44ની કરીના કપૂર ખાન નિર્માત્રી બની
- દોઢ કલાકની ધ બકિંગહામ મર્ડર્સ મૂળ તો કેટ વિન્સલેટની મેર ઓફ ઇસ્ટટાઉનથી પ્રેરિત છે. કરીનાને જસ ભામરા તરીકે પોતાની અંદર રહેલી કેટ વિન્સલેટને બહાર લાવવાની તક મળી છે. આ ફિલ્મમાં જે ત્રિપુટી એકત્ર થઇ છે તે પણ રસપ્રદ છે.
કરીના કપૂરની કારકિર્દી હાલ એક રસપ્રદ તબક્કામાંથી પસાર થઇ રહી છે. એક તરફ તેની અલગ પ્રકારની ફિલ્મો જાનેજાન, ધ બકિંગહામ મર્ડર્સ અને ક્રુ રજૂ થઇ છે તો બીજી તરફ તેની મોટા બેનરની ફિલ્મો સિંઘમ અગેઇન અને હવે યશ સાથેની ટોક્સિકની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. નોંધપાત્ર બાબત એ છે કે હવે બોલીવૂડમાં ચાળીસી વટાવ્યા બાદ હિરોઇનોને મોટી ફિલ્મોમાં કામ કરવા મળે છે. બાકી એક જમાનામાં તો હિરોઇન પરણે એટલે તે સાથે જ તેની કારકિર્દી પણ પૂર્ણવિરામ મુકાઇ જતું હતું.
કરીનાના ચાહકો જાણે છે તેમ તે રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સિંઘમ અગેઇન પણ કરી રહી છે. સિંઘમ અગેઇનમાં કરીના કપૂર ડીસીપી બાજીરાવ સિંઘમ યાને અજય દેવગણની પત્ની અવની કામતની ભૂમિકામાં જોવા મળશે. રીમા કાગતીની સાયકોલોજિકલ ક્રાઇમ થ્રીલરમાં રહસ્યમયી રોઝીની ભૂમિકામાં કરીનાના કામની પણ ખાસ નોંધ લેવાઇ હતી.
દોઢ કલાકની ધ બકિંગહામ મર્ડર્સ મૂળ તો કેટ વિન્સલેટની મેર ઓફ ઇસ્ટટાઉનથી પ્રેરિત છે. કરીનાને જસ ભામરા તરીકે પોતાની અંદર રહેલી કેટ વિન્સલેટને બહાર લાવવાની તક મળી છે. આ ફિલ્મમાં જે ત્રિપુટી એકત્ર થઇ છે તે પણ રસપ્રદ છે. કરીના કપૂર કમર્શિયલ એક્ટ્રેસ તરીકે બ્રિટિશ પોલીસ અધિકારી તરીકે ફિલ્મને જરૂરી ગ્લેમર પુરૂ પાડે છે તો હંસલ મહેતા તેમની ટેવ પ્રમાણે બને એટલા વાસ્તવિક રીતે પેશ આવે છે તો એક્તા કપૂરે તેમાં ડ્રામાબાજીના તમામ મસાલા ઉમેર્યા છે. આમ, ત્રણે જણાં અલગ અલગ દિશામાંં આવીને બકિંગહામશાયરમાં મર્ડર મિસ્ટરી સોલ્વ કરે છે. કરીના કપૂર ખાન માટે આ વિદેશી કોપની ભૂમિકા રસપ્રદ એટલા માટે બની રહી છે કે હવે તે સિંઘમ અગેઇનમાં ફરી દેશી કોપ તરીકે દેખા દેવાની છે. દિવાળીમાં સિંઘમ અગેઇન બોક્સ ઓફિસને ગજવશે તેમાં કોઇ શંકા નથી.