ગુરુ રંધાવા : બોલિવુડ મારી પ્રતિભાને પ્રતિબિંબિત કરતું નથી
એક રિયાલિટી શૉમાં જજ તરીકેની ભૂમિકા નિભાવ્યા પછી ગુરુ રંધાવા ફરી ટીવી પર પાછો ફર્યો છે અને ચાલી રહેલા 'સા રે ગા મા પા'માં મેન્ટર બન્યો છે. અહીં ગુરુ રંધાવાએ તેણે ઘણા મુદ્દા પર વાતો કરી છે, જેમાં એક સ્વતંત્ર કલાકાર બનવાથી કેવી રીતે સશક્તિકરણ થાય છે, તેના સંગીત- લક્ષ્યો, રિલેશનશિપ અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે.
સફળતા માટે બોલીવૂડ પર અવલંબિત નથી
'લગડી લાહોર દી', 'સુટ સુટ' અને 'મુન્ડે માર ગયે' જેવી હીટ ફિલ્મો આપ્યા પછી ગુરુએ આ વર્ષે 'કુછ ખટ્ટા હો જાયે' ફિલ્મથી બોલીવૂડમાં પ્રવેશ કર્યો છે. વાતચીત દરમિયાન તેને પૂછયું કે શું બોલીવૂડ વ્યાપક ઓળખ માટે મહત્ત્વપૂર્ણ છે? તો તેનો ઉત્તર આપતાં કહ્યું છે, 'તમારી પ્રોફાઇલમાં દરેક બાબતનું યોગદાન છે, પરંતુ તમે ક્યાંથી આવો છો, તે મહત્ત્વનું છે. હું મારી સફળતા માટે બોલીવૂડ પર નિર્ભર ન હતો. મેં પહેલેથી જ મારું એક નામ બનાવ્યું'તું. બોલીવુડમાં તમને લાગે છે કે ઉન્હે જપ આપ કી જરૂરત હૈ તો વો બુલા લેંગે ઔર જબ નહીં હૈ તબ આપ ચલે જાઓ. એટલા માટે જ એક સ્વતંત્ર કલાકાર બનવું એ સશક્ત બનવાનું છે પછી ભલે તે બોલીવૂડ હોય કે પછી અન્ય કોઇ સ્થળ.' સ્વતંત્ર હોવું એક કલાકાર માટે આવશ્યક છે.' આ સાથે જ કળાત્મક સ્વાતંત્રતાની જરૂરિયાત પર ભાર મુકતા તે કહે છે, 'લગ્નમાં બને છે તેમ, જ્યાં બંને ભાગીદારોએ ગૂંચવણો ટાળવા માટે સ્વતંત્ર હોવું જરૂરી છે. જો તમે સ્વતંત્ર ગાયક હો તો તમારે કોઇના ફોનની અથવા તો તમારા ગીતની રિલિઝ માટે કોઇની રાહ જોવાની જરૂર નથી. તમે તમારી રીતે જ તેને ઓનલાઇન અપલોડ કરી શકો છો. અમે બંધાયેલા નથી અને અમારે તક માટે લાઇનમાં ઉભા રહેવાની પણ જરૂર નથી. જો તમે અમારા ગીતો લો તો મહાન, જો નહીં લો તો અમે તેને જાતે જ
રિલિઝ કરીશું.' શેહનાઝ ગિલ સારી મિત્ર
તેનું અંગત જીવન પણ ન્યુઝમાં છે કેમ કે તે અભિનેત્રી શેહનાઝ ગિલ સાથે લિન્ક ધરાવે છે. આ સંદર્ભમાં તે સૂચવે છે કે તે તેની સાથે રિલેશનશિપમાં છે. આ સાથે જ વધુમાં સ્પષ્ટતા કરતાં તે કહે છે, શેહનાઝ એક સારી મિત્ર છે. તે ઘણી જ મીઠડી છે.' તેના લગ્ન અંગેના વિચારો પૂછો તો તે જણાવે છે, 'મારા માટે, લગ્ન તો તમારા જીવનસાથીને સમય આપવા માટે છે, જો તમારી પાસે તમારા પરિવારને સમર્પિત કરવા માટે સમય હોય તો તે માટે જાઓ. આગળ વધો. જો સમય ન હોય તો ના કહો. આ જ બાબત સંબંધોને લાગુ પડે છે. મારી પાસે અત્યારે બંને માટે સમય નથી.'
એક પ્રશ્નના ઉત્તરમાં ગુરુ રંધાવાએ જણાવ્યું હતું 'હમારે સર પર બોલીવૂડ કા ઇતના બોજ હૈ કિ હમે લગતા હૈ જબ હમ યહા પર આયેંગે તો ભી બડા હો પાયેગા બંદા. યસ, તમારા મનપસંદ હીરો માટે ફિલ્મમાં ગીત ગાવાનું સ્વપ્ન સાકાર થાય છે પણ બોલીવૂડ મારી ટેલેન્ટને આંકી (પ્રતિભાને વ્યાખ્યાતિત) નહી શકે.'
રિયાલિટી શોઝઃ ઉધમપટક કે પ્રેરણા?
ઘણીવાર, રિયાલિટી શૉ પ્રતિભાને બદલે સહભાગીઓની ભાવનાત્મક સ્ટોરી પર ધ્યાન કેન્દ્રીત કરે છે, જે અંગે કેટલાંક કરહે છે કે પ્રેક્ષકોને ગેરમાર્ગે દોરે છે. આ સંદર્ભે ગુરુ રંધાવા કહે છે, આ વાર્તાઓ ઘણા લોકો સાથે સંબંધિત છે અને તેમને તેમના સ્વપ્નાને અનુસરવા માટે પ્રેરણા આપી શકે છે. અલબત્ત, કલાકારના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરો, પરંતુ તમે તેમની સાથેના સંઘર્ષને દર્શાવી શકો છો. મોટાભાગની વાર્તાઓ સમાન હોય છે. અમે બધા નાના અને મધ્યમ કદના શહેરોમાંથી આવ્યા છીએ. આ પરિવારો તેમની વાર્તાઓ મને લખવા અને આગળ વધતા પ્રેરિત કરે છે, એમ તેણે જણાવ્યું હતું.