્સનમાં ઈન્વેસ્ટર્સમાં પણ એક છે. શિલ્પાએ પોતાના ફિટનેસ અને હેલ્થ એપ સિમ્પલ અને સોલ ફુલ પણ છે, જેને તેણે લોન્ચ કર્યાં અને બેસ્ટિયન નામથી એક શાનદાર સી-ફૂડ રેસ્ટોરાંની માલિક પણ છે, જે બોલીવૂડની સેલિબ્રિટિઝ વચ્ચે સૌની મનપસંદ બની ગઈ છે. તાજેતરમાં જ તેણે બ્રેસ્ટિયનને હૈદરાબાદમાં ખોલી છે.
મૌની રોય :
એન્ટ્રેપ્રેન્યોર અને અભિનેત્રી મૌની રોય રેસ્ટોરાં 'બદમાશ' ની ઓનર પણ છે, જે ઈન્ડિયન ક્યુઝિન અને સ્પાઈસી કોન્બ્રોક્શનની સાથે સાથે ઓથેન્ટિક બોલીવૂડ વાઈબ આપે છે. મુંબઈમાં સ્થિત 'બદમાશ' ટ્રેડિશનલ ઈન્ડિયન ફ્લેવરને કન્ટેમ્પરી ટ્વિસ્ટની સાથે જોડે જે મૌનીના જીવંત વ્યક્તિત્વને દર્શાવે છે. હાલમાં મુંબઈમાં રેસ્ટોરાંના બે આઉટલેટ છે. જે બે પ્રિમિયમ લોકેશન્સ પર સ્થિત છે અને બેંગલુરુમાં તેની ચાર બ્રાન્ચ છે.
કૃતિ સેનન :
કૃતિ સેનને તો દિલને સ્પર્શી જાય અને વાત કહેવાના મિશનની સાથે પોતાના પ્રોડક્શન હાઉસ 'બ્લ્યુ બટલફ્લાય ફિલ્મ્સ લૉન્ચ કરી છે. તેને સ્કીન-કેર પ્રત્યેના તેના ઝૂનૂનથી આકાર પામેલું 'હાઈફિન' નામની એક સ્ક્રીન કેર બ્રાન્ડની સ્થાપના પણ કરી દ છે. આ ઉપરાંત કૃતિની પાસે 'મિસ ટેકન' નામની એક ક્લોથિંગ લાઈન પણ છે, જે કેઝ્યુઅલ અને સેમીફોર્મલ વિયરની સાથે યુથને ટાર્ગેટ કરે છે. આ ઉપરાંત તે એક ફિટનેસ ટ્રેનિંગ સ્ટુડિયો 'ધ ટ્રાઈલ' પણ ચલાવે છે.
અનુષ્કા શર્મા :
અનુષ્કા શર્માએ ૨૦૧૭માં પોતાના ક્લોથિંગ બ્રાન્ડ 'નુશ' લૉન્ચ કર્યું, જે ફિલ-ગુડ સમર ફેશન પર કેન્દ્રીત છે. ૨૦૧૩માં તેણે પોતાના ભાઈ કર્ણેશની સાથે ક્લીન સ્લેટ ફિલ્મ્સની સહ-સ્થાપના કરી, જેનો ઉદ્દેશ પ્રભાવશાળી વાર્તા કહેવી અને નવી ટેલેેેન્ટ્સને સપોર્ટ કરવાનો હતો.
તેણે હેલ્ધી વેજિટેરિયન બ્રેકફાસ્ટને ઉત્તેજિત આપનારા 'ડીપ્સી' સ્નેક્સ બ્રાન્ડ સ્લેર્પ ફાર્મમાં પણ ઈવેન્સેટ કર્યું અને તેના બ્રાન્ડ એમ્બેસેડરના રૂપમાં પણ કામ કર્યું. આ ઉપરાંત તેણે પોતાના પતિ વિરાટ કોહલીની સાથે મળીને પ્લાન્ટ બેઝ્ડ મીટ બ્રાન્ડ 'બ્લ્યુ ટ્રાઈબ ફૂડ્સ' માં પણ ઈન્વેસ્ટ કર્યું છ.ે
સોનાક્ષી સિંહા :
સોનાક્ષી નેલ-બ્રાન્ડ 'સોઝી' ની કો-ફાઉન્ડર છે, જે પ્રેસ-ઓન નેલ્સની કેટલીય વેરાઈટી ઓફર કરે છે. બ્રાન્ડે એક ડેડિકેટેડ ઈ-કોમર્સ સ્ટોર લોન્ચ કર્યો છે અને તેમનું લક્ષ્ય ટિયર એક શહેરોથી શરૂ કરીને ઓફલાઈન રિટેલમાં વિસ્તરણ કરવાનો છે. સોનાક્ષી મહિલાનો સશક્ત બનાવવા માટે ફિમેલ એમ્પ્લોઈઝને કામ પર રાખવાની બાબતને પ્રાથમિકતા આપે છે. આ ઉપરાંત એક્ટિંગથી પોતાનું ધ્યાન ફૂલટાઈમ એન્ટ્રેપ્રેન્યોર શિપ પર કેન્દ્રીત કરવાની યોજના બનાવી રહી છે.
આમ અભિનેત્રીઓનું એક સફળ એન્ટ્રેપ્રેન્યોર તરીકેનું નવી સ્વરૂપ ખરેખર આવકાર્ય છે. અને વર્તમાન સાથે સુમેળ સાધનારું છે.