મોહિત મલિક : બે દાયકા બાદ હવે હું ફિલ્મો માટે તૈયાર છું
મોહિત મલિકે એક અભિનેતા તરીકે બોલિવુડમાં પદાર્પણ કરવાની તમામ તૈયારી કરી લીધી છે. મોહિત મલિક અભિષેક કપૂરની ફિલ્મ 'આઝાદ' માં એક નેગેટિવ ભૂમિકામાં નજરે પડશે. મોહિતે ટીવી પર લગભગ બે દાયકા પૂરા કર્યો છે અનેકવિધ પ્રકારની ભૂમિકાને ટીવીના ટચુકડા પડદે ભજવી છે અને દર્શકોનો ખૂબ પ્રેમ મેળવ્યો છે. આથી જ મોહિત આજે ગર્વભેર કહી રહ્યો છે, 'હવે
હું ૧૯ વર્ષ બાર ફિલ્મમાં કામ કરવા તૈયાર થયો છું. હું શોબિઝના વ્યવસાયમાં છેલ્લા ૧૯ વર્ષથી ઝળકી રહ્યો છું, પણ મારા પ્રારંભિક વર્ષો તો નાણાં કમાવા માટે જ ગયા અને એ નાણાંથી મારું ઘર ચાલ્યું. આ સાથે જ હું મારી આવડતને નિખારવા અને પછી ફિલ્મોમાં શોટ આપવા માગતો હતો. ભૂતકાળ પછીના થોડા વર્ષો સુધી, હું એવો અનુભવી રહ્યો છું કે હવે ટીવીના માધ્યમમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે અને આ સાથે જ મને આનંદ છેકે મેં ઓફર મેળવી લીધી છે.
મારે આટલી લાંબી જર્ની પછી પણ નવા કામ માટે મારે શરૂઆતથી જ કામ કરવાનું શરૂ કરવું પડયું છે. મેં બોલીવૂડમાં પગ મૂક્યો એ વેળા પણ ફિલ્મ માટે ઓડિશન આપવાની શરૂઆત કરી છે. ટીવી - કલાકારો વારંવાર કહે છે કે તેમના માટે ફિલ્મોમાં આવવું સરળ નથી. પોતાનો અનુભવ શેર કરતાં મોહિત કહે છે, 'હં એમ નહીં કહું કે કોઈપણ અભિનેતા માટે સારી ફિલ્મ મેળવવી એ કંઈ સરળ પ્રક્રિયા તો નથી જ. ટીવી પર આટલા બધા વર્ષો સુધી કામ કર્યા પછી પણ જ્યારે મેં ઓડિશન આપવાનું શરૂ કર્યું અને મિટિંગ્સ કરવાનું શરૂ કર્યું ત્યારે તે એકદમ નવી સફર હતી. લોકો ફિલ્મ માટે મને જજ નથી કરતાં. કારણ કે હું તો ટીવી-એક્ટર છું, પણ તેઓ એવું માને છેકે આ તો અલગ માધ્યમ છે અને તેણે ફરીવાર તેની યોગ્યતા સાબિત કરવી પડશે. આમ છતાં મુશ્કેલ બાબત તો એ છે કે શોબિઝમાં બે દાયકા સુધી કામ કર્યા પછી પણ તમારે નવી શરૂઆતથી જ સાવ પહેલેથી જ શરૂઆત કરવી પડશે. 'આઝાદ' માં ભૂમિકા મેળવવા માટે ત્રણ રાઉન્ડ ઓડિશન આપવા પડયા હતાં.
આ ઉપરાંત સ્ટાર-કીડ પણ નથી કે જેથી મારીકોઈ પૃષ્ઠભૂમિ હોય. ટીવીમાં આવ્યા પછી હું ખુશ છં. એ સમય હતો જ્યારે મેં એક સારા ફિલ્મ નિર્માતા પાસે ફિલ્મ મેળવી હતી. આ ઉપરાંત બાકી તો મારી મહેનત અને ભાગ્ય હશે,' એમ મોહિતે જણાવ્યું હતું.
જો કે મોહિતે એ બાબતની સ્પષ્ટતા કરી નથી કે તેણે ફિલ્મો માટે ટીવી અથવા ઓટીટી માધ્યમનો ત્યાગ કર્યો છે. હા તેણે જણાવ્યું હતું કે, 'હું બધા જ માધ્યમમાં રસપ્રદ અને જુસ્સાદાર ભૂમિકા ભજવવા ઈચ્છું છું. મેં મારા ઓટીટી શો 'ચમક' માં મેં બેઢંગી -વિચિત્ર પાત્ર ભજવ્યું હતું. આ ભૂમિકાને ઘણાં કલાકારોએ નકારી કાઢી હતી, પણ મેં તો એ પાત્રને એક પડકાર તરીકે નિહાળીને સ્વીકારી લીધી હતી. બેશક, મને એવા પાત્રો ભજવવાનો ઘણો આનંદ આવે છે, જેમાં ઘણાં લેયર હોય. ઓટીટી અને ફિલ્મોમાં સૌથી શ્રેષ્ઠ બાબત તો એ છે કે તેની યોગ્ય પટકથા હોય છે. આથી તે માટે ભૂમિકાની તૈયારી કરવામાં ઘણું મ સરળ થઈ પડે છે. ટીવી શોઝમાં તો બાબત જરા જુદી હોય છે. ટીવી શોઝમાં તો રેટિંગ અને વ્યૂઅરશિપ પર તમારા પાત્રનો ગ્રાફ થતો હોય છે,' એમ મોહિત મલિકે સમાપન કરતાં જણાવ્યું હતું.