Get The App

હિન્દી ફિલ્મ ઉદ્યોગના પ્રથમ છ મહિનાની હિટ-ફલોપ ફિલ્મો

Updated: Jul 20th, 2023


Google NewsGoogle News
હિન્દી ફિલ્મ ઉદ્યોગના પ્રથમ છ મહિનાની હિટ-ફલોપ ફિલ્મો 1 - image


- ફિલ્મ બિઝનેસનો ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી?

- શાહરૂખની 'પઠાણ' હિટ તો પ્રભાસની 'આદિપુરૂષ' ફલોપ 

આ વર્ષની શરૂઆતમાં ચાર વર્ષ બાદ શાહરૂખ ખાને તેની પઠાણ ફિલ્મ દ્વારા ધમાકેદાર  પુનરાગમન કરી બોક્સ ઓફિસ પર નાણાંની રેલમછેલ મચાવી દીધી (જોકે કમાણીના આંકડા વિવાદાસ્પદ છે). તે સાથે દક્ષિણની ફિલ્મનો જાદુ પણ જાણે ઓસરવા માંડયો હતો. પરંતુ પઠાણ બાદ જે ફિલ્મો રજૂ થઇ તે બોક્સ ઓફિસ પર દમદાર ન નીવડતાં સવાલ એ થયો છે કે હિન્દી ફિલ્મોનાબિઝનેસમાં ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ગ્લાસ ખાલી છે? 

દરમ્યાન તૂ જૂઠી મેં મક્કાર,  ઝરા હટકે ઝરા બચકે અને સત્યપ્રેમ કી કહાની જેવી રોમકોમ ફિલ્મો ચાલી છે. જેને કારણે દર્શકોનો પ્રવાહ ઓડિટોરિયમમાં વહેતો રહ્યો છે. મોટી ફિલ્મો આવે ત્યારે આ દર્શકોની મોટી સંખ્યા જ ફિલ્મને હિટ બનાવતી હોય છે. મોટી ફિલ્મોમાં કાર્તિક આયર્ન અને કૃતી સેનોનની શેહજાદા ફલોપ નીવડી તો કિસી કા ભાઇ કિસી કી જાન પણ સલમાન ખાન ના સ્ટાર પાવર છતાં ફલોપ નીવડી હતી. મોંઘા બજેટની આ ફિલ્મનું કોઇ સગું ન થતાં ભાઇની જાન નીકળી ગઇ હતી. પણ તેનાથી મોટો ઝટકો તો આદિપુરૂષ  ફલોપ નીવડતાં ફિલ્મ ઉદ્યોગને પડયો હતો. મુખ્ય ભૂમિકામાં પ્રભાસને ચમકાવતી આ ફિલ્મ પ૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની હતી. પણ ફિલ્મ રજૂ થતાં જ તેના ડાયલોગ પર થયેલા વિવાદને પગલે ફિલ્મ વિવાદમાં ફસાઇ હતી અને તેને પગલે બોક્સ ઓફિસ પર પણ ફસડાઇ પડી હતી.  હિન્દી ફિલ્મોમાંં  સ્ટાર પાવરના વળતાં પાણી હોય તેમ સફળ મનાતાં ફિલ્મ સ્ટારોની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ઉંધે માથે પછડાઇ હતી. અક્ષય કુમારની સેલ્ફી અને અજય દેવગણની ભોલા ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ જતાં નિરાશા વ્યાપી હતી. ગયા વર્ષે રજૂ થયેલી કાશ્મીર ફાઇલની જેમ અચાનક  ધ કેરાલા સ્ટોરી પાંચમી મેએ રજૂ થઇ અને બોક્સ ઓફિસ પર વિવાદ છતાં છવાયેલી રહી. આ ફિલ્મે ખાસ્સી કમાણી કરી. જોકે, ઓટીટી પર આ ફિલ્મ વેચાઇ ન હોવાથી તેનો પાછો અલગ વિવાદ ઉભો થયો હતો. 

કાશ્મીર ફાઇલ્સ અને ધ કેરાલા સ્ટોરી જેવી હાર્ડ હિટીંંગ ફિલ્મો નાના બજેટમાં બની હોવા છતાં બોક્સ ઓફિસ પર મોટી કમાણી કરી શકી છે તેમાં સોશિયલ મિડિયાનો ફાળો નાનોસૂનો નથી. લોકોને આ પ્રકારની ફિલ્મો સાથે જોડવાનું કામ સોશિયલ મિડિયા કરે છે. હવે સવાલ એ છે કે બાકીની છ મહિનામાં હિન્દી ફિલ્મ ઉદ્યોગને તારે તેવી ફિલ્મો આવશે કે તેને ડૂબાડે તેવી પુરવાર થશે.  

હિટ ફિલ્મો 

ફિલ્મનું નામ પ્રોડક્શન ખર્ચ બોક્સ ઓફિસ પર કમાણી 

પઠાણ ૨૪૦ કરોડ રૂપિયા ૫૧૨ કરોડ રૂપિયા 

ધ કેરાલા સ્ટોરી ૩૦ કરોડ રૂપિયા ૨૧૧ કરોડ રૂપિયા 

તૂ ઝૂઠી મેં મક્કાર ૧૬૦ કરોડ રૂપિયા ૧૨૮ કરોડ રૂપિયા 

ઝરા હટકે ઝરા બચ કે ૪૦ કરોડ રૂપિયા ૮૩ કરોડ રૂપિયા 

ફલોપ ફિલ્મો 

આદિપુરૂષ ૫૦૦ કરોડ રૂપિયા ૨૭૦ કરોડ રૂપિયા 

કિસી કા ભાઇ .... ૨૨૫ કરોડ રૂપિયા ૧૦૧ કરોડ રૂપિયા 

શેહજાદા ૮૫ કરોડ રૂપિયા ૩૦ કરોડ રૂપિયા 

સેલ્ફી ૧૦૦ કરોડ રૂપિયા ૧૭ કરોડ રૂપિયા 

કુત્તે ૩૫ કરોડ રૂપિયા ૪ કરોડ રૂપિયા

*(બોક્સ ઓફિસના આંકડા અંદાજિત )


Google NewsGoogle News