Get The App

ઇમરાન ખાનઃ મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ વિશે બોલવામાં શરમ શાની?

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
ઇમરાન ખાનઃ મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ વિશે બોલવામાં શરમ શાની? 1 - image


- 'હેપ્પીનેસ ઇઝ અ સ્ટ્રેન્જ વર્ડ. કોઇ કાયમ ખુશ ન રહી શકે. ખરો સવાલ એ છે કે શું તમને સવારે પથારીમાંથી ઉઠીને પોતાનું રુટિન  કામકાજ કરવાનું મન થાય છે ખરું?' 

દર વરસની જેમ આ વખતે પણ ૧૦ ઓક્ટોબરે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ઉજવાયો. હજુ હમણાં સુધી મેન્ટલ હેલ્થ (માનસિક સ્વાસ્થ્ય) વિશે વાત કરવા પર ટેબુ (નિષધ) ગણાતો હતો પણ આજે સિનારિયો બદલાઇ ગયો છે. લોકોને ખુલીને આ વિષય પર બોલતા થયા છે. એનો યશ દીપિકા પદુકોણ જેવા ફિલ્મસ્ટાર્સને જાય છે. દીપિકાએ પોતે ડિપ્રેશનનો અનુભવ કરી ચુકી  હોવાનું કબુલવામાં લગીરે સંકોચ નહોતો કર્યો એક સમયે બોલીવૂડનો નેકસ્ટ સુપરસ્ટાર ગણાતો ઇમરાન ખાન પણ લાંબા અરસા સુધી માનસિક વ્યાધિમાં સપડાયો હતો.

આમિર ખાનના ભાણેજ  ઇમરાને ફિલ્મોમાં એકટર તરીકે ડેબ્યુ કર્યું ત્યારે એની પાસે ફેમ, ફેમિલી અને ફોર્ચ્યુન બધુ જ હતું. હેન્ડસમ હીરો ફટાફટ સફળતાની સીડી ચડી રહ્યો હતો ત્યારે એક દિવસ ભાગ્ય એનાથી રિસાયું. ઇમરાન અચાનક એન્ઝાયટી (માનસિક ઉચાટ, વ્યગ્રતા)નો અનુભવ કરવા લાગ્યો. એ કોઇ દેખીતા કારણ વિના અડધી રાતે ઉંઘમાંથી સફાળો  બેઠો થવા લાગ્યો ત્યારે મને મેડીકલ હેલ્થ લેવાનો વિચાર ન આવ્યો  પરંતુ ૨૦૧૬ના અરસામાં એ એક રોજિંદી પેટર્ન બની ગઇ, એટલે પછી મેં પ્રોફેશનલ એડવાઇસ લેવાનો નિર્ણય કર્યો, એમ જુનિયર ખાન કહે છે.

૪૧ વરસનો એકટર છેલ્લા આઠ વરસથી એન્ઝાયટીની  ટ્રીટમેન્ટરૂપે એનાલિસીસ સેશન્સ માટે જાય છે. ઇમરાન એક વાતમાં પોતાને લકી માને છે કે એની ફેમિલીના લોકોએ મેન્ટલ હેલ્થના પ્રોબ્લેમને એક લાંછન તરીકે જોયું નથી. 'મારી મધર એક પ્રેક્ટિસિંગ સાઇકો એનાલિસ્ટ છે, એટલે મારા મનમાં મેન્ટલ હેલ્થ વિશે બજુ સ્પષ્ટ ખ્યેાલ હથો એટલે હું ડિપ્રેશનમાં હોવાનું નિદાન થયા પહેલા મેં સ્વેચ્છાએ એનાલિસીસ સેશન્સ લેવા માંડયા,' એમ  ખાન કહે છે.

તો શું એકટર હવે પહેલા કરતા હેપ્પી છે ? આ પ્રશ્નનો ઇમરાન થોડો ડિપ્લોમેટિક જવાબ આપે છે, 'ઇન ફેકટ, હેપ્પીનેસ ઇઝ અ સ્ટ્રેન્જ વર્ડ. કોઇ કાયમ ખુશ ન રહી શકે, ખરો સવાલ એ છે કે શું તમને સવારે બેડમાંથી ઉઠી પોતાનું રુટિન  કામકાજ કરવાનું મન થાય છે ખરું ? જો ન થતું હોય તો તમે માનસિક રીતે ભાંગી પડયા છો એવું જાણજો. એ દ્રષ્ટિએ હું પહેલા કરતા હવે વધુ હેલ્ધી છું.  વીસીમાં પ્રવેશ્યો ત્યારથી હું ઈમોશનલી કે સાઇકોલોજિકલી હેલ્ધી સ્પેશમાં નહોતો.' 

છેલ્લે ૨૦૧૫માં 'કટ્ટી બટ્ટી' નામની ફિલ્મ કર્યા બાદ ખાને ડિપ્રેશનમાં સપડાવાને લીધે ફિલ્મો સાથે ફરજિયાત છેડો  ફાડવો પડયો હતો. એને યાદ છે કે એક દાયકા પૂર્વે મેન્ટલ હેલ્થ વિશે ચર્ચા કરવા પર ટેબુ હતો. 'સામાન્યપણે લોકોમાં એ સ્વીકારવાનો અભિગમ જોવા નહોતો મળતો. હેલ્થ કેેેરનો આઇડિયા બહુ જ સહજતાથી અપનાવી લીધો છે. એમની આવા  પ્રોબ્લેમથી પીડાતી વ્યક્તિઓ પ્રત્યેની સિમ્પથી (સહાનુભૂતિ) જોઇને અચંબો અનુભવાય. જો કોઇ પોતાના ફ્રેન્ડ સર્કલમાં એવી વાત કરે કે મને ક્યાંય ગમતું નહોતું, ચેન નહોતુ પડતું એટલે મે એનાલિસીસ ન કરાવ્યું તો એના વિશે ખોટી ધારણા બાંધવાને બીજા  ફ્રેન્ડસ એને પ્રોબ્લેમ વિશે વિસ્તારથી વાત કરવા પ્રોત્સાહન આપે છે, એવું કહેતા ઇમરાન મીઠું સ્માઇલ આપે છે. 


Google NewsGoogle News