Get The App

કુશલનો જીવ ગર્લફ્રેન્ડ શિવાંગી ઉપરાંત પેરેન્ટ્સમાં પણ પરોવાયો છે

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
કુશલનો જીવ ગર્લફ્રેન્ડ શિવાંગી ઉપરાંત પેરેન્ટ્સમાં પણ પરોવાયો છે 1 - image


'બેહદ' સીરિયલ ફેમ ટીવી એકટર કુશલ  ટંડન હમણાંથી બહુ ખુશ રહે છે. એના બે મુખ્ય કારણો છે. એક તો એને ઓટીટી અને ટીવી બંનેમાંથી સારી ઓફર્સ મળી રહી છે અને બીજુ, એ એકટ્રેસ શિવાંગી જોશી સાથે સ્ટેડી રિલેશનશીપમાં છે. બંને એકટર્સ છેલ્લા ઘણાં અરસાથી એકબીજાને ડેટ કરી રહ્યા છે, હમણાં એક ઈવેન્ટમાં મિડીયાએ લાગ જોઈને કુશલને  પૂછી લીધું, 'સર, તમે શિવાંગી મેડમ સાથેની રિલેશનશીપને ઓફિસિયલ બનાવવા ઈચ્છો છો ખરા? ટુંક સમયમાં એન્ગેજમેન્ટ કે મેરેજનો તમારો કોઈ પ્લાન ખરો?' હેન્ડસમ હીરો શરમાળ સ્મિત સાથે જવાબ આપે છે, 'દેખિયે ઈસ વકત તો શાદી કા મેરા કોઈ પ્લાન નહીં હૈ પણ હું પ્રેમમાં છું એટલું ચોક્કસ. અમે બંને અમારા સંબંધમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. મારી મમ્મીને મારા લગ્નની ઉતાવળ છે ઔર ઉનકા બસ ચલે તો મેરી શાદી આજ હી કરવા દે. ઔર વૈસે દેખા જાયે તો કુછ ભી હો સકતા હૈ, કભી ભી. પરંતુ સૌથી સારી વાત એ છે કે મારા પેરેન્ટસે મારા માટે કન્યા શોધવાનું બંધ કરી દીધું છે.'

કરિઅરને સંબંધ છે ત્યાં સુધી કુશલની છેલ્લી ટીવી સિરીયલ 'બરસાતે- મૌૈસમ પ્યાર કા' આ વરસના ફેબુ્રઆરીમાં પૂરી  થઈ. 'બરસાતે પૂરી થયા બાદ મેં પોતાના માટે સમય કાઢી મારી ફિજીકલ ફિટનેસ પર ધ્યાન પરોવ્યું. પરંતુ હવે હું કોઈ નવી અસાઈનમેન્ટ લઈશ. મને ઓટીટી અને ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી સારી ઓફર્સ મળી છે. દેખતે હૈં ક્યા હોતા હૈ!'

કોરોનાકાળ બાદ ટીવી શોઝમાં કોસ્ટ કટિંગ મુકાયાથી પોતાની ઈન્કમ ઘટી ગયાની ઘણાં એકટર્સ ફરિયાદ કરી રહ્યા છે પણ મિ. ટંડન એ બાબતમાં નસીબદાર છે. 'લકીલી, મને અત્યાર સુધી સારી પ્રાઈસ ચુકવાઈ છે. મારા છેલ્લી સીરિયલ માટે પણ મને સારી રકમ ચુકવાઈ હ તી. ટીવી ઈન્ડસ્ટ્રીમાં આર્ટિસ્ટો સાથે નાણાંની બાબતમાં ચર્ચા કરી સંમતિ સધાયા બાદ જ પ્રોડકશન હાઉસ આગળ વધે છે. ઘણાં એકટર્સને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કોસ્ટ કટિંગ વિશે ફરિયાદ હશે લેકિન દેનેવાલે અભી ભી દે રહે હૈ. એક્સપિરિયન્સ્ડ એકટર્સ કો ઉનકા ડયુ', એમ કુશલ થોડા ગર્વ મિશ્રિત ભાવ સાથે કહે છે.

આ તો થઈ પ્રોફેશનલન વાતો પરંતુ પર્સનલ લાઈફમાં પણ એકટર માટે આનંદની એક બીના બની છે. એના પેરેન્ટસ એની સાથે મુંબઈ રહેવા આવી ગયા છે. 'મોમ- ડેડ મુંબઈ શિફટ થયા એથી હું બહુ ખુશ છું. મારી ખુશી હું શબ્દોમાં ન વર્ણવી શકું. પરંતુ અમારા મૂળ તો કાયમ લખનઉમાં જ રહેશે. મા- બાપ સાથે હું વધુમાં વધુ સમય વીતાવું એ વેળા આવી ગઈ છે. એમને લાઈફના આ સ્ટેજમાં મારી સૌથી વધુ જરૂર છે. આપણે નાના હોઈએ ત્યારે મા- બાપ આપણી સંભાળ લે પણ હવે (મોટા થયા પછી) એમની કાળજી લેવાનો આપણો વારો છે', એવા શબ્દોમાં કુશલ પોતાની પેરેન્ટસ પ્રત્યેની લાગણી વ્યક્ત કરે છે.

પોતાના બાળપણના સંસ્મરણો શેયર કરતા ટંડન સમાપનમાં કહે છે, 'ફોર્થ સ્ટાન્ડર્ડથી હું બોર્ડિંગ સ્કૂલમાં ભણ્યો છું. સ્ટડી પુરી થયા બાદ અમેરિકા ગયો અને ત્યાંથી મુંબઈ આવી ગયો. એટલે ઘણાં વરસોથી હું પેરેન્ટસ સાથે બહુ રહ્યો નથી. પરંતુ હવે હું એ કમી પુરી કરીશ. એટલું ખરું કે અમે વચ્ચે વચ્ચે લખનઉ પણ જતા- આવતા રહીશું. અંતે તો એ અમારું વતન છે.'


Google NewsGoogle News