Get The App

મનોજ બાજપાયીના ફિટનેસ ફન્ડા .

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
મનોજ બાજપાયીના ફિટનેસ ફન્ડા                                . 1 - image


- 'હું કેટલાય વરસોથી રાતનું ભોજન કરતો નથી. મારે ત્યાં બપોરના રસોઇ થાય પછી સાંજે કાંઇ રાંધવાનું હોતું જ નથી.'

મનોજ બાજપાયી આજે, ના આજે નહીં, વરસોથી બોલિવુડનું એક મોટું અને મહત્ત્વનું નામ છે. જોકે પોતે આજે બોલીવૂડમાં જે સ્થાનપર છે ત્યાં સુધી પહોંચતા તેને બહુ તકલીફો સહન કરવી પડી હતી. 

મનોજ બાજપાયીનો કપરો સમય 'બેન્ડિટ ક્વીન' ફિલ્મ કર્યા પછીનો હતો. ૧૯૯૪માં આ ફિલ્મ કર્યા પછી મનોજ બાજપાયી મુંબઇ આવ્યા હતા. પરંતુ અહીં તેને કામ મળતું નહોતું. છેક ૧૯૯૮માં ફિલ્મ 'સત્યા' મળી હતી ત્યાં સુધીમાં  તો તે સંઘર્ષકરતાં કરતા ંથાકી ગયો ગતો. પરંતુ સત્યામાં તેને નેશનલ એવોર્ડ મળ્યો હતો. ત્યારે તેની ખુશીનો પાર નહોતો રહ્યો. 

કામ મેળળવા માટે તેણે બહુ અપમાન સહન કર્યા છે. પોતાનો ભૂતકાળ યાદ કરતાં કહે છે, 'કામ માંગવા માટે રોજ ફોન કરવું સૌથી દુ:ખદાયી હતું. લોકો ફોનના ઉત્તર ન આપે, ઘણી વખત ફોનનો જવાબ આપતી વખતે દબડાવતા પણ હતા. મીડિયાએ પણ મને ઉપેક્ષિત કયો હતો. હું બધું જ સમજતો હતો, પરંતુ મારો સમય મારી સાથે ન હોવાથી હું ચુપચાપ સહન કરતો જતો હતો. '

એ સમયે મનોજ બાજપાયી કામ મેળવવા માટે રોજ ચાર દિગ્દર્શકોને ફોન કરતા હતા. ફોન કરીને અભિનેતા પોતાના માટે કોઇ રોલ તમારી પાસે હોય તો મને આપજો. તેને વિશ્વાસ હતો કે તેની પાસે એક દિવસ તેને મનગમતો રોલ મળશે. એ દિવસ પાંચ વરસ પછી ફિલ્મ 'ગૈંગ્સ ઓફ વાસેપુર' ફિલ્મ મળી હતી એ હતો.

પોતાની ફિટનેસનું રહસ્ય છતું કરતાં તેઓ કહે છે કે રાતનું ભોજન નહીં કરવાનું. મારા દાદા પણ રાતના ભોજન કરતા નહીં. મેં પણ આમ જ કરવાનું નક્કી કયુંર્. મને શરૂઆતમાં બહુ તકલીફ પડી હતી, પરંતુ પછીથી મને સારું લાગવા લાગ્યું અને ધીમે ધીમે આ મારી આદત થઇ ગઇ. હું કેટલાય વરસોથી રાતનું ભોજન કરતો નથી. મારે ત્યાં બપોરના રસોઇ થાય પછી સાંજે કાંઇ રાંધવાનું હોતું જ નથી. સિવાય કે મારી પુત્રી ઘરે આવીને પોતાના મનભાવતા ભોજન ખાતી હોય છે. 

પોતાની ફિટનેસના બીજા રહસ્યને તેઓ ચાલવાનો વ્યાયામ ગણાવે છે. તેઓ નિયમિત રીતે રોજ ૩૦ મિનિટ ચાલે છે. તે દેશ-વિદેશ ગમે ત્યાં હોય, ૩૦ મિનીટ ચાલવાનું છોડતા નથી. 

મનોજને કોઇ અજાણી વ્યક્તિ નામથી બોલાવે તો અન્ય સ્ટાર્સની માફક ગુસ્સે થઇ જતા નથી. તેઓ કહે છે, 'મને તો લોકો નામથી બોલાવે તો પસંદ છે. ઘણી વખત લોકોએ તેને મનોજ તિવારી આશુતોષજી કહીને બોવાવતો હોય છે અને હાલચાલ પૂછી લેતા હોય છે, પણ હું તેનું માઠું લગાડતો નથી.'


Google NewsGoogle News