કૃષ્ણા અભિષેક - કાશ્મીરા શાહ ઉઘાડે છે સુખી વિવાહિત જીવનનું રહસ્ય
- 'લોકોને લાગતું હતું કે હું કૃષ્ણા કરતાં 10 વર્ષ મોટી છું તેથી અમારો સંબંધ લાંબો સમય નહીં ટકે. વળી, હું પગભર યુવતી હતી. મારે પૈસા માટે કોઈની સામે જોવાની જરૂર નહોતી.'
શોબિઝમાં કાશ્મીરા શાહ અને કૃષ્ણા અભિષેકની જોેડી આશ્ચર્યજનક દંપતિ તરીકે ઓળખાય છે. તેમના વિવાહને ૧૮ વર્ષના વહાણા વાઈ ગયા છે. મોટાભાગના લોકોને એમ લાગતું હતું કે તેમનું લગ્નજીવન અલ્પજીવી નીવડશે. પરંતુ એવું બન્યું નહીં. ૧૮ વર્ષ પછી પણ આ યુગલ રાજીખુશીથી પોતાના જોડિયા સંતાનો સાથે જીવનનો આનંદ લઈ રહ્યું છે. હમણાં બંને ટીવી શો 'લાફ્ટર શેફ્સ' માં સાથે મળીને રાંધતા રાંધતા દર્શકોને હસાવે છે.
કાશ્મીરા કહે છે કે જ્યારે અમે એકમેકને પસંદ કરવા લાગ્યાં હતાં ત્યારે હું ૩૨ વર્ષની હતી અને કૃષ્ણા ૨૨ વર્ષનો. અલબત્ત, હું મારા માટે મારા કરતાં યુવાન છોકરો નહોતી શોધી રહી. પરંતુ અમે પરસ્પર ખેંચાણ અનુભવ્યુ ંહતું. અને મિત્રો તરીકે મળવાનું શરૂ કર્યું હતું તે વખતે કૃષ્ણા શોબિઝમાં નવો હતો અને મારી ઓળખ સેલિબ્રિટી તરીકે હતી. સ્વાભાવિક રીતે જ લોકો એમ માનવા લાગ્યાં હતાં કે મને કોઈક ધનાઢય વ્યક્તિ મળી જશે તો હું કૃષ્ણાને છોડી દઈશ. તેના સિવાય લોકોને એમ પણ લાગતું હતું કે હું તેના કરતાં ૧૦ વર્ષ મોટી છું તેથી અમારો સંબંધ લાંબો સમય નહીં ટકે. વળી હું પગભર યુવતી હતી. મને પૈસા માટે કોઈની સામ ેજોવાની જરૂર નહોતી. મારી ગણના હોટ અને સેક્સી યુવતીઓમાં થતી હતી. સામાન્ય રીતે આવી યુવતીઓ માટે એમ ધારી લેવામાં આવે છે કે તેઓ કોઈની સાથે ડેટ ભલે કરે, પણ લગ્ન ન કરે. તેથી લોકોએ એમ પણ માની લીધું હતું કે અમે સાથે મળીને મોજમઝા કર્યા પછી છૂટાં પડી જઈશું. કૃષ્ણાના પિતાએ સુધ્ધાં અમારા સંબંધ પર મંજુરીની મોહર નહોતી મારી. પરંતુ અમે સંખ્યાબંધ અડચણો પાર કરીને અમારો સંબંધ જાળવી રાખ્યો.
મઝાની વાત એ છે કે કૃષ્ણાને પણ નહોતું લાગ્યું કે તેમનો સંબંધ ક્યારેક આટલો બધો મજબૂત થઈ જશે. કોમેડિયન કહે છે કે અમે ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારે કાશ્મીરા હૉટ અને સેક્સી હતી. તે શાહરૂખ ખાન અને જેકી શ્રોફ જેવી સેલિબ્રિટીઓ સાથે કામ કરતી હતી. જ્યારે હું આ ઈન્ડસ્ટ્રીમાં નવોસવો હતો. જો કે કાશ્મીરા મારા કરાતં મોટી વયની હતી તેનાથી મને કંઈ ફરક નહોતો પડતો. હું બહુ ગર્વથી કાશ્મીરાને મારી ગર્લફ્રેન્ડ લેખાવતો. અમે પહેલી વખત જયપુર ખાતે એક ફિલ્મના સેટ પર મળ્યા ંહતાં. અમારી પરસ્પર ઓળખાણ થઈ ત્યાર પછી અમે સારા મિત્રો બની ગયાં. એક દિવસ કાશ્મીરાએ મને તેના ઘરે ડિનર માટે બોલાવ્યો. અને હું તેના ઘરે જ રોેકાઈ પડયો. આમ, અમારા ગાઢ સંબંધનો આરંભ વન નાઈટ સ્ટેન્ડથી થયો હતો. પ્રારંભિક તબક્કે અમે અમારા સંબંધને ગંભીરતાથી નહોતો લીધો. અમે સાથે સાથે પુષ્કળ ફર્યાં. પરંતુ ક્યારેય લગ્ન કરવા વિશે નહોતું વિચાર્યું. અમને એમ લાગતું હતું કે અમારો સંબંધ લાંબો નહીં ટકે. પરંતુ હું જ્યારે કાશ્મીરા સાથે હોઉં ત્યારે બહુ ખુશ રહેતો. અમે બહુ સારા મિત્રો બની રહ્યાં હતાં. લોકો મારી મજાક ઉડાવતાં અને કહેતાં કે મને 'કાશ' અને 'કેશ' કેમ બહુ ગમે છે. કૃષ્ણા વધુમાં કહે છે કે અમે આજથી ૧૮ વર્ષ પહેલા લિવ-ઈન-રિલેશનશીપમાં હતાં. તે વખતે આ વાત બહુ મોટી ગણાતી. મારા પિતાને આ વાત પસંદ નહોતી. લોકોને એમ લાગતું કે કાશ્મીરા મને ફસાવી રહી છે. પરંતુ છ વર્ષ સુધી એક છત હેઠળ રહ્યાં પછી મને લાગ્યું કે મારે મારું જીવન મારા માટે તેમ જ મારા પરિવાર માટે જીવવું છે. લોકો શું કહેશે તેની પરવા નથી કરવી. છેવટે અમે વર્ષ ૨૦૧૨ માં લાસ વેગાસ ખાતે ગૂપચૂપ પરણી ગયાં. એક વર્ષ સુધી અમે અમારા લગ્નની વાત સંતાડી રાખી. અમે ઈચ્છતા હતાં કે અમે માતાપિતા બનવાના હોઈશું ત્યારે આ વાત જાહેર કરીશું. પરંતુ અમારા ઘરે પારણું છેક ૨૦૧૭ની સાલમાં બંધાયુ. આજે અમારા ઘરે 'કૃષ્ણાંગ' અને 'રાયન ' રમે છે. પોતાના સુખી દામ્પત્ય જીવનનું રહસ્ય ઉઘાડત કૃષ્ણા કહે છે કે કાશ્મીરા હમેશાં અડીખમ બનીને મારી પડખે ઊભી રહી છે. તેણે મારી કારકિર્દી ઘડવામાં મહત્તમ ફાળો આપ્યો છે. હું ભલે ગોવિંદાના ભાણેજ તરીકે ઓળખાતો હતો. પરંતુ પેજ-૩ પાર્ટીઓમાં મને કોઈ નહોતું ઓળખતું. ગોવિંદા મામાએ અમારા પરિવારને પુષ્કળ આર્થિક સહાય કરી છે. પરંતુ મારી કારકિર્દીના ઘડતરમાં મારી મહેનત અને કાશ્મીરાનું માર્ગદર્શન કામકરી ગયાં એ કબૂલવું જ રહ્યું. ખરેખર તો અમે એકબીજાના પૂરક છીએ. અમારા મતભેદો ક્યારેય મનભેદમાં નથી પરિણમ્યા. અમારા મજબૂત સંબંધોનો યશ અમારી મૈત્રીને ફાળે જાય છે.