Get The App

હું, તું અને એ: એક હીરોને જ્યારે બબ્બે હિરોઈનોએ પ્રેમ કર્યો...

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
હું, તું અને એ: એક હીરોને જ્યારે બબ્બે હિરોઈનોએ પ્રેમ કર્યો... 1 - image


દીપિકા પદુકોણ અને કેટિના કૈફ બન્નેએ રણબીર કપૂર સાથે ડેટ કરીને ચર્ચાને પાત્ર બની હતી. કરીના સાથે બ્રેકઅપ થઈ ગયા બાદ શાહિદનું નામ પ્રિયંકા ચોપરા સાથે જોડાયું હતું. સારા અલી ખાન અને જાહ્નવી કપૂરનાં નામ અભિનેતા કાર્તિક આર્યન સાથે જોડાયાં હતાં. અમિતાભ-જયા-રેખાનો પ્રણયત્રિકોણ તો દંતકથારૂપ બની ચૂક્યો છે. બોલિવુડના ચોપડે આવાં અનેકાનેક પ્રેમપ્રકરણો બોલે છે... 

જયા બચ્ચન અને રેખા

અમિતાભ બચ્ચને ૧૯૭૩માં જ જયા બચ્ચન સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ કારકિર્દી દરમિયાન તેને રેખા સાથે પ્રેમ થઇ ગયો હતો. જે બોલીવૂડમાં એક ચર્ચાનો વિષય બન્યો હતો. 

દીપિકા પદુકોણ અને કેટરિના કૈફ

દીપિકા પદુકોણ અને કેટિના કૈફ બન્નેએ રણબીર કપૂર સાથે ડેટ કરીને ચર્ચાને પાત્ર બન્યા હતા. અંતે રણબીરે એ બેમાંથી કોઇની સાથે લગ્ન ન કરીને આલિયા ભટ્ટ સાથે સંસાર વસાવી લીધો. 

બિપાશા બાસુ અને જેનિફર વિગેટ

કરણ સિંહ ગ્રોવરના જીવનમાં જેનિફર વિગેટ અને બિપાશા બાસુ આવી. અભિનેતાએ જેનિફર સાથે ૨૦૧૨ થી ૨૦૧૪ સુધી લગ્નજીવન માણ્યું અને પછી છૂટાછેડા લઇ લીધા. આ પછી અભિનેતાએ બિપાશા સાથે ૨૦૧૬માં લગ્ન કર્યા અને આજે તેઓ એક પુત્રીના પેરન્ટસ છે. 

કરિશ્મા કપૂર અને ઐશ્વર્યા રાય

અભિષેક બચ્ચન સાથે કરિશ્મા કપૂરનું સગપણ થઇ ગયું હતું. પરંતુ સંજોવશાત પછીથી આ સગાઇ તૂટી દઇ હતી અને અભિષેકે ૨૦૦૭માં ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરી લીધા. 

સારા અલી ખાન અને જાહ્નવી કપૂર

સારા અલી ખાન અને જાહ્નવી કપૂરના નામ અભિનેતા કાર્તિક આર્યન સાથે જોડાયાં હતાં. જોકે બેમાંથી એકે પણ પ્રેમનો એકરાર જાહેરમાં કર્યો નહોતો. હાલ જાન્હવી શિખર પહારિયાને ડેટ કરી રહી છે. 

કરીના કપૂર અને પ્રિયંકા ચોપરા

શાહિદ કપૂર અને કરીના કપૂરે ઘણા વરસો ડેટ કરી હતી. પરંતુ પછીથી અચનાક જ કરીનાએ સંબંધ તોડી નાખ્યો હતો. આ પછી શાહિદનું નામ પ્રિયંકા ચોપરા સાથે જોડાયું હતું. જોકે તેણે મીરા સાથે લગ્ન કરી સંસાર વસાવી લીધો અને હવે તે બે  સંતાનોના પિતા બની ગયો છે.

મધુબાલા અને સાયરા બાનુ

અભિનેતા દિલીપ કુમાર અને મધુબાલાનું પ્રેમપ્રકરણ ૧૯૫૦ના દાયકામાં ચગ્યું હતું. જોકે પછીથી બ્રેકઅપ થઇ ગયું હતું અને ૧૯૬૬માં દિલીપ કુમારે પોતાના કરતાં ઘણી નાની સાયરા બાનું સાથે લગ્ન કરીને સહુને ચોંકાવી દીધા હતા. 

નાદિરા બબ્બર અને સ્મિતા પાટીલ

અભિનેતા રાજ બબ્બરે નાદિરા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ સ્મિતા પાટીલ સાથે ફિલ્મ ભીગી પલકેના શૂટિંગ દરમિયાન તેઓ એકમેકના પ્રેમમાં પડયા હતા. રાજ બબ્બરે પત્ની નાદિરાને છૂટાછેડા આપ્યા વિના જ સ્મિતા પાટીલ સાથે લગ્ન કરી લીધા હતા. પુત્ર પ્રતીકના જન્મસમય પછી શ્મિતા પાટીલનું દુખ:દ નિધન થયું હતું. 

રવીના ટંડન અને શિલ્પા શેટ્ટી

અક્ષય કુમારે કારકિર્દી દરમિયાન રવીના ટંડન અને શિલ્પા શેટ્ટી સાથે પ્રણયફાગ ખેલ્યા હતા. રવીના સાથેનાગંભીર સંબંધો હતા પરંતુ પછીથી બ્રેકઅપ થતાં તેણે શિલ્પા સાથે ડેટ કરી હતી. પરંતુ તેની સાથે પણ બ્રેકઅપ કરી લીધુ ંહતું અને  ટિવન્કલ ખન્ના સાથે લગ્ન કરી લીધા હતા. 

અંકિતા લોખંડે અને રિયા ચક્રવર્તી

અંકિતા લોખંડે અને સ્વ. સુશાંત સિંહ રાજપૂત  છ વરસો સુધી ડેટ કરી હતી અને અંતે બ્રેકઅપ થઇ ગયું હતું.આ પછી સુશાંતના જીવનમાં રિયા ચક્રવર્તી આવી હતી જે સુશાંતના અકારણના મૃત્યુના આરોપના સપાટામાં આવી . 


Google NewsGoogle News