કરિશ્મા કપૂર : ડાન્સિંગ ક્વીન હવે બને છે ડાન્સ શોની જજ

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
કરિશ્મા કપૂર : ડાન્સિંગ ક્વીન હવે બને છે ડાન્સ શોની જજ 1 - image


- કરિશ્મા ખુદ સારી ડાન્સર છે એટલે એક ડાન્સ શૉમાં  તેની જજ તરીકે  પસંદ કરવી તે એક  સ્માર્ટ મૂવ તો છે જ. કરિશ્મા પાસે સ્ટાર પાવર ઉપરાંત સમય છે, જે આ પ્રકારના શો માટે આવશ્યક છે.

અભિનેત્રી કરિશ્મા કપૂર હવે રિયાલિટી ડાન્સ શૉ 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સિઝન-૪' માં જજ તરીકે  જોવા મળશે.  છેલ્લે 'મર્ડર મુબારક' માં જોવા મળેલી  કરિશ્મા કપૂર તો આ ઑફરથી ઘણી ખુશ છે જ, પણ તેના કરતાંય એના ફેન્સ વધુ ખુશખુશાલ થઈ ગયા છે. 

એંસીના  દાયકામાં  કરિશ્મા કપૂરે અભિનેત્રી તરીકેની  કારકિર્દી શરૂ કરી હતી અને ટૂંક સમયમાં  તો એ લોકપ્રિય અભિનેત્રી  બની ગઈ હતી. આમિર ખાન સાથે 'રાજા હિન્દુસ્તાની' ઉપરાંત 'હીરો નં. વન', 'જુડવા', 'બીવી નં.વન', 'ઝુબૈદા', 'ફિઝા' અને એવી તો કેટલીય  હીટ  ફિલ્મો તેણે આપી હતી.  ગોવિંદા સાથે તેની  જોડી તો જબરદસ્ત   લોકપ્રિય નિવડી હતી. ફિલ્મોમાં   તેનું  કોમિક ટાઈમિંગ,  તેના સદાબહાર ગીતોને આગળ ધપાવતા ડાન્સ મુવ્ઝ, તેને ઓન-સ્ક્રીન  કેમેરા સામે અફલાતૂન અભિનય,  ગોવિંદા સાથેની  તેની જબરદસ્ત   જોડી અને અદાકારીએ કરિશ્મા  કપૂરને દર્શકોના હૃદયમાં  અનેરું સ્થાન  અપાવ્યું છે. હવે એ  ટેલિવિઝન પર આવી રહી છે, એ એક બેચમાર્ક  બની રહે તો નવાઈ નહીં.

'આઈબીડી સિઝન-૨' અને ૩ માં તેણે ગેસ્ટ જજ  તરીકે ભૂમિકા નિભાવી હતી. કરિશ્મા ખુદ સારી ડાન્સર છે એટલે એક ડાન્સ શૉમાં  તેની જજ તરીકે  પસંદ કરવી તે એક  સ્માર્ટ મૂવ તો છે જ. કંઈ પણ કહો, પણ તેની પાસે હજુ સ્ટાર પાવર છે. ખાસ તો એની પાસે પુષ્કળ સમય છે, જે આ શોના જજ હોવા માટે આવશ્યક છે.

આ શૉમાં કરિશ્મા  ઉપરાંત ટેરેન્સ  લુઈસ અને ગીતા કપૂર પણ હશે. 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ની પહેલી બે સિઝનમાં આ બન્નેની સાથે મલાઈકા અરોરા જજ હતી, સિઝન થ્રીમાં સોનાલી  બેન્દ્રે હતી, અને હવે કરિશ્મા છે. ગીતા -ટેરેન્સ-કરિશ્માની પેનલ ઘણી મજબૂત અને સક્ષમ બની રહેશે, એ તો નક્કી.


Google NewsGoogle News