Get The App

ગુરમિત ચૌધરી : દર્શકો મને એક્શન- હીરો તરીકે નિહાળશે

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
ગુરમિત ચૌધરી : દર્શકો મને એક્શન- હીરો તરીકે નિહાળશે 1 - image


- 'મેં ટીવી  પર તો રોમાન્સ, એક્શન  અને ડ્રામા  તો ભરપુર કર્યાં, પણ મને મારી ક્ષમતા ફિલ્મોમાં બતાવવાની તક મળી નથી. આમ છતાંય મેં ઘણી  ફિલ્મોની ઓફર્સ ઠુકરાવી છે...' 

ટીવી એક્ટર  ગુરમિત સિંહ  ચૌધરી  એક પ્રતિભાશાળી  કલાકાર છે  અને તેણે ટીવી પર  તો પોતાની લોકપ્રિયતા  પુરવાર કરી દીધી  છે,  આ  વર્ષે તેણે  ઓટીટી  શોજ  પર  પદાર્પણ કર્યું  છે અને થોડા  સમય પહેલા જ  એક નહીં, પણ બબ્બે  શોઝ -  'કમાન્ડર કરમ સક્સેના' અને 'યે  કાલી કાલી આંખે સિજન-૨' સ્ટ્રિમિંગ  થયા  દર્શકો  તેને જબરદસ્ત   ચાહનાથી ઝીલી લીધા. આ બંને શોઝ સફળ રહ્યા.  આથી જ તો ગુરમિત  ચૌધરી  કહે છે, 'આ  વર્ષે તો ગુરમિતનો  યુગ શરૂ થયો છે અને૨૦૨૫માં  પણ હું જબરજસ્ત  ચાહના અને સફળતા   મેળવીશ.'

આ  બંને   શોઝને પગલે  ગુરમિત  ચૌધરી લાંબો સમય  સ્ક્રીનથી  દૂર રહ્યો અને તેનું એક કારણ કોવિદ મહામારી  પણ  છે  ઃ  મેં ટીવી  પર તો રોમાન્સ, એક્શન  અને ડ્રામા  તો ભરપુર કર્યાં, પણન મને મારી ક્ષમતા ફિલ્મોમાં બતાવવાની તક નથી મળી.  તેથી  મેં વચ્ચે આવેલી ઘણી  ફિલ્મો માટે  ના પાડી, પણ મેં  મારા સુધી  તો કામ કરવાનું ચાલુ જ રાખ્યું  છે.  મેં એક્શન  રોલ માટે પણ પૂરતી તૈયારી કરી રાખી છે.  આ બે  શોઝનું  કામ  મારી પાસે   આવ્યું ત્યારે જ મેં એક્શન   રોલ માટેની તૈયારી કરી  રાખી  હતી.

આ  સાથે ૪૦ વર્ષનો આ અભિનેતા  એ  વાત  પર  ભાર  મુકતા  જણાવે  છે કે હું  તો લાંબા સમયથી એક્શન  હીરો બનવા માગું છું.  આ સાથે  જ ગુરમિત  ઉમેરે છે, આ  વર્ષે  દર્શકો  મને આ જવા અવતારમાં જોઈ  શકશે.

અંગત  બાબતોની  વાત કરીએ   તો આ અભિનેતા  બે દીકરી- લિયાન્ના અને દિવિષાનો પિતા બન્યો તેનો આનંદ તો અત્યારે માણી રહ્યો  છે. 'અત્યાર સુધી  તો  મેં મારી જાત  માટે  કામ કર્યું  છે.  પણ હવે હું જ્યારેય  મારી આંખો  બંધ કરું છું ત્યારે મારી દીકરીઓને  નિહાળું  છું.  હું અત્યારે  તો એવું ઈચ્છી રહ્યો  છું કે તે બંને મોટી થાય અને  મારા કામની ગૌરવપૂર્વક  પ્રશંસા  કરે,' એવું કહેતા  ગુરમિત  ઉમેરે  છે.  'આપણા ડેડી આ છે' આથી  હવે હું તેમના માટે કામ પસંદ કરી રહ્યો છું.' એમ  તે વધુમાં  જણાવે છે.

સમાજના  અમુક વર્ગો  હજુ પણ  દીકરીઓ  સાથે  કેવી રીતે  ભેદભાવ  કરે છે તે અંગે ખુલીને  વાત કરતાં ગુરમિત  કહે છે, 'અત્યારે   તો આપણે  ૨૦૨૫માં  જીવી રહ્યા છીએ અને તે પણ મોટાં શહેર અને આધુનિક   વિશ્વમાં  શ્વસી રહ્યા છીએ, પણ  જ્યારે અમને બીજી પુત્રી જન્મી ત્યારે ઘણા લોકોએ  અમને કહ્યું, 'ઓહ!ં  ફિર સે લડકી હુઈ...' દેબિના (બેનરજી, પત્ની અને કલાકાર)  અને મારા માટે આ સાંભળવું બહુ જ ઓકવર્ડ હતું, પણ સમાજ આવો જ છે. આપણે દઢ રહેવાનું. બીજું શું?'  


Google NewsGoogle News