મળો, શાહરૂખપુત્ર આર્યનની 'ગર્લફ્રેન્ડ' લૈરિસા બોન્સીને...

Updated: May 9th, 2024


Google NewsGoogle News
મળો, શાહરૂખપુત્ર આર્યનની 'ગર્લફ્રેન્ડ' લૈરિસા બોન્સીને... 1 - image


શા હરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અત્યારે સારું એવું અટેન્શન મેળવી રહ્યો છે, જેનું કારણ તેની લવ-લાઈફ છે. તેનું નામ બ્રાઝિલિયન એકટ્રેસ અને મોડેલ લૈરિસા બોન્સીની સાથે જોડવામાં આવી રહ્યું છે. ફિલ્મી ખબરીઓના જણાવ્યા પ્રમાણે આર્યન અને લૈરિસા એકબીજાને ડેટ કરી રહ્યાં છે. લૈરિસા ભલે બ્રાઝિલની હોય, પણ ઘણા સમયથી ભારતમાં રહીને કામ કરી રહી છે. તેણે પોતાની કેરિયરની શરૂઆત અક્ષયકુમાર અને જ્હોન અબ્રાહમની ફિલ્મ 'દેશી બોય્ઝ'ના બ્લોકબસ્ટર ગીત 'સુબહ હોને ન દે...' સાથે કરી હતી. આ ઉપરાંત તે દક્ષિણના ફિલ્મોદ્યોગમાં સારું એવું કામ કરી ચુકી છે. લૈરિસા દક્ષિણની 'નેકસ્ટ એની' અને 'થિક્કા' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે અભિનયની શરૂઆત સૈફ અલી ખાનની ફિલ્મ 'ગો ગોવા ગોન'થી કરી હતી, જેમાં તે સહાયક અભિનેત્રીનો ભૂમિકા અદા કરી હતી. આ ઉપરાંત તે ગુરુ રંધાવાના ગીત 'સુરમા સુરમા...'માં પણ નજરે પડી છે. માહિતગાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે, આર્યન તાજેતરમાં જ લૈરિસા સાથે એક ઈવેન્ટમાં નજરે પડયો હતો. આ સાથે લૈરિયાની માતા રેનાટા બોન્સી પણ પોતાના સ્ટ્રીટવેર ક્લોધિંગ બ્રાન્ડની જેકેટમાં જોવા મળી હતી. આર્યન ખાન સોશિયલ મીડિયા પર લૈરિસા અને તેના પૂરા પરિવારને ફોલો કરે છે અને લૈરિસા પણ આર્યનની પૂરી ફેમિલીને ફોલો કરે છે. જોકે અત્યાર સુધી તો બેમાંથી કોઈએ આ બાબતની પૃષ્ટિ નથી કરી કે ખંડન પણ નથી કર્યું. પણ હાલમાં જ લૈરિસાએ આગમાં વધુ ઘી ઉમેરતાં પોતાના સોશિયલ મીડિયા પર એક રહસ્યમય વ્યક્તિ સાથે તેની તસવીર પોસ્ટ કરી છે જેને કારણે તેના ફેન્સને આશ્ચર્ય એ થયું કે શું આ અફવા છે કે સાચું છે? એણે એક વિમાનમાં ક્લીક કરેલી એક તસવીર શેર કરી છે, જેમાં એ બાજુમાં બેઠેલી એક વ્યક્તિ સાથે કોફી પીતી નજરે પડે છે. જોકે તેણે તેના ટ્રાવેલ પાર્ટનરનો ચહેરો નથી દેખાડયો, પણ તેણે પોતાની બગલમાં એ વ્યક્તિનો હાથ બતાવ્યો છે. તાજેતરમાં જ એક જૂની પાર્ટીનો આર્યન અને લૈરિસાનો એક વીડિયો પણ ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે, જેમાં બંને જણા ક્વોલિટી-ટાઈમ વિતાવતા નજરે પડે છે. બીજા એક વીડિયોમાં મિત્રોના એક સમૂહ સાથે વાતચીત કરતો આર્યનને તેની કથિત પ્રેમિકા સામે સ્મિત કરતો નજરે પડે છે. 


Google NewsGoogle News