મમ્મી યમી ગૌતમ ધર હાજર હો!
- 'ગમે એટલાં પુસ્તકો કે મેન્યુઅલ્સ વાંચ્યા પછી પણ કોઇ મહિલા માતૃત્વ માટે સજ્જ નથી થઇ જતી. મા બન્યા પછી તમે લગભગ રોજ એ વિશે નવું શીખો છો.'
અભિનેત્રી યમી ગૌતમ ધર હાલ મેટરનિટી લીવ પર છે. ૧૦મી મેએ યમી એક પુત્રની મમ્મી બની હતી. એણે પોતાના દીકરાનું વેદવિદ એવું અનોખું નામ રાખ્યું છે. ૧૪ નવેમ્બરે બાળ દિન નિમિત્તે એક્ટરે પ્રસૂતી બાદ પહેલીવાર મિડીયા સાથે વાત કરી પોતાના માતૃત્વના અનુૂભવો શેયર કર્યા. જાણીતા સ્ક્રીનપ્લે રાઇટર અને ડિરેક્ટર આદિત્ય ધરને પરણેલી યામી પોતાની દાસ્તાન ઘરને પરણેલી યમી પોતાની દાસ્તાન શરૂ કરે એ પહેલા મિડીયાએ એને પૂછી લીધું, 'મેડમ', વેદવિદ તો યુનિક નેમ છે? શું એનો કોઇ સ્પેશ્યલ મિનિંગ છે?
પુત્રના નામનો અર્થ સમજાવતા યમી કહે છે, 'વિષ્ણુ ભગવાન અને મહાદેવજીના સેંકડો નામો પૈકીનું એક નામ વેદવિદ છે. એ ઉપરાંત વેદવિદનો શાબ્દિક અર્થ વેદોનો જાણકાર એવો પણ થાય એ જોતા મારા દીકરા પર (વેદોના અભ્યાસનું) ઘણું બધુ પ્રેશર રહેશે! પરંતુ સાચુ કહું તો હું એને આ નામથી ભાગ્યે જ બોલાવું છું. લગભગ રોજ હું એનું નવું હુલામણું નામ પાડતી રહું છું. જો કે, હવે અમારા ફેમિલીમાં એનું નામ જેડી એટલે કે જુનિયર ધર રુઢ થઇ ગયું છે. મારા ભાઇ ઓજસને મારી પ્રેગ્નન્સી દરમિયાન અમે એક ફિલ્મ જોતા હતા ત્યારે એ નામ શુજ્યું હતું. એ નામ મને બહુ ગમ્યું એટલે રાખી લીધું. એ વખતે બધા મને પૂછતા કે તને દીકરી આવશે તો ? એમને મારો એક જવાબ રહેતો કે દીકરીને પણ અમે જેડી કહીને જ બોલાવીશું.'
કોઇ પણ સ્ત્રી માટે માતૃત્વ લાઇફ- ચેન્જિંગ અનુભવ બની રહે છે પરંતુ ડિલીવરીના ૭ મહિના પછી પણ યમી હજુ જીવનના આ નવા અધ્યાય સાથે મેળ પાડવાનો પ્રયાસ કરી રહી છે. 'મને હજુ વિશ્વાસ નથી બેસતો કે હું મમ્મી બની ગઇ છું. ખાસ કરીને કોઇ સાથે વાત કરતી વખતે મારે વેદવિદનો માય સન તરીકે ઉલ્લેખ કરવાનો આવે ત્યારે મને કાંઇક અજીબ લાગે છે,' ૩૫ વરસની એક્ટર નિસંકોચ કબુલે છે.
આજની મોડર્ન લેડીઝની જેમ યમી ગૌતમ પાસે પણ કબુલવા માટે એક બીજી વાત છે, જે બધાએ ધ્યાનમાં રાખવા જેવી છે, 'ગમે એટલાં પુસ્તકો કે મેન્યુઅલ્સ વાંચ્યા પછી પણ કોઇ મહિલા માતૃત્વ માટે સજ્જ નથી થઇ જતી. મા બન્યા પછી તમે લગભગ રોજ એ વિશે નવું શીખો છો. તમે બાળક સાથે જેમ સમય ગાળતા જાવ એમ એ તમને વધુને વધુ શીખવતું જાય. એટલે જ હું કોઇ માહિતી મેળવવા ઇન્ટરનેટ નથી ખોલતી.'
લાઇફના નવા ફેઝમાં પોતાની રાહબર બનવા બદલ મમ્મી અંજલિનો આભાર માનતા અભિનેત્રી કહે છે, 'મમ્મી ન હોત તો કોણ જાણે મારું શું થાત? રોજ હું એવું બબડયા કરું છું. મારી મોમ એટલી કર્મક અને સૂઝબુઝવાળી છે. મારા જેવી સ્ત્રીઓએ આવી મા મળ્યા બદલ ભગવાનનો પાડ માનવો જોઇએ.'
યમી એક આદર્શ પત્નીની જેમ પોતાના હસબન્ડ આદિત્ય ધરની પણ પ્રશંસા કરતા કહે છે, 'પોતાના શૂટીંગ શેડયુલમાંથી જ્યારે પણ ટાઇમ મળે ત્યારે આદિત્ય ઘરે આંટો મારી જાય છે. એને જોતાવેંત વેદવિદનો ચહેરો ખીલી ઉઠે છે. પહેલા તો એ થોડું શરમાય છે. પહેલા તો એ થોડુ શરમાય છે. પછી અચાનક જમ્પ મારી ડેડીના ખોળામાં ભરાઇ જાય છે. વેદ કદાચ મારા કરતા એના ડેડીને વધુ પ્રેમ કરે છે.'
મિડીયા પર્સન્સ જાણે છે કે યમી ગૌતમ ધર હંમેશા પોતાની પર્સનલ લાઇફને પ્રાઇવેટ રાખતી આવી છે. પોતાના છ મહિનાના દીકરા માટે પણ એણે એ જ નિયમ રાખ્યો છે. વેદને એણે પહેલેથી ફોટોગ્રાફરોથી દૂર રાખ્યો છે. એ વિશે વાત કરતા શ્રીમતી ધર કહે છે, 'જો બહુ સભાનતાપૂર્વક આ ડિસીઝન લીધો છે. હું અને મારા હસબન્ડ પબ્લિક ફિગર્સ છીએ એ સાચી પણ અમારા સંતાનને અમે જાહેરમાં રાખવા નથી ઇચ્છતા મારી આ પર્સનલ ચોઇસ છે. લોકોનું કૂતુહલ સમજી શકાય છે પરંતુ એ પેન્ડોરાઝ બોક્સ જેવું છે. એકવાર તમે એ ખુલ્લુ મૂકો પછી એના પર તમારો કોઇ કન્ટ્રોલ નથી રહેતો. મારા હિસાબે એ પોસિબલ જ નથી. નાના બાળકના (પાપરાઝીઓ દ્વારા) ફોટા પડતા રહે તો એની બાળકની સાઇકોલોજી પર ખરાબ અસર થાય છે.'
સત્ય વચન.