સિનેમાની જેમ જીવન પણ અણધાર્યા વળાંકો લે છે: દિવ્યા દત્તા
૧૯ ૯૪થી એટલે કે ત્રણ દાયકાથી બોલિવૂડમાં કામ કરતી દિવ્યા દત્તા એક એવી અભિનેત્રી છે જે કોઇ પબ્લિસિટી સ્ટન્ટ કરતી નથી. તાજેતરમાં તાહિરા કશ્યપની ફિલ્મ શર્માજી કી બેટીમાં મહત્વની ભૂમિકા ભજવનારી દિવ્યા દત્તા બદલાતા સમયમાં પોતાના કામને જ બોલવા દેવામાં માને છે.
દિવ્યા કહે છે, મેં જ્યારે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો ત્યારે શબાના આઝમી, સ્મિતા પાટીલ અને દિપ્તી નવલ જેવી અભિનેત્રીઓએ આર્ટ અને માર્ટ એમ બંને પ્રકારની ફિલ્મોમાં પોતાની છાપ છોડી હતી. મેં મારા કામને અલગ રીતે રજૂ કરવા માટે વીર ઝારાઅને દિલ્હી-૬ જેવી ફિલ્મો કરી છે. ઘણીવાર મને અનકન્વેન્શલ સ્ટાર ગણાવવામાં આવે છે તો ઘણીવાર મને ડિસ્ટિંગ્વિશ એક્ટર કહી નવાજવામાં આવે છે. મને આ પ્રકારનો ભેદ આકર્ષે છે. મારું સ્વપ્ન હતું કે યશ ચોપડાજી મને તેમની ફિલ્મમાં કામ આપે. તેમણે અચાનક મને વીર ઝારા ફિલ્મમાં કામ આપ્યું હતું. યશજી તેમની ફિલ્મોમાં જે રીતે રોમાન્સ દર્શાવે છે તે અસામાન્ય છે. બીજું કોઇ તેમની જેમ પ્રેમની નજાકતને રજૂ કરી શકયું નથી. વક્ત, કભી કભી અને લમ્હે જેવી ફિલ્મો જોઇએ તો સમજાય છે કે તેઓ તેમના સમયથી ઘણાં આગળ હતા. હું તો તેમની ફિલ્મો જોઇ જોઇને મોટી થઇ છું. પણ જ્યારે મને તેમને મળવાની તક મળી ત્યારે તેઓ મને સરળ, નમ્ર અને રસ પડે તેવા માણસ જણાયા હતા. અમને બંનેનેમીઠાઇ ખૂબ પસંદ હતી અને અમારા મૂળિયાં પંજાબમાં હોઇ અમારો નાતો ઓર મજબૂત બન્યો હતો. વીર ઝારા પુરી થઇ ગયા બાદ પણ તેમણ ે મને ઓફિસમાં આવતાં રહેવા જણાવ્યું હતું. એ પછી હું ઘણીવાર તેમની ઓફિસમાં જઇ મારા જીવનની વાતો શેર કરતી હતી. આ અજાણ્યા શહેરમાં મારું પણ કોઇ છે તેવી લાગણીમને તેમને મળીને થતી હતી. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં યશજી અને અમિતાભજી બે એવી હસ્તીઓ છે જે કદી લોકોના જન્મદિવસો ભૂલતાં નથી.
નવોદિતોને સલાહ આપતાં દિવ્યાએ જણાવ્યું હતું કે જો તમને ખરેખર ફિલ્મો માટે લગાવ હોય તો તમારે ઝંપલાવવું જોઇએ. પણ જો તમે તેની ઝાકઝમાળથી અંજાઇન ેઆવ્યા હોવ તો હું તમને ચેતવવા માંગું છું. ફિલ્મલાઇનમાં કામ કરવાનું સરળ નથી. આ ફિલ્મ ઉદ્યોગમાં ટકી રહેવા માટે લગાવ, ધીરજ અને સતત કામ કરતાં રહેવાની જરૂર પડે છે. વેલ સેઇડ, દિવ્યા!