શું ઐશ્વર્યા-અભિષેકના જીવનમાં ખરેખર સઘળું સમુંસૂતરું છે?
- કહેનારાઓ તો ત્યાં સુધી કહે છે કે ઐશ્વર્યા ઓલરેડી અભિષેક બચ્ચનનું ઘર છોડીને જતી રહી છે. અમુક સૂત્રો વળી કહે છે કે તેઓ માત્ર દીકરી આરાધ્યા ખાતર સાથે રહે છે.
છે લ્લા કેટલાક સમયથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના વિવાહિત જીવનમાં પડેલી તિરાડ વિશે સતત ચર્ચા થઈ રહી છે. શું તેમની વચ્ચે ખરેખર કોઈ ખટરાગ છે? આ સવાલનો નિશ્ચિત જવાબ આપવો મુશ્કેલ છે. આનું કારણ એ છે કે આ ખૂબસુરત યુગલે આ મુદ્દે પોતાના હોઠ સીવી રાખ્યા છે. નથી તેઓ આ અફવાને રદીયો આપતા, નથી સ્વીકારતા કે નથી જાહેરમાં તેની નોંધ લેતા.
જોકે થોડા દિવસો પહેલાં વાઈરલ થયેલા એક વીડિયોએ તેમના લગ્નજીવનમાં ચાલી રહેલી સમસ્યાઓની ગપસપ પર ટાઢું પાણી રેડી દીધું હતું.
મુંબઈમાં યોજાયેલી પ્રો-કબડ્ડી લીગમાં ઐશ્વર્યા પતિ અભિષેકની ટીમ 'જયપુર પિંક પેન્થર'ને પાનો ચડાવતી જોવા મળી હતી. એક વીડિયોમાં ઐશ્વર્યા સાથે અમિતાભ બચ્ચન તેમ જ ઐશ્વર્યા-અભિષેકની પુત્રી આરાધ્યા દેખાઈ રહ્યાં છે. ત્રણે જણ ભેગાં મળીને અભિષેકની ટીમને ચીઅર-અપ કરી રહ્યાં હતાં. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોતજોતામાં વાયરલ થઈ ગયો હતો.
અભિષેકની ટીમે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું ત્યારે બ્લુ જર્સીમાં સજ્જ બચ્ચન પરિવારની ખુશી સમાતી નહોતી.
આ વીડિયો વાયરલ થયા પછી એવો પ્રશ્ન થવો સહજ છે કે શું ઐશ્વર્યાનું આ વર્તન જેન્યુઇન હશે? કે પછી તેમના વિશે ચાલી રહેલી વાતો પર પૂર્ણવિરામ મૂકવા માટેનો ડોળ હશે? કહે છેને કે આગ વિના ધુમાડો ન નીકળે.
થોડાં અઠવાડિયાં પહેલાં પુત્રી આરાધ્યાની શાળાના એન્યુઅલ ફંક્શનમાં ઐશ્વર્યા અને અભિષેક અલગ અલગ કારમાં ગયા હતાં. તેને લીધે તેમની વચ્ચે ખટરાગ ચાલતો હોવાની વાતોને પાછું બળ મળ્યું હતું.
ઐશ્વર્યા-અભિષેકનાં લગ્ન ૨૦૦૭ની ૨૦મી એપ્રિલે થયાં હતાં. ૨૦૧૧માં આરાધ્યાનો જન્મ થયો હતો. કહેનારાઓ તો ત્યાં સુધી કહે છે કે ઐશ્વર્યા ઓલરેડી અભિષેક બચ્ચનનું ઘર છોડીને જતી રહી છે.
અમુક સૂત્રો વળી કહે છે કે તેઓ માત્ર દીકરી આરાધ્યા ખાતર ભેગાં રહે છે. બાકી તેમની વચ્ચે ખટરાગ તો ઘણાં વર્ષોથી ચાલી રહ્યો છે. તો શું વાત હવે ગળા સુધી આવી ગઈ છે? એ તો ઐશ્વર્યા-અભિષેક બચ્ચન જ જાણે, ને ત્રીજા ભગવાન જાણે. આપણે તો માત્ર ઈશ્વર સૌને સાચો
માર્ગ દેખાડે તેવી પ્રાર્થના કરી શકીએ, બીજું શું?