ઈલિયાના ડી ક્રુઝઃ માતૃત્વ સુખ પણ લાવે છે અને વિચિત્ર હતાશા પણ...

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
ઈલિયાના ડી ક્રુઝઃ માતૃત્વ સુખ પણ લાવે છે અને વિચિત્ર હતાશા પણ... 1 - image


- 'પ્રસૂતિ પછી હતાશાનો અનુભવ કોઈ પણ સ્ત્રીને થઈ શકે છે. પછી ભલે તેની આર્થિક સ્થિતિ અને સપોર્ટ સિસ્ટમ ગમે તેટલાં સારાં કેમ ન હોય.' 

માતા તરીકે પોતાની પ્રથમ ઈસ્ટર ઉજવી રહેલી ઈલિયાના ડી ક્રુઝે માતૃત્વ, સગર્ભા બનવાના રોમાંચ અને પ્રસૂતિ પછીની હતાશા વિશે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. અનિશ્ચિતતા અને સંઘર્ષોનો સામનો કરવા છતાં ઈલિયાનાને પારિવારીક પરંપરાઓનું પાલન કરવામાં શાંતિ મળી છે. તે પોતાના પતિ  માઈકલ ડોલન અને પુત્ર કોઆ ફિનીક્સ ડોલન સાથે નવી પરંપરા રચવા આતુર થઈ છે. ઈલિયાનાએ સોશિયલ મીડિયા પર પોતાની ગર્ભાવસ્થા વિશે જાહેરાત કરી ત્યારે બાળકના પિતા વિશે પ્રશ્નોની ઝડી વરસી હતી. જોકે પોતાની ગોપનીયતામાં દ્રઢપણે માનતી ઈલિયાનાએ આ વિવાદમાં ઝંપલાવવાનું ટાળ્યું હતું અને મક્કમપણે પોતાનાં ધોરણોને વળગી રહી હતી. મહિનાઓ પછી તેણે પોતાના પતિ માઈકલ ડોલનનો ફોટો શેર કર્યો અને માતૃત્વના અનુભવની વિગતો વિશે જણાવ્યું.

પોતાની માતૃત્વની સફરનું વર્ણન કરતા ઈલિયાનાએ શેર કર્યું કે ગર્ભાવસ્થા દરમ્યાન મને અભૂતપૂર્વ અનુભવ થયા હતા. સમય ખૂબ જ ઝડપથી પસાર થઈ રહ્યો હતો. ગર્ભાવસ્થાની જાણથી લઈને પુત્ર કોઆ ફિનીક્સ ડોલનના જન્મ સુધી, ઈલિયાનાએ લાગણીના રોલર કોસ્ટરનો અનુભવ કર્યો. ઈલિયાના કહે છે કે મેં તમામ તબક્કાની તસવીર ન લીધી હોત તો આવા અનુભવો થયા હોવાની ખાતરી ન થાત.

લાંબા સમયથી માતૃત્વની ઝંખના સેવી હોવા છતાં ઈલિયાના કબૂલ કરે છે કે ગર્ભાવસ્થા અગાઉ તે થોડી અવઢવમાં હતી. તેને એવું પણ લાગતું હતું કે પોતે કદાચ હાલ માતા બનવા નથી ઈચ્છતી. પણ ગર્ભાવસ્થાના અણધાર્યા આનંદે તેને ઉત્સાહિત કરી મૂકી. જોકે આ આનંદ સાથે પ્રસૂતિ પછીની હતાશાનો પણ સામનો કરવાનો વારો આવ્યો હતો.

હળવા તણાવની સ્થિતિનો સામનો કરવામાં પોતાને સંઘર્ષ કરવો પડયો હોવાનું સ્વીકારીને ઈલિયાના કહે છે પ્રસૂતિ પછી હતાશા આવી શકે છે તે વાતથી પોતે વાકેફ તો હતી પણ જ્યારે ખરેખર આવી સ્થિતિ સહન કરવાનો સમય આવ્યો ત્યારે  અહેસાસ થયો કે તેના માટે કોઈ સંપૂર્ણપણે તૈયાર હોતું નથી. ઈલિયાના કહે છે કે એક માતા માટે પ્રસૂતિ પછીની હતાશાની સ્થિતિ વધારાની મુશ્કેલી છે. આંતરિક દુઃખ સહન કરીને બાહ્ય વર્તનમાં સૌમ્ય  દેખાવા સાથે ઈલિયાનાએ માતા તરીકેની નિષ્ફળતાની લાગણીનો સામનો કરવો પડયો હતો.

ઈલિયાનાએ અમેરિકા જવું પડયું હોવાથી તેના માટે આ હતાશામાંથી બહાર નીકળવાનું વધુ મુશ્કેલ બન્યું હતું. નવજાત શિશુની સંભાળની જવાબદારી વચ્ચે તેણે આવી મનોસ્થિતિનો સામનો કરવો પડયો હતો. પ્રસૂતિ પછીની હતાશા વિશેની ભ્રામક માન્યતાઓનો છેદ ઉડાડતા ઈલિયાનાએ જણાવ્યું કે આવી સ્થિતિ કોઈને પણ અસર કરી શકે છે, પછી ભલે તેની આર્થિક સ્થિતિ અથવા સપોર્ટ સિસ્ટમ ગમે તેટલી સારી હોય. 

માતા તરીકે પોતાની પ્રથમ ઈસ્ટર ઉજવતી વખતે ઈલિયાનાને પોતાનું બાળપણ યાદ આવ્યું હતું. જ્યારે તે અને તેની બહેન ઈસ્ટરના  આવી પરંપરા પોતાના પુત્રને પણ આપવા આતુર ઈલિયાના એક પરિવાર તરીકે પોતાના વિશિષ્ટ ઈસ્ટર રિવાજો પાળવા આતુર છે. ઈસ્ટરની ઉજવણી માટે ઈલિયાનાનો પરિવાર અમેરિકામાં એકત્ર થયો હતો. સ્વાદિષ્ટ બનથી  લઈને ઈસ્ટરની મિઠાઈઓ સુધી ઈલિયાના ઉત્કૃષ્ટ પારિવારીક મિલન અને પ્રિયજનો સાથે અવિસ્મરણીય યાદો રચવા આતુર હતી. 


Google NewsGoogle News