નવું શું છે? .
ડિરેકટર આરતી કદવની ફિલ્મ 'મિસિસ' ઝી ફાઇવ પર સાત ફેબુ્રઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મમાં દંગલ ફેમ અભિનેત્રી સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ખૂબ વખણાયેલી 'ધ ગ્રેટ ઇન્ડિયન કિચન' નામની મલયાલમ ફિલ્મની આ હિન્દી રીમેક છે.
છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલા છુપાયેલા ખજાના પર આધારિત ઐતિહાસિક નાટક 'ધ સિક્રેટ ઓફ ધ શિલેદાર' આજથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવ્યું છે. આ નાટકમાં સાઈ તામહણકર, રાજીવ ખંડેલવાલ અને આશિષ વિદ્યાર્થી જોવા મળશે.
નોહ સેન્ટીનિયો, લૌરા હેડોક અને કોલ્ટન ડન અભિનીત 'ધ રિક્ટ' ની બીજી સીઝન ગઇકાલથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે. જેમાં છ એપિસોડ હશે.
અમેરિકન રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'યુ આર કોડયલી ઇન્વાઇટેડ' ગઈકાલથી એમેઝોન પ્રાઇમ વીડિયો પર આવી છે. આ ફિલ્મમાં વિલ ફેરેલ, રીસ વિથરસ્પૂન, ગેરાલ્ડિન વિશ્વનાથન અને મેરેડિથ હેગનર મુખ્ય ભૂમિકામાં છે.
બમન ઇરાની દિગ્દશત 'ધ મહેતા બોય્સ' સાત ફેબુ્રઆરીએ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.આ ફિલ્મમાં બમન ઇરાની સાથે અવિનાશ તિવારી અભિનય કરતા દેખાશે.