Get The App

કલ્કી : હમ ગોરે હૈં તો ક્યા હુઆ દિલવાલે હૈં...

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
કલ્કી : હમ ગોરે હૈં તો ક્યા હુઆ દિલવાલે હૈં... 1 - image


- 'દરેક કલાકાર એવા મુકામે પહોંચવાનું સપનું જોતો હોય છે જ્યાં પહોંચ્યા પછી તે માત્ર પોતાની પસંદગીનું કામ કરી શકે. અલબત્ત, આ સપનું સાચું પડે તોય તે સફળતાની ખાતરી ન આપી શકે.'

વર્ષ ૨૦૦૯માં 'દેવ ડી' દ્વારા હિન્દી ફિલ્મોદ્યોગમાં શુભારંભ કર્યા પછી અભિનેત્રી કલ્કી કોચલીને સંખ્યાબંધ કમર્શિયલ અને ઓફબીટ ફિલ્મો કરી. અલબત્ત, દરેક કલાકારને એક યા બીજા પ્રકારે સંઘર્ષ કરવો પડે છે. કલ્કીને પણ આવી સમસ્યાનો સામનો કરવો પડયો હતો. ખાસ કરીને તેની ગોરી ત્વચા તેને ડગલેને પગલે આડી આવતી હતી. સામાન્ય રીતે બોલિવુડમાં ગૌર વર્ણને પ્રાધાન્ય મળે છે. પરંતુ કલ્કીની દૂધ જેવી ઉજળી-ચળકતી ત્વચાએ તેનું કામ મર્યાદિત કરી નાખ્યું હતું. તેને માત્ર એવી ફિલ્મોમાં જ કામ કરવાની ઑફરો આવતી જેમાં કેરેક્ટરે વિદેશી યુવતી જેવી રૂપાળી દેખાવાનું હોય.

અદાકારા પોતાની સૌપ્રથમ ફિલ્મ 'દેવ ડી' વિશે કહે છે કે આ મૂવી રજૂ થઈ પછી કોઈ પત્રકારે મારા વિશે લખ્યું હતું કે મારા જેવી રશિયન છોકરીઓને હિન્દી બોલતાં પણ આવડતું હોતું નથી. આમ છતાં તેઓ મુંબઈ આવીને એકાદ ફિલ્મ કરીને પાછી ઘરભેગી થઈ જતી હોય છે. તે વખતે મારા મનને બહુ ઠેસ પહોંચી હતી. મેં કહ્યું હતું કે આ વાત સાચી નથી. હું રશિયન યુવતી નથી. હું ભારતીય તમિળ યુવતી છું. મારો જન્મ પોંડિચેરીમાં થયો છે. અભિનેત્રી જોકે એવી સ્પષ્ટતા પણ કરે છે કે હવે ગોરી ત્વચા વિશેના લોકોના વિચારો બદલાયા છે. લોકોને હવે એ વાતની જાણ થઈ ગઈ છે કે હું આ દેશમાં જ જન્મી છું તેથી ફિલ્મ સર્જકોને પણ મારા ગૌર વર્ણ બાબતે ખુલાસા આપવાની આવશ્યકતા નથી રહેતી. આમ છતાં એ હકીકતથી પણ ઈન્કાર થઈ શકે તેમ નથી કે મારી ગોરી ત્વચાને પગલે મને મર્યાદિત ફિલ્મો મળતી. સિક્કાની બીજી બાજુ નજર નાખું તો મને જેટલા રોલ મળ્યા છે તે બધા રસપ્રદ રહ્યા છે. એ રીતે મને મારો ગૌર વર્ણ ફળ્યો છે.

જોકે પછીથી કલ્કીએ 'ઝિંદગી ના મિલેગી દોબારા' (૨૦૧૧), 'યે જવાની હૈ દીવાની' (૨૦૧૩), 'માર્ગારિટા વિથ અ સ્ટ્રૉ' (૨૦૧૫) જેવી ફિલ્મો કરીને પુરવાર કરી બતાવ્યું કે તે દરેક પ્રકારની મૂવીઝ કરવા જેટલી સક્ષમ છે. તે કહે છે કે દરેક કલાકાર સફળ થવાનું અને એવા મુકામે પહોંચવાનું સપનું જોતો હોય છે જ્યાં પહોંચ્યા પછી તે માત્ર પોતાની પસંદગીનું કામ કરી શકે. અલબત્ત, તેનું આ શમણું સાચું પડે તોય તે સફળતાની ખાતરી ન આપી શકે. તે વધુમાં કહે છે કે 'દેવ ડી'ને પણ રાતોરાત સફળતા નહોતી મળી. તેને લોકપ્રિયતા મળતાં વર્ષો વિતી ગયા હતા. 

૨૦૧૯માં કલ્કીએ સૌપ્રથમ વખત દક્ષિણ ભારતીય ફિલ્મોદ્યોગમાં ડગ માંડયા. તેણે તમિળ ફિલ્મ 'નરકોંડા પારવાઈ'માં કેમિયો કર્યો. વર્ષ ૨૦૨૦માં અભિનેત્રીએ 'પાવા કઢાઈગલ'માં કામ કર્યું હતું. અને હવે તે વધુ એક તમિળ ફિલ્મ કરવાની છે. અદાકારાએ પોર્ટુગલમાં તેનું શૂટિંગ કર્યું છે. તે કહે છે કે ઘણી દક્ષિણ ભારતીય ફિલ્મોની હિન્દી રીમેક બનતી હોય છે. તેથી હું માત્ર મૂળ ફિલ્મમાં જ કામ કરવા માગું છું. તે વધુમાં કહે છે કે તમિળ મારી માતૃભાષા હોવાથી હું તે બહુ સરળતાથી બોલી શકું છું. સાથે સાથે હું ફ્રેન્ચ પણ કડકડાટ બોલી જાણું છું.

એ વાત સર્વવિદિત છે કે કલ્કીના પહેલાં લગ્ન ફિલ્મ સર્જક અનુરાગ કશ્યપ સાથે થતાં હતાં. હવે તે તેના પાર્ટનર ગાય હર્શબર્ગની પુત્રીની માતા છે. આમ છતાં થોડા સમય અગાઉ તે અનુરાગ કશ્યપની પુત્રીની સગાઈની પાર્ટીમાં ગઈ હતી. કલ્કી આ બાબતે કહે છે કે મને અનુરાગની દીકરી આલિયા 

સાથે સારું 

બને છે. હું અનુરાગ સાથે રહેતી હતી ત્યારથી તેને ઓળખું છું. તે વખતે આલિયા નાની હતી. આમ છતાં અમે ઘણો સમય સાથે વિતાવ્યો હતો. હું આલિયાની મમ્મી આરતી બજાજના સંપર્કમાં પણ રહું છું. મહત્ત્વની વાત એ છે કે આજે અમે બંને એક જ નૌકાના મુસાફરો જેવા છીએ. મારી પુત્રી સાફોને લગે છે કે આલિયા ખરેખર રાજકુમારી છે! 


Google NewsGoogle News