Get The App

ઇશાન ધવન-રિયા શર્મા થયાં ધ્રુવ-તારા

Updated: Feb 23rd, 2023


Google NewsGoogle News
ઇશાન ધવન-રિયા શર્મા થયાં ધ્રુવ-તારા 1 - image


ટચૂકડા પડદે આવતી ધારાવાહિકોમાં આપણને સદીઓ પહેલાના સમયમાં  લઇ જવામાં આવે એ વાત નવી નથી. સામાન્ય રીતે સૈકાઓ કે હજારો વર્ષ પહેલાના સમયમાં લઇ જનારી સીરિયલો પૌરાણિક  કથાઓ પર આધારિત હોય છે. પરંતુ તાજેતરમાં રજૂ થયેલી એક ધારાવાહિકમાં વર્તમાન સમય સાથે સેંકડો વર્ષ પહેલાના વખતનો સમન્વય કરવામાં આવ્યો છે. 

એકમેક કરતાં તદ્દન અલગ અલગ રીતે જીવતી બે વ્યક્તિની આ પ્રેમ કહાણીનું નોખું પાસું એ છે કે તેની મુખ્ય નાયિકા 'તારા'૧૭મી સદીમાંથી વર્તમાન વિશ્વમાં અવતરે છે. એક પ્રેમી યુગલ વચ્ચે ૪૦૦ વર્ષનું અંતર  દર્શાવતી 'ધ્રુવ તારા-સમય સદી સે પરે'ના નામે રજૂ થયેલી આ સીરિયલમાં 'ધ્રુવ'વર્તમાન સમયનો ન્યુરોસર્જન છે. જ્યારે 'તારા'નો ભાઇ ગંભીર બીમારીમાં પટકાય છે ત્યારે તેમની માતા 'તારા'ને સમયની પેલે પાર જઇને ભાઇના ઇલાજની વ્યવસ્થા કરવાનું કહે છે. આમ 'તારા' ૧૭મી સદીમાંથી વર્તમાન સમયમાં આવીને 'ધ્રુવ'ને મળે છે.

'તારા'નું પાત્ર ભજવતી અભિનેત્રી રિયા શર્મા કહે છે કે આ શો કરતી વખતે મને ૧૭મી  સદી વિશે ઘણું જાણવા મળ્યું.હકીકતમાં આ પ્રેમ કહાણી અણીશુધ્ધ છે. મને જ્યારે આ રોલ ઑફર થયો ત્યારે મને એમ  લાગ્યું હતું કે તેમાં ચોક્કસ કાંઇક ચમત્કારી છે જ ે મને તેના તરફ ખેંચી રહ્યું છે. જ્યારે 'ધ્રુવ'ના રોલમાં જોવા મળી રહેલા ઇશાન ધવનને પણ તેની કહાણી અનોખી લાગી હતી. અભિનેતાએ કહ્યું હતું કે તેમાં હું એવા યુવાનનું પાત્ર ભજવી રહ્યો છું જે  'તારા'ને મળ્યો  ત્યાં  સુધી પ્રેમમાં નહોતો પડયો.પરંતુ તેને મ ળ્યા પછી 'ધ્રુવ'ને એમ લાગ્યું કે એક વખત પ્રેમમાં ચોક્કસ પડવું જોઇએ.ખરેખર તો આ ધારાવાહિકમાં એકદમ વેગળા પ્રકારનો વિષય વણી લેવામાં આવ્યો છે. 

તેઓ વધુમાં કહે છે કે અમારા સહકલાકારોમાં નારાયણી શાસ્ત્રી 'રાની કનુપ્રિયા'ની ભૂમિકા અદા કરી રહી છે. જ્યારેકૃષ્ણ ભારદ્વાજ 'રાજકુમાર મહાવીર'ના પાત્રમાં છે. અમને નારાયણી શાસ્ત્રી અને કૃષ્ણ ભારદ્વાજ જેવા અનુભવી કલાકારો  સાથે કામ કરવાની તક મળી છે તેથી અમને સેટ પર જ ઘણું શીખવા મળી રહ્યું છે.   


Google NewsGoogle News