હોલિવુડ સેલિબ્રિટીઓએ કર્યા કોસ્મેટિક સર્જરી વિશે નિખાલસ ખુલાસા

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
હોલિવુડ સેલિબ્રિટીઓએ કર્યા કોસ્મેટિક સર્જરી વિશે નિખાલસ ખુલાસા 1 - image


હોલિવુડ સ્ટાર્સમાં આજકાલ જાણે  પ્રમાણિક્તાનો જુવાળ આવ્યો છે. અનેક સેલિબ્રિટીઓએ તેમણે કરાવેલી કોસ્મેટીક સર્જરી વિશે ખુલાસા કર્યા છે. આ વિષય હવે અગાઉની જેમ છાનો નથી રહ્યો. 

સેલેના ગોમેઝ, 

કિમ કાર્ડેશિઅન, મેગન ફોક્સ અને ઓલિવિયા કોલમેન જેવી અનેક સેલિબ્રિટીઓએ આ વિષય પર બિનધાસ્તપણે   ચર્ચા કરી છે. તેમણે બોટોક્સ, ફિલર્સ અને અન્ય પ્રક્રિયા વિશે જાહેરમાં સ્પષ્ટતા કરી હતી અને પોતાના અનુભવો શેર કરવા પ્રેરિત કર્યા હતા. 

સેલેના ગોમેઝ

૨૭ જુલાઈએ સેલેના ગોમેઝે સોશિયલ મીડિયા પોસ્ટ પર ફ્લોરિડાની એક બોટોક્સ અને ફિલર ઈન્જેક્ટરના કમેન્ટનો પ્રતિસાદ આપતા પોતે કરાવેલી કોસ્મેટીક પ્રક્રિયા સ્પષ્ટતા કરી હતી. ઈન્જેક્ટરે પોતાની પોસ્ટમાં દાવો કર્યો હતો કે ગોમેઝ તેની પાસેથી સારવાર મેળવી હતી. ગોમેઝે તેનો પ્રતિસાદ આપતા કહ્યું કે મેં શારીરિક સમસ્યાને કારણે બોટોક્સ કરાવ્યું હતું. તેના ઉપરાંત મેં કોઈ પ્રક્રિયા નહોતી કરાવી અને આ મારી અંગત બાબત હોવા છતાં ખુલાસો કરી રહી છું. ત્યાર બાદ તે ઈન્જેકટરે સોશિયલ મીડિયા પર ગોમેઝની માફી માગી લીધી હતી.

કિમ કાર્ડેશિઅન

અમેરિકન રિયાલિટી ટીવી સ્ટાર કિમ કાર્ડેશિઅને પોતાની કારકિર્દી પર તેની કોસ્મેટીક સર્જરીના સંભવિત પ્રભાવ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. ૨૦ જૂનના ધી કાર્ડેશિઅન્સના એપિસોડમાં તેણે જાહેર કર્યું કે તેણે લીધેલા બોટોક્સના ઈન્જેક્શનોને કારણે તે સ્ક્રીન પર પોતાના હાવભાવ વ્યક્ત નહોતી કરી શકતી. કિમના મતે ચહેરા પર હાવભાવ દર્શાવવા બોટોક્સ ઓછા પ્રમાણમાં મેળવવું જોઈએ. કોઈપણ ભૂમિકા માટે વધુ પડતા શારીરિક ફેરફારના વલણનો પણ કિમે વિરોધ કરતા જણાવ્યું કે દસ લાખ ડોલર કમાવવા માટે હું પાંચસો પાઉન્ડ ગુમાવી ન શકું. મારે એવું કરવાની જરૂર નથી. 

મેગન ફોક્સ

મેગન ફોક્સ કાયમ પોતાની કોસ્મેટીક સર્જરીઓ વિશે નિખાલસ રહી છે. ખાસ કરીને ૨૦ માર્ચે કોલ હર ડેડી પોડકાસ્ટના એપિસોડમાં તેણે કબૂલ કર્યું કે ૨૧ વર્ષની વયે તેણે સ્તનની કોસ્મેટીક સર્જરી કરાવી હતી. બાળકોને સ્તનપાન કરાવ્યા પછી તેણે આવી કોસ્મેટીક સર્જરી કરવાનું જરૂરી સમજ્યું હતું.

આરિયાના ગ્રાન્ડે

૨૦૨૩માં આરિયાના ગ્રાન્ડેએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેકવાર લિપ ફિલર અને બોટોક્સ કરાવ્યા હતા. આરિયાનાએ વધુમાં જણાવ્યું કે તેણે ૨૦૧૮માં તમામ સૌંદર્યલક્ષી સારવાર બંધ કરી હતી. ત્યાર પછી લાંબા સમય સુધી તેને પોતાના દેખાવ વિશે શંકા રહ્યા કરી પણ હવે તેણે વાસ્તવિક્તાનો સ્વીકાર કરીને કુદરતી દેખાવ જ મહત્ત્વ હોવાનો અનુભવ  કર્યો.  આરિયાનાએ કબૂલ કર્યું કે સ્વાભાવિક રીતે વધતી વય પણ એક સૌંદર્યલક્ષી અનુભવ છે.

આ સેલિબ્રિટીઓએ શેર કરેલા અનુભવોએ કોસ્મેટીક સર્જરી કરાવવાની જેને ફરજ પડતી હોય તેવા લોકોને વિવિધ સામાજિક દબાણોનો સામનો કરવાની પ્રેરણા આપી છે. તેમના અનુભવોએ લોકોને સૌંદર્યલક્ષી ધોરણો પ્રત્યેના અભિગમમાં પરિવર્તન કરવાની પણ પ્રેરણા આપી છે.

ઓલિવિયા કોલમેન

ધી ક્રાઉન અને બ્રોડચર્ચમાં પોતાના રોલથી પ્રસિદ્ધ થયેલી ઓલિવિયા કોલમેન પણ તેની કોસ્મેટીક સારવાર બાબતે નિખાલસ રહી છે.  ૨ માર્ચે કોલમેને રેડિયો મુલાકાત પર તેના બોટોક્સ રૂટિન વિશે ચર્ચા કરી હતી. કોસ્મેટીક પ્રક્રિયા વિશે પોતાના અનુભવો વર્ણવતા ઓલિવિયાએ કબૂલ કર્યું તેણે અનેકવાર કોસ્મેટિક સર્જરી કરાવી હતી. જો કે ઓલિવિયાની કબૂલાતથી તેના ચાહકોને રાજીપો  જ થયો હતો. ઓલિવિયાએ એવી પણ સલાહ આપી હતી કે ચહેરા પર કોસ્મેટીક સર્જરી કરાવવી વ્યર્થ છે. તેના નિખાલસ નિવેદનોનું તેના ચાહકોએ સ્વાગત કરીને તેની પ્રમાણિક્તાની સરાહના કરી હતી.


Google NewsGoogle News