Get The App

કૈલાસ ખેર : હું યુવા પેઢીમાં આપણું લોકસંગીતની પોપ્યુલર બનાવવા માગું છું

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
કૈલાસ ખેર : હું યુવા પેઢીમાં આપણું લોકસંગીતની પોપ્યુલર બનાવવા માગું છું 1 - image


- 'આપણે  પરંપરાગત  કળા સ્વરૂપોને ફ્યુઝન  મ્યુઝિકની  આડમાં રજૂ કરીએ  છીએ ત્યારે  લોકો તેનું મહત્ત્વ સમજી શકતા નથી. આપણે  શા માટે  તેના મૂળ સ્વરૂપને મોળું કરી દઈએ છીએ?' 

કૈ લાસ ખેર લોકસંગીતના  અચ્છા  જાણકાર છે, એવું  તો એકથી વધુવાર  પુરવાર થઈ ગયું  છે. તેથી જ તેમના રિયાલિટી  શૉને જબરદસ્ત પ્રોત્સાહન  મળી રહ્યું. આ  રિયાલિટી  શૉ ભારતનો પ્રથમ  એવો શૉ છે,  જેમાં લોકસંગીતને  પ્રાધાન્ય અપાયું  છે અને લોકસંગીતને નિકટતાથી   સ્પર્શવામાં આવ્યું   છે.'

આ  શૉનું  નામ 'ભારત કા  અમૃત કલશ' નામ  અપાયું  છે  અને તેના   મેન્ટર   અને  નિર્માતા  પણ તેઓ પોતે જ  છે. આ સંદર્ભે  કૈલાસ  ખેર કહે છે, 'આપણે  ઘણીવાર  આપણી લોકસંસ્કૃતિ અને તેની  વિવિધતા   વિશે વાતો કરીએ  છીએ, પણ આપણે  તેની ઉજવણી  કરતા નથી.  કે તેની સાથે  જીવતા પણ  નથી.  લોક સંસ્કૃતિ એ માત્ર સંગીત અને કળા નથી, પણ એક જીવનશૈલી છે,  જો  હમે  વિરાસત  મેં મિલી હૈ.  જોકે લોકો તેના મહત્ત્વને સમજી  શક્યા નથી અથવા  તો સાચા અર્થમાં  ઓળખી શક્યા નથી.  અને  ધીમે ધીમે  આ અમૂલ્ય  લોક સંસ્કૃતિ લુપ્ત થતી રહી  છે.'

આ  વાતને  આગળ ધપાવતા  કૈલાસ  ખેર  કહે છે, 'હું ૧૮ વર્ષથી આ ઉદ્યોગમાં  છું અને હંમેશાં  અમારી સમૃદ્ધ લોકસંસ્કૃતિને આજની પેઢીમાં  પ્રમોટ કરવા માગું  છું.  વિકસાવવા માગું છું,  કારણ કે એ જ આપણા  મૂળ છે.'

દૂરદર્શન પર ટેલિકાસ્ટ થઈ રહેલા આ શો વિશે કૈલાસ કહે  છે, ' ભારત કે કિસી  ભી મંચ યા ચેનલ પર  ઐસા રિયાલિટી  શો નહીં હૈ. આપણે  પરંપરાગત  કળા સ્વરૂપોને ફ્યુઝન  મ્યુઝિકની  આડમાં રજૂ કરીએ  છીએ ત્યારે  લોકો તેનું મહત્ત્વ સમજી શકતા નથી. આપણે  શા માટે  તેના મૂળ સ્વરૂપને આ રીતે મોળું કરી દઈએ છીએ? આ મારો ઉત્કૃષ્ટ   પ્રોજેક્ટ  છે અને હું વર્ષોથી  તેના પર કામ કરી રહ્યો  છું.   અમારી  પાસે દેશભરમાંથી  ૧૭૦ સહભાગી  એકત્ર થયા છે અને આ દરેક સહભાગી એક અચ્છા કલાકાર  છે,  સંપૂર્ણ કલાકાર છે.'

વધુમાં  કૈલાસ ખેર કહે છે કે  'મને આ શૉ માટે કેન્દ્રના  માહિતી અને પ્રસારણ  પ્રધાન અનુરાગ ઠાકુરે પુષ્કળ સમર્થન  આપ્યું  છે, એ માટે  હું  તેમનોે આભારી છે. આ  શૉ પર (બાવન) એપિસોડનો છે અને તેને શરૂઆતથી જ જબરદસ્ત આવકાર મળી રહ્યો  છે. તેનો મને  આનંદ  છે.' 


Google NewsGoogle News