હની સિંહની 'શેતાની' ડ્રગ્સ-એ-દાસ્તાન .
- 'શાહરૂખ ખાને 'ચાર બોટલ વોડકા' સાંભળીને કહેલું કે તું પાગલ થઈ ગયો છે? એ ગીત સારા આધ્યાત્મિક વિચારોમાંથી નહોતું સ્ફુર્યું, પણ એના પર શેતાનનો પ્રભાવ હતો...'
સફળતા પચાવવી સહેલી નથી. એમાંય સાવ નાની વયે, ઝાઝા સંઘર્ષ વિના સકસેસ મળે તો માણસનું મગજ બગડી જાય. એ ઊંધા રવાડે ચડી જાય. આજની તારીખે દેશના ટોપના રેપર યો યો હની સિંહ સાથે આવું જ બન્યું છે. તાજેતરમાં એક યુટયુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં 'બ્રાઉન રંગ', 'લવ ડોઝ', 'બ્લુ આયસ' અને 'ચાર બોટલ વોડકા' જેવા પોપ્યુલર સોંગ્સના સિંગરે પોતાના શરૂઆતના વરસો વિશે શોકિંગ વાતો કરી છે. એક પોડકાસ્ટમાં હની કહે છે, '૧૩ વરસની વયે જ મેં નાસ્તિક બનવાનું નક્કી કર્યું. પંજાબ આવ્યા બાદ માનો ઇસ્લામ ધર્મ સાથે પરિચય કરાવાયો અને મેં મુહમ્મદ પયગંબર વિશે જાણ્યું. જબ મુઝે શોહરત મિલને લગી તબ ઉપરવાલે કા શુક્રિયા અદા કરના ચાહિયે થા, પરંતુ મેં શેતાનિક આત્માની શક્તિઓના ગુણ ગાવા માંડયા. તબસે મેરી ઝિંદગી ઔર દિમાગ દોનોં ખરાબ હોને લગે. મારા શરૂઆતના સોંગ્સમાં એક પ્રકારનો શૈતાનિક સાઉન્ડ વર્તાય છે. મેં ઇશ્વરનું અપમાન કર્યું અને નેગેટિવ તાકતોને મહત્તા આપી. મારા એ સમયના સોંગ્સ, સાઉન્ડ અને મ્યુઝિક વીડિયોઝમાં એની અનુભૂતિ થાય છે. હમારી કિસ્મત મેં લિખા હોતા હૈ કિ યે ઇન્સાન યે સબ કરેગા અને ઉપરવાળાની મહેરબાની કે વો હમેં યે ગલતી રિયાલાઇઝ કરવા દેતા હૈ. આપણી ભૂલનું આપણને આત્મજ્ઞાન થાય છે. એ જરૂરી હતું અન્યથા હું આજે જ્યાં છું ત્યાં ન પહોંચ્યો હોત.'
હનીના કહેવા મુજબ એ શાહરૂખ ખાન સાથે વર્લ્ડ ટુર પર હતો ત્યારે એણે ઓસ્ટ્રેલિયામાં વોડકાની બોટલો ઢીંચ્યા બાદ ચાર બોટલ વોડકા સોંગ લખ્યું હતું. 'બીજી સવારે શાહરૂખ ભાઈએ એ સોંગ સાંભળ્યું ત્યારે એવા રિ-એક્શન આપ્યા કે તું ઘેલો થઈ ગયો છે? એ ફ્લોપ જશે ઔર તુઝે ગાલિયાં મિલેગી. ઈન શોર્ટ, એ ગીત સારા આધ્યાત્મિક વિચારોમાંથી નહોતું સ્ફુર્યું, પણ એના પર શેતાનનો પ્રભાવ હતો,' એમ રેપર કહે છે.
ડ્રગ્સને લીધે એ માનસિક વ્યાધિઓથી ઘેરાઈ ગયો અને એમાંથી સાજા થતા એને સાત વરસ લાગ્યા. યો યોને ડ્રગ્સનું બંધાણ લાગ્યું ત્યારે એ પોતાના કરિયરના શિખર પર હતો. એ અરસામાં રોજ ૧૨ જોઇન્ટ્સ જેટલું ચરસ ફુંકી જતો.
'મેં લગભગ અઢી વરસ ચરસ ફુંક્યું. ગાંજા કા દાદા હોતા હૈ હશીસ. આદમી પાગલ હો જાતા હૈ. મેં ૧૨ જોઇન્ટ્સ પીતા થા દિનકે, લોગ સિર્ફ દો પીકે ખત્મ હો જાતે હૈ. જો ભી મૈંને કિયા એકસ્ટ્રીમ કિયા હૈ. એ બધુ ૨૦૧૨માં શરૂ થયું ૨૦૧૪માં મારું સંપૂર્ણ પતન ન થયું ત્યાં સુધી ચાલ્યું. જૈસે હી ખતમ હુઆ સબ કુછ, મૈંને ડ્રગ્સ છોડ દિયા. આજે ૧૦ વરસ થઈ ગયા, મેં એને હાથ નથી લગાડયો.'
આ અરસામાં મીડિયામાં સૌથી મોટું ગપ્પુ એવું ફેલાયું હતું કે રેપરએ ડ્રગ્સના બંધાણમાંથી મુક્ત વિદેશના રિહેબિલિટેશન સેંટરમાં જવું પડયું હતું. યો યોના જણાવવા મુજબ એ કદી રિહેબમાં ગયો નહોતો. લાઇફમાં બધુ જ ગુમાવી દીધા બાદ પોતે મેન્ટલ ડિસોર્ડરનો સામનો કરી રહ્યો છે એવી જાણ થયા પછી એણે જાતે જ ડ્રગ્સને તિલાંજલિ આપી દીધી હતી.
...અને હવે હની એકદમ સ્વસ્થ અને મસ્ત છે.