Get The App

કૃતિ સેનન: એક બેચારી... પ્રમોશન કે બોજ કી મારી!

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
કૃતિ સેનન: એક બેચારી... પ્રમોશન કે બોજ કી મારી! 1 - image


- પ્રમોશન ખૂબ જ કંટાળાજનક હોઈ શકે છે. જ્યારે હું 'ભેડિયા'  ફિલ્મનું પ્રમોશન કરી રહી હતી ત્યારે મને લગભગ નર્વસ બ્રેકડાઉન થઈ ગયું હતું.

રૂ પકડી અભિનેત્રી કૃર્તિ સેનને તાજેતરમાં ખૂબ બળાપા કાઢ્યા હતા. ના ના, આ કંઈ બ્રેક-અપનો કે કોઈ ફિલ્મમાંથી થઈ ગયેલી હકાલપટ્ટીનો મામલો નહોતો. મુદ્દો હતો, પ્રમોશનનો! કૃતિ કહે છે, 'સાચ્ચે, ફિલ્મોની પ્રમોશનલ એક્ટિવિટી થકવી નાખે છે. તે કલાકારના માનસિક સ્વાસ્થ્ય પર અવળી અસર કરી શકે છે.' 

અભિનેત્રી આ વાત તદ્દન સાચી છે. ફિલ્મનું પ્રમોશન ખરેખર એક થકવી નાખતી પ્રક્રિયા છે. ક્યારેક તો ફિલ્મ બનાવવા કરતાંય ફિલ્મને પ્રમોટ કરવાનું વધારે ભારે પડતું હોય છે! 

આ અંગે જરા વધુ વિસ્તૃત રીતે જણાવતાં કૃતિ કહે છે, 'પ્રમોશન ખૂબ જ કંટાળાજનક હોઈ શકે છે. જ્યારે હું 'ભેડિયા' (૨૦૨૨) ફિલ્મનું પ્રમોશન કરી રહી હતી ત્યારે મને લગભગ બ્રેકડાઉન થઈ ગયું હતું.'

કૃતિએ યુટયુબર રણવીર અલાહાબાદિયા સાથે પોસ્ટકાસ્ટ કરતી વખતે આ વાતો કરી હતી. એ કહે છે, 'તે વર્ષે મારી બીજી બે કે ત્રણ ફિલ્મો રિલીઝ થઈ રહી હતી. તેથી 'ભેડિયા'ની પહેલાં હું પણ બે-ત્રણ વખત ઓલરેડી પ્રમોશન કરી ચૂકી હતી.'

આ ૩૫ વર્ષીય અભિનેત્રી પ્રમોશન દરમિયાન કલાકારે અનુભવવી પડતી વ્યસ્તતા વિશે વાત કરી હતી. એ કહે છે, 'અમે તે પ્રમોશન દરમિયાન એક પછી એક જુદાં જુદાં શહેરોની મુસાફરી કરતાં હતાં. અમે એક વાર ચાર્ટર્ડ પ્લેન પણ કર્યું હતું. એક પછી એક શહેરની મુલાકાત લેવી, ઇન્ટરવ્યુ આપવા, રાતે સુઈ જવું ને બીજા દિવસે બીજા શહેરમાં. ઈન્ટરવ્યુમાં પણ એકની એક વાતનું વારંવાર પુનરાવર્તન થયા કરે. એટલી હદે કે મારા કો-સ્ટાર વરુણ ધવનને અને મને એકબીજાના જવાબો ગોખાઈ ગયા હતા.'

પ્રમોશનના અંતિમ દિવસે એક રિયાલિટી શૉમાં હાજરી આપવા માટે તૈયાર થતી વેળા કૃતિનું બ્રેકડાઉન થઈ ગયું હતું. એ કહે છે, 'હું મારી વેનિટી વેનમાં તૈયાર થઈ રહી હતી ત્યારે અચાનક વાત કરતાં કરતાં હું રડવા લાગી. મારી ટીમ મને આ હાલતમાં જોઈને ગભરાઈ ગઈ હતી. તમે કંઈ પણ કરતા હો, પણ જો તે કરવામાં તમને આંતરિક ખુશી ન મળતી હોય, આનંદ થતો ન હોય તો તમારી આવી હાલત થઈ શકે છે. તમે એકદમ સ્ટ્રેસ અનુભવવા લાગો છો...' 

કૃતિની વાત સાચી, પણ એની સમસ્યાનો કશો ઉપાય નથી. જમાનો જ એવો છે કે ફિલ્મનું પ્રમોશન હવે ફિલ્મના શૂટિંગ જેટલું જ મહત્ત્વનું બની ગયું છે. 

અનિવાર્ય અનિષ્ટ યા તો પ્રોફેશનલ હેઝાર્ડ તે આનું નામ! 


Google NewsGoogle News