દીપિકા પદુકોણની ફિલ્મોનું આઇએમડીબી રેન્કિંગ
- દીપિકા પદુકોણ મા બની ગયા પછી બોલિવુડની ટોપ એક્ટ્રેસ ગણાય છે. મોડલિંગથી કારકિર્દી શરૂ કર્યા પછી દીપિકાએ ફિલ્મોમાં પોતાની અભિનયક્ષમતા દેખાડી દીધી. આજે સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંની એ એક છે. આ રહી આઇએમડીબીમાં ટોપ રેટિંગ ધરાવતી એની ફિલ્મો...
પીકૂ
એક પિતા અનેતેની પુત્રીના સંબંધ પર બનેલી પીકૂને દર્શકોએ પસંદ કરી હતી. આ એક લાગણીસભર વાર્તા બતી. ફિલ્મમાં દીપિકા પદુકોણ, અમિતાભ બચ્ચન અને ઇરફાન ખાન મુખ્ય રોલમાં હતા. આ ફિલ્મને આઇએમડીબીએ ૭.૬ રેટિંગ આપી છે.આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેકશન ૭૯.૭૭ કરોડ રૂપિયા હતું.
તમાશા
દીપિકાપદુકોણ ્ને રણબીર કપૂરની ફિલ્મ તમાશા બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઇ હતી. તેમ છતાં આઇએમડીબી પર તેની રેટિંગ ૭.૪ છે. આ ફિલ્મમાં દીપિકાએ તારાનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મે ૨૯૪ કરોડ રૂપિયાની આસપાસ કલેકશન કર્યું હતું.
બાજીરાવ મસ્તાની
રણવીર સિંહ, દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરાની ફિલ્મ બાજીરાવ મસ્તાનીને સંજય લીલા ભણશાલીએ ડાયરેક્ટ કરી હતી. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ નીવઢી હતી. આ ફિમને આઇએણડીબી પર ૭.૩ રેટિંગ છે. બોજીરાવ મસ્તાનીનું બોક્સ ઓફિસ કલેકશન ૧૮૪. ૨ કરોડ રૂપિયા હતું.
પદ્માવત
દ્દીપિકા પદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂરની ફિલ્મ પદ્માવતને આઇએમડીબી રેટિંગ૭.૧ છ.ફિલ્મએ ૫૦૦ કરોડ રૂપિયાથી વધુ ગ્લોબલ કલેકશન કર્યું હતું તેમજ બોક્સ ઓફિસ કલેકશન ૩૦૨.૧૫ કરોડ રૂપિયા હતું.
કલ્કિ ૨૮૯૮ એડી
દીપિકાપદુકોણ, પ્રભાસ અને અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ કલ્કિ ૨૮૯૮ એડી હતી જે ગયા વરસે રિલીઝ થઇ હતી. આ ફિલ્મની રેટિંહ ૭.૦ છે. બોક્સ ઓફિસ કલેકશન ૨૯૪.૨૫ કરોડ રૂપિયા હતું.
ગોલિયોંકી રાસલીલા-રામલીલા
દીપિકા પદુકોણ અને રણવીરની આ ફિલ્મને આઇએમડીબી દ્વારા ૬.૪ રેટિંગ આપવામાં આવ્યું છે. જેનું બોક્સ ઓફિસ કલેકશન ૧૧૬.૩૩ કરોડ રૂપિયા હતું.
કાર્તિક કોલિંગ કાર્તિક
દીપિકા પદુકોણ અને ફરહાન અખ્તરની ફિલ્મ કાર્તિક કોલિંગ કાર્તિકને બોક્સ ઓફિસ પર ખાસ રિસપોન્સ મળ્યો નહોતો.પરંતુ ફિલ્મની રેટિંગ આઇએમડીબી પર ૭.૧ છે.
ઓમ શાંતિ ઓમ
દીપિકા પદુકોણની આ ડેબ્યુ ફિલ્મ હતી. જેમાં શાહરૂખ કાન સાથે તે જોવા મળી હતી. આ તેનું રેટિંગ ૬.૯ છે. તેમજ બોક્સ ઓફિસ કલેકશન ૭૮. ૧૭ છે.
લવ આજ કલ
દીપિકા પદુકોણ અને સૈફ અલી ખાનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઝાઝું ઉકાળી શકી નહોતી. પરંતુ તેનું રેટિંગ ૬.૮ છે.
યે જવાની હૈ દીવાની
દીપિકા પદુકોણ, રણબીર કપૂર, આદિત્ય રોય કપૂર અને કલ્કિ અભિનિત આ ફિલ્મ મિત્રો પર આધારિતછે. જેને આઇએમડીબી પર ૭.૩ રેટિંગ મળ્યું છે. ૧૮૮. ૫૭ કરોડ રૂપિયા કલેકશન કર્યું હતું.
ચેન્નઇ એક્સપ્રેસ
ચેન્નઇ એક્સપ્રેસમાં દીપિકા પદુકોણ અને શાહુરખ ખાને જોડી જમાવી હતી. આ ફિલ્મે ૪૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ કમાણી કરી હતી.જેનું બોક્સ ઓફિસ કલેકશન ૨૨૭.૧૩ કરોડ રૂપિયા હતું. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી.
ફાઇટર
દીપિકા પદુકોણ, ઋતિક રોશન અને અનિલ કપૂરની ફિલ્મ ફાઇટર એક વોર ફિલ્મ હતી.દીપિકાના રોલને વખાણવામાં આવ્યો હતો. આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેકશન ૨૦૫.૫ કરોડ રૂપિયા હતું.
પઠાન
પઠાનમાં દીપિકાપદુકોણ, શાહરૂખ ખાન અને જોન અબ્રાહમની મુખઅય ભૂમિકા હતી. આ ફિલ્મે ૫૪૩.૦૩ કરોડ રૂપિયા વ્યવસાય કર્યો હતો.જોકે આ ફિલ્મની સફળતાનો શ્રેય શાહરૂખ ખાનને મળ્યો હતો.