મહિપ કપૂર : લોકો સમજ્યા વિના ચુકાદો તોળવા લાગે છે
- 'આ તો એક રિયાલિટી શો છે. તમે જે કોઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હો, તે બધું જ કેમેરા કેપ્ચર કરી લે છે. અલબત્ત, સ્ક્રીન પર દેખાતું સઘળંુ સંપૂર્ણપણે નેચરલ નથી હોતું.'
જ્વેલરી ડિઝાઈનર મહિપ કપૂરે 'ફેબ્યુલસ લાઈવ્ઝ ઓફ બોલિવુડ વાઈવ્ઝ' શોની બે સિઝનમાં તેની સ્ટાઈલથી સારી એવી ખ્યાતિ અને પ્રશંસા પ્રાપ્ત કરી છે. જોકે આ સાથે જ ત્રીજી સીઝનમાં પ્રેક્ષકોને તેણે વધુ તીવ્ર અને ભાવનાત્મક બાજુનો પરિચય કરાવ્યો છે. આ બદલાવને પ્રતિબિંબિત કરતાં મહિપ કપૂર કહે છે, 'એ તો મારી અત્યંત સંવેદનશીલ બાજુ છે અને મને લાગે છે કે તે સંજોગો વિશે છે.'
મહિપ કપૂરે અભિનેતા સંજય કપૂર સાથે લગ્ન કર્યાં છે, જે અનિલ કપૂર અને બોની કપૂરનો નાનો ભાઈ છે. આ સિઝનમાં ૪૨ વર્ષની આ માનુનીએ તેના ટાઈપ-વન ડાયાબિટિસનું નિદાન અને આઈસીયુમાં સ્ટેન્ટ બેસાડવા સહિતના તેના આરોગ્ય સંઘર્ષની જાણકારી આપી છે. આ સંદર્ભે મહિપ કપૂર કહે છે, 'આ તો રિયાલિટી શો છે, જેમાં તમે તે ક્ષણોમાં તમે જે કોઈપણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, તે છે. આની વાઈબ અને લાગણી તમે સ્ક્રીન પર વ્યક્ત કરવાનું આસાન નહોતું. આ બાબત ખૂબ જ વ્યવસ્થિત રીતે બહાર આવી છે. જોકે મેં તેના અંગે વધુ વિચાર્યું નહોતું.'
મહિપ કપૂરે વધુમાં જણાવે છે, 'આ શોમાં હું કોઈ પાત્ર ભજવી રહી નથી. હું તો ફક્ત મારા માટે વિચારું છું. દરેક મહિલા દર્શક અમારી સાથે અલગ અલગ રીતે રીલેટ કરી શકે છે. આ બહુ મજાની વાત છે. ખાસ કરીને એવી પરિસ્થિતિમાં જ્યાં સોશિયલ મીડિયા પર તમારા વિષે જાતજાતના ચુકાદાઓ તોળવામાં આવતા હોય. આ સાથે જ હું આભારી છું કે લોકો અમને ખૂબ પ્રેમ આપે છે.'
મહિપની પુત્રી શનાયા તેના અભિનયની શરૂઆત કરવા માટે તૈયાર છે. તેણે તેના દર્શકો સાથેના જોડાણ વિશે ગર્વથી વાત કરી. એ કહે છે, 'ગર્વની લાગણી ઘણી જ છે. હું એક મધ્યમ વયની સ્ત્રી છું અને મેં ઘણીવાર કહ્યું છે કે હું ખૂબ જ સંતોષી જીવ છું... અને પછી કરણ (જોહર-ફિલ્મ સર્જક) મારી સાથે જોડાયો અને મને શો ઓફર કરીને મારા જીવનમાં તરંગો પેદા કરી નાખ્યા,' એમ તેણે જણાવ્યું હતું.