Get The App

હેરાફેરીમાં કલાકારોની આવન-જાવન

Updated: Jun 1st, 2023


Google NewsGoogle News
હેરાફેરીમાં કલાકારોની આવન-જાવન 1 - image


- 'મેં હંમેશા કહ્યું છે કે 'હેરાફેરી' ફ્રેન્ચાઇઝીમાં અક્ષયકુમારનું સ્થાન કોઈ લઈ શકે નહીં. રાજુ હંમેશા  રાજુ જ રહેશે.  પ્રેક્ષકો આ પાત્રમાં કોઈ  ફેરફાર સ્વીકારી શકે જ નહીં.' - સનીલ શેટ્ટી  

'હે રાફેરી' એક સફળ ફ્રેન્ચાઈઝી  છે, એની કોઈ ના નહીં પાડી શકે.  પણ આ  ફિલ્મના  આગામી  હિસ્સાના શુટિંગ પહેલાં  કેટલાંક એવા એવા  અવરોધ ઉદ્ભવ્યા, જેને કારણે  'હેરાફેરી' પ્રેમી દર્શકો ચિંતામાં  મુકાય ગયા.  'હેરાફેરી' અક્ષયકુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની  ફિલ્મ  છે, જેમાં કોઈ અન્ય કલાકારો ચાલી જ ન શકે, પણ અક્ષયકુમારનો ઈનકાર થતાં લોકો મૂંઝવણમાં મૂકાય ગયા,  ઘણાએ તો અક્ષયકુમારનું  કામ કાર્તિક આયર્ન કરશે એવી પણ  અફવા ફેલાવવામાં આવી પણ છેલ્લે બધું શાંત પડી ગયું.  અક્ષયકુમારે પણ આ  ફિલ્મ  માટે  હા પાડી દીધી અને અન્ય કલાકારો પણ ઉમેરાયા છે.

તાજેતરમાં જ આ કલ્ટ-  ફિલ્મના પ્રમોશન માટે  એક વીડિયો   શૂટ કરાયો ત્યારે અક્ષય - પરેશ- સુનીલ શેટ્ટી જેવા ત્રણેય મહારથીઓ  હાજર હતા.  તેમણે પ્રમોશન  વીડિયોમાં ઉલટભેર  ભાગ લીધો અને સાથે સુનીલ  શેટ્ટીએ  ખૂબ સુંદર મુલાકાત પણ આપી,  જે રસપ્રદ  બની રહી છે....

પુત્રી આથિયાના લગ્ન  સમાસુતરાં પાર પાડી અત્યંત ખુશખુશાલ  સુનીલ શેટ્ટી ઘણી  સુંદર વાતો કરી તે જાણીએ.

'હેરાફેરી '   ફિલ્મના  આગામી  હિસ્સા માટે સ્ટારકાસ્ટના  ફેરફાર માટે ઘણી અટકળો  શરૂ થઈ અને કેટલાંક અઠવાડિયા  અગાઉ બધા જ રિયુનિયન  થયા હોવાની તસવીરો   પ્રગટ થઈ. વાસ્તવમાં  સ્થિતિ શું છે? આ પ્રશ્નનો સુનીલ શેટ્ટી અત્યંત  ઉત્સાહિત થઈને  ઉત્તર  આપે છે, 'અમે નથી ઈચ્છતા   કે સફળ 'હેરાફેરી' ભવિષ્યમાં  અમે કરેલી કોઈ પણ  ભૂલોથી પ્રભાવિત થાય. મારા માટે 'હેરાફેરી'  તો બાબુ ભૈયા (પરેશ રાવલ), રાજુ (અક્ષય) અને  શ્યામ (સુનીલ)ની  ફિલ્મ  છે. અક્કી  (અક્ષયકુમાર)ને ફ્રેન્ચાઇઝીમાં પાછો મેળવવો  એ એક અદ્ભૂત  લાગણી છે.  મેં હંમેશા   કહ્યું હતું કે કાર્તિક આયર્ન   ક્યારેય  ફિલ્મમાં અક્ષયની  ભૂમિકા સંભાળી નથી રહ્યો.  કાર્તિક તો   ફિલ્મમાં બાળક  જેવો  છે.  જે અસાધારણ  છે. પરંતુ અક્ષયકુમારનું  સ્થાન લઈ શકે નહીં. રાજુ હંમેશા  રાજુ જ રહેશે.  પ્રેક્ષકો આવો કોઈ  ફેરફાર સ્વીકારી શકે જ નહીં.  'હેરાફેરી' લાગણીશીલ  અને રમૂજી બનવા જઈ રહી છે, જે પહેલી  ફિલ્મ જેવી સુંદર પણ બની રહેશે.  તેમાં  સામાન્ય  મણસ અને તેના સંઘર્ષની  ખૂબ જ મજબૂત  લાગણી છે.    હું દ્રઢપણે  માનું છું કે  લાગણી સાચી હશે તો જ નવી 'હેરાફેરી' કામ કરશે.

બની શકે કે કાર્તિક માટે કોઈ  નવું પાત્ર હોય શકે.  હવે કોણ કઈ  ભૂમિકા ભજવશે, એ અંગે  અત્યારે કશું કહી શકાય નહીં.  આ અંગં  હું વિચારશૂન્ય  છું. પણ અક્કી હવે આ ફ્રેન્ચાઈઝીનો એક હિસ્સો છે જે કંઈ હશે તો એ તેના અને નિર્માતાઓ  વચ્ચેની  બાબત છે.  આમ ચતાં મેં અક્કી માટે  જે કંઈ ભૂતકાળમાં  કહ્યું હતું, તેને વળગી રહું છું. મે તેને કહ્યું હતું કે આ  ફિલ્મ આપણી ટોચની અગત્યતા  છે. તેણે  પણ સહમત થતાં જણાવ્યું છે કે હા,  આ એ  ફિલ્મ  છે, જેમાં આપણે  કામ કરી રહ્યા  છીએ. ફરહાદ  સ્ક્રિપ્ટ  માટે પ્રતિબધ્ધ  હોવાથી દિગ્દર્શન  માટે કોઈ સમસ્યા જ ઉદ્ભવતી નથી.  આજે આ   ફિલ્મ  સાથે એકથી વધુ દિગ્દર્શક  સકંળાયેલા છે, એવું કહું છું  કેમ કે કલાકારો પ્રોજેક્ટ  સાથે સંકળાયેલા  છે. આપણામાંથી  કોઈ  આ  ફિલ્મ થકી  લોકોને  મુરખ બનાવી શકશે નહીં.  છેવટે અમે નથી ઈચ્છતા  કે લોકપ્રિય 'હેરાફેરી' ભવિષ્ય  અમે કરેલી કોઈપણ  ભૂલોથી  પ્રભાવિત થાય. ભલે તે સારી ન પણ હોય શકે.  પણ એ મૂળથી  દૂર નહીં હોય.  અમે સમજદાર  ફિલ્મ બનાવી શકીએ.  તો અમે પણ ખુશ છીએ.  હું અત્યારે  એટલું કહીશ  કે ફરહાદે  ફિલ્મના  લેખન સાથે  ઉત્તમ કામ કર્યું  છે.  મોટે ભાગે આપણે વર્ષના  બીજા ભાગમાં  ભૂમિકા  ભજવવાની  શરૂ કરવી જોઈએ.  આ ઉપરાંત  એ વાતની  પુષ્ટિ  થઈ  છે કે સંજય દત્ત   ફિલ્મમાં  ડોન તરીકે છે. 

 ફિલ્મમાં  હાસ્યનું  હુલ્લડ હશે કારણ કે સંજુની  કોમેડી   સેન્સ અવિશ્વસનીય  છે. તેની કોમિક ટાઈમિંગ  અને બોડી લેંગ્વેજ  આ પ્રોજેક્ટમાં  વધુ ખીલી ઉઠશે.  તે આને બીજા સ્તરે  લઈ જશે. અમે એક અદ્ભૂત  સંબંધ શેર કરીએ છીએ.

માર્શલ આર્ટ્સ  અંગેના  એક પ્રશ્નના ઉત્તરમાં  સુનીલ શેટ્ટી  કહે છે, 'મિક્સ  માર્શલ આર્ટ્સ  વિશ્વમાં  સૌથી મોંઘી રમત છે. ભારતમાં  એનો ઘણો વિલંબથી પ્રારંભ થયો છે. હું મારી  માર્શલ આર્ટ  પૃષ્ઠભૂમિને  કારણે  ફિલ્મોમાં  આવ્યો છું. 

 મેં કિક બોક્સિંગની પ્રેક્ટિસ  કરી છે. જ્યારે   મેં  અભિનેતા   તરીકે શરૂઆત  કરી ત્યારે  લોકોએ કહ્યું હતું  કે  હું માત્ર એક્શન  સ્ટાર જ છું અને તેઓ મને વુડન  (ભાવવિહોણો) છું. જો કે આ ક્રિયા  એ હતી જેણે  મને બાકીની  હસ્તકળા  શીખવાની તક  આપી.  આથી  હું તે બધાનો  એ માટે ઋણી છું.  મારી માર્શલ  આર્ટની  પૃષ્ઠભૂમિએ મને આ વયે પણ ફીટ રહેવાની  અને લડાઈ  લડવાની પ્રેરણા આપી છે.   


Google NewsGoogle News