કૈલાસ ખેર : 'નબળાં ગીતો ગાઈને હું ચાહકોને નિરાશ કરવા માગતો નહોતો...'
- 'મેં પ્રેમની લાગણીને અલગ રીતે વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે, જે પ્રેક્ષકોએ વધાવ્યો છે. મારાં રોમેન્ટિક ગીતો પણ આધ્યાત્મિક સ્પર્શ ધરાવે છે અને લોકોના હૃદયમાં સ્થાન મેળવે છે.'
કો ઈ પણ ગાયક નવું આલ્બમ લઈને બહાર આવે છે ત્યારે એ આલ્બમના ગીતો લોકોના હૃદયમાં વધુ ને વધુ ઊંડાણપૂર્વક પહોંચે એવી ઇચ્છા હોય છે, આમાં ઘણાની ઇચ્છા પૂર્તિ થાય છે અને ઘણાની નહીં, પણ દરેકનો ઉદ્દેશ તો એક જ હોય છે. આવો જ એક ગાયક છે, કૈલાસ ખેર! આ ગાયકને શબ્દ અને સૂરની અચ્છી સમજ છે, એ માટે કોઈ પ્રશ્ન ઉઠાવી નહીં શકે. હવે આ ગાયકનું એક નવું આલ્બમ આવ્યા છે, જેનું નામ છે, 'ઓહ દિલજાની'અને તે પણ છ વર્ષના ગેપ બાદ! હવે તમે જ ધારી લો કે આ ગીતો માટે તેમના મનમાં કેટલી ઉચાટ હશે?
અહીં એક વાત નોંધવા જેવી છે કે કૈલાસ ખેરે જ્યારે સૌ પહેલીવાર આ શૉ-બિઝમાં દાખલ થયા અને તેમનો અવાજ સાંભળ્યા પછી કહેવામાં આવ્યું હતું કે તેમનો અવાજ મુખ્ય પ્રવાહના હીરો માટે પસંદ કરવા માટે 'યોગ્ય નથી' અને સંગીતમાં તેમનું ભાવિ કદાચ આશાસ્પદ ન પણ હોય.
જો કે 'અલ્લાહ કે બંદે....' ('વૈસા ભી હોતા હૈ' પાર્ટ-૨, ૨૦૦૩)ના રિલિઝ પછી અને ૨૦૦૬માં 'કૈલાસા' આલ્બમ રિલિઝ પછી કૈલાસ ખેર ખૂબ જ લોકપ્રિય બની ગયા. તેમનું નવું આલ્બમ છઠ્ઠું આલબમ છે. આ સંદર્ભે કૈલાસ ખેરે શું કહ્યું તે જાણીએ. 'જ્યારે અન્ય લોકો 'ભીગે હોઠ તેરે....' જેવા ગીતો રજૂ કરી રહ્યા હતા ત્યારે મેં રોમાન્સને એવી રીતે પુનઃ વ્યાખ્યાયિત કરવાનો ઉદ્દેશ રાખ્યો હતો, જે પહેલો કોઈએ સંભળાવ્યો નહોતો.'
આટલું કહીને કૈલાશ ખેર ઉમેરે છે, 'મેં લાગણીને અલગ રીતે વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો અને તે પ્રેક્ષકોમાં પડઘો પાડે છે. મારા રોમેન્ટિક ગીતો પણ આધ્યાત્મિક સ્પર્શ ધરાવે છે અને તે લોકોના હૃદયમાં સ્થાન મેળવે છે, જેને આપણે હવે ઓળખીએ છીએ,' એમ કૈલાસે જણાવ્યું હતું.
'મારું નવું આલ્બમ છઠ્ઠું આલબમ છે અને તે છ વર્ષ પછી આવ્યું. ૨૦૧૯માં હું એક આલબમ બહાર પાડવાનો હતો, પણ રોગચાળાને કારણે અટકી ગયો. હું ઓછી ગુણવત્તા ધરાવતા ગીતો વડે મારા ચાહકોને નિરાશ કરવા નહોતો ઇચ્છતો. આથી જ મેં આઠ ટ્રેક બનાવવા માટે સમય લીધો જે લોકોમાં વધુ ઊંડાણપૂર્વક સામેલ થાય,' એમ તેઓ ભારપૂર્વક જણાવે છે.
આ સાથે એમ પણ કહે છે કે તેણે જે શૈલી બનાવી છે તે કોઈ પણ વર્તમાન શ્રેણી સાથે બંધબેસતી નથી.
'હું સૌથી સરળ વસ્તુઓ-બાબતો વિશે સૌથી અનન્ય રીતે લખું છું. મને લાગે છે કે બાત ચાહે બે-સલીકે હો, મગર બાત કરને કા અલીકા હોના ચાહિયે. હું એક સામાન્ય ગાયક છું, પણ સાથે જ વસ્તુઓ વ્યક્ત કરવાની અનેરી સમજ છે,' એમ કૈલાસ ખેર સમાપન કરતા કહે છે.