કાર્તિક આર્યન : પાપારાઝી કલ્ચરને મનભરીને માણે છે
કાર્તિક આર્યને અત્યાર સુધીની ફિલ્મોમાં પોતાની બહુમુખી પ્રતિભાનો પરિચય આપ્યો ચે. તોડા સમય પહેલા તેની 'ચંદુ ચેમ્પિયની હતી. અને તાજેતરમાં તેની હોરર - કોમેડી 'ભુલભૂલૈયા-૩' રજૂ થઈ. મહત્ત્વની છતાં કાર્તિક માટે મૂંઝવણ ેદા રે એવી વાત એ છે કે તેણે અભિનયના વિવિધ પાસામાં પોતાના હુન્નરને પ્રદર્શિત કર્યું હોવા છતાં તેની તુલના અક્ષય કુમાર સાથે થાય છે.
અલબત્ત, અક્ષય કુમાર જેવા દિગ્ગજ કલાકાર સાથે પોતાની તુલના થાય એ કાર્તિક માટે ગર્વની વાત ગણાય. પરંતુ અભિનેતા આ બાબતે મૂંઝવણ અનુભવે છે. તે કહે છે કે ક્યાં અક્ષય કુમાર અને ક્યાં હું. તે લાંબા વર્ષોથી આ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. તેમની સામે તો હું નવો નિશાળિયો ગણાઉ. તેથી અમારી સરખામણી થઈ જ શી રીતે શકે? હા, કદાચ 'ભુલ ભૂલૈયા' ફ્રેન્ચાઈસીને કારણે અમારી તુલના થતી હોય એવું બને.
જો કે કાર્તિક આજે જે મુકામ પર પહોંચ્યો છે તેનો માર્ગ અભિનેતા માટે સરળ નહોતો. તેણે સારો રોલ મેળવવા અવિરત ઓડિશન આપ્યાં છે અને મોલ તેમ જ સ્ટેશન પર પણ કપડાં બદલ્યાં છે. અભિનેતા કહે છે કે ફિલ્મોદ્યોગમાં મને કંઈ નહોતું ઓળખતું. શરૂઆતના બેથી અઢી વર્ષ સુધી હું સતત ઓડિશન આપતો રહ્યો. અને મને રીજેક્શન મળતાં રહ્યાં. હું જાહેર પરિવહનમાં પ્રવાસ કરતોે. મનમાં સતત એક જ ધૂન રહેતી કે ક્યારેક તો મને મોકો મળશે. છેવટે મને 'પ્યાર કા પંચનામા' મળી. આ કપરાં સમયમાં જ હું ધીરજ ધરતાં અને પોતાની જાત પર વિશ્વાસ રાખતાં શીખ્યો.
અભિનેતાની આ ધીરજ રંગ લાવી અને તેને જે જોઈતું હતું તે સઘળું પામ્યો. કાર્તિક કહે છે કે ઘણાં લોકો આજે મને પૂછે છે કે સોશ્યલ મીડિયા અને પેપ કલ્ચર તેની ચરમ પર છે. કલાકારો પર સતત કેમેરા મંડાયેલા રહે છે ત્યારે તેમના અંગત જીવનની ગોપનીયતા નથી જળવાતી. આખ વખત કેમેરાની નજરમાં રહેવાનું કેવું લાગે છે? આ સવાલનો મારી પાસે એક જ જવાબ છે કે મને તેની સામે જરાય વાંધો નથી. હકીકતમાં હું દિલથી આ બધું ઈચ્છતો હતો. જો કે તે મજાકના સૂરમાં એમ પણ કહે છે કે કેટલીક વખત એવુ ં લાગે જાણે હું બિગ બોસના ઘરમાં આવી ગયો છું. પરંતુ ફરી પાછો પોતાની વાત પર આવતાં કહે છે કે હું જે પ્રેમ અને અટેન્શન ઈચ્છતો હતો તે મને ધાર્યાં કરતા પણ વધુ મળી રહ્યાં છે. લોકો મને મારા નામથી ઓળખે છે. મારી સાથે સેલ્ફી લેવા પડાપડી કરે છે. મને આ બધું બહુ ગમે છે. હું હંમેશાથી ઈચ્છથો હતો કે મારા પોસ્ટર લાગે. મારી ફિલ્મોની વાતો થાય. મારું આ શમણું સાકાર થયું છે.
અભિનેતા 'ભૂલ ભૂલૈયા-૩' ના પોતાના પાત્ર વિશે કહે છે કે 'ભૂલ-ભૂલૈયા-૨' માં મારું 'રૂહ બાબા' નું કિરદાર સેટ નહોતું થયું. પરંતુ 'ભૂલ ભૂલૈયા-૩' સુધી 'રૂહ બાબા' એ પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી લીધું છે. હવે લોકો મને મારા નામ ઉપરાંત 'રૂહ બાબા' કહીને પણ બોલાવે છે. તેના જેવા વસ્ત્રો પહેરે છે. તેની જેમ નાચે છે. મારા પાત્રને આટલુ માન મળે છે તે જ મારા માટે ગૌરવની વાત છે.
કાર્તિકને માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન જેવી ટોચની અભિનેત્રીઓ સાથે કામ કરવા મળતાં તેની ખુશી સાતમા આસમાને હતી. અભિનેતા કહે છે માધુરી દિક્ષિત સાથે કામ કરીને હું ધન્ય થઈ ગયો. તેમના જેવી લીજેન્ડ અદાકારા પાસેથી કેટલું બધું શીખવા મળે. તેમની પાસેથી કશુંક આત્મસાત કરવા જ હું મારા સીન ન હોય તોય સેટ પર જતો અને તેમને દ્રશ્યો આપતાં જોતો રહેતો. આમેય હું તેમના નૃત્યનો જબરો પ્રશંસક છું. મને પોતાને પણ ડાન્સ કરવાનું અત્યંત પ્રિય છે. આવી સ્થિતિમાં તેમની સાથે કામ કરતી વખતે ધન્યતા ન અનુભવાય તો જ નવાઈ.
અભિનેતા વિદ્યા બાલન વિશે કહે છે કે હું હંમેશાંથી તેમનો પણ પ્રશંસક રહ્યો છું. તેઓ સેટ પર આવે ત્યારે એક પ્રકારનું ચુંબક લેતા આવે છે. તેઓ જ્યારે કેમેરા સામે ન હોય ત્યારે તમારી સાતે એવી રીતે વાતો કરે ત્યારે તમારી સાથે એવી રીતે વાતો કરે જાણે તે તમારા નિકટના મિત્ર હોય. મને તેમની સાથે વાતો કરવાની ભારે મોજ પડતી. અને તૃપ્તિ ડિમરીની વાત કરું તો તેની સાથે મેં પહેલી વખત કામ કર્યુ છે. જો કે પહેલી ફિલ્મમાં જ અમારી કેમેસ્ટ્રી જામી ગઈ. અને તે પડદા પર પણ દેખાય છે.
કાર્તિક માટે લોકો 'હોટ એન્ડ હેપનિંગ' શબ્દોનો પ્રયોગ કરે છે. અને તેમને એ વાતનું આશ્ચર્ય પણ થાય છે કે આમ છતાં તે સિંગલ કેમ છે? આના જવાબમાં અભિનેતા મજાકના સૂરમાં કહે છે કે મને મારા જેવી 'હોટ એન્ડ હેપનિંગ' મળી નથી.