Get The App

કાર્તિક આર્યન, એન્જિનીયર! .

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
કાર્તિક આર્યન, એન્જિનીયર!                                        . 1 - image


- 'ફ્રોમ સિટીંગ ઓન ધ બેકબેન્ચ ટુ સ્ટેન્ડિંગ ઓન ધ સ્ટેજ, ફોર માય કોન્વોકેશન!' 

આજના  સમયના  હિન્દી  ફિલ્મોના સૌથી હોટ હીરો પૈકીનો એક કાર્તિક  આર્યન  હવે પોતાના નામ  બ્રેકેટમાં  'બી.ઈ.' (બેચલર ઓફ એન્જિનીયરીંગ) લખી  શકે  છે.  એટલા માટે કે તાજેતરમાં નવી મુંબઈની  ડી.વાય. પાટિલ યુનિવર્સીટીએ  કાર્તિકને  એન્જિનિયરીંગની ડિગ્રી  આપી એનું ૂબહુમાન કર્યું  હતું. લગભગ એક દાયકા  પહેલા  એક્ટર આ જ યુનિવર્સિટીમાં એન્જિનીયરીંગનો  અભ્યાસ  કરતો હતો.  કાર્તિકે   તરત ઈન્સ્ટાગ્રામ પર કોન્વોકેશન એરેમનીના  ફોટા અને વિડીયો  શેયર કરી પોતાનાકોલેજના દિવસો યાદ કર્યાં. 

૩૪  વરસનોે  અભિનેતા   ફોટામાં   કોલેજના બેચમેટ્સ સાથે  મસ્તીમાં   નાચતો-ઝુમતો  જોવા મળે છે.  પોતાના  એક જૂના સ્ટુડન્ટ્સને  સેલિબ્રિટીના રૂપે  આવરી કોલેજનો સ્ટાફ પણ  જબરા ઉત્સાહમાં  આવી  ગયો હતો.  એ દરેક સ્ટાફરને પ્રેમથી મળ્યો હતો.  પોતાની પોસ્ટ સાથેની કેપ્શનાં આર્યને  લખ્યું:  'ફ્રોમ સિટીંગ ઓન ધ બેકબેન્ચ ટુ સ્ટેન્ડિંગ ઓન ધ સ્ટેજ, ફોર માય કોન્વોકેશન-વ્હોટ એ જર્ની ઈટ હેઝ બીન! (પાછલી બેન્ચ પર બેસતા  વિદ્યાર્થી  શરૂઆત કરી પદવી   લેવા સ્ટેજ પર  ઊભા રહેવા સુધી પહોંચ્યો- કેવી  સરસ  સફર રહી છે મારી!)

'ડી.વાય. પાટિલ યુનિવર્સિટી, તેં મને યાદો  આપી,   સપનાં  આપ્યા અને હવે ફાઈનલી  ડિગ્રી પણ આપી. વિજય પાટિલ  સર, મારા અતુલનીય ટીચરો  અને  અહીં  આવેલા ને સપનાં જોનારા યુવાનો- તમે મારા  પર વરસાવેલા સ્નેહ માટે  તમારો  સૌનો આભાર.  મને આજે  મારા ઘરે આવ્યો હોઉઁ એવી લાગણી થઈ રહી  છે,' એમ   એક્ટરે  પોસ્ટમાં  વધુમાં  લખ્યું હતું.

એક  વીડિયોમાં  કાર્તિક  પોતાના નામ લખેલું  કોલેજની કસ્ટમાઈઝ્ડ  જર્સી  પહેરીને  ખીચોખીચ ભરેલા  ઓડિટોરિયમને સંબોધતો  દેખાય  છે. એણે  સ્ટેજ  પર કોલેજના  સ્ટુડન્ટ્સ  સાતે પોતાની  લેટેસ્ટ  હિટ  ફિલ્મ:   'ભુલભૂલૈયા-૩'  ના ટાઈટલ  સોંગ પર  ડાન્સ પણ કર્યો હતો. 

અત્રે  નોંધવું  ઘટે  કે ૨૦૧૧માં લવ રંજનની ફિલ્મ   'પ્યાર  કા પંચનામા'' માં કાર્તિકને   બ્રેક  મળ્યો ત્યારે એ  ડી.વાય.  પાટિલમાં એન્જિનિયરીંગનો  અભ્યાસ કરતો હતો.  


Google NewsGoogle News