નવું શું છે? .
ડિકેરટર રાહુલ ધોળકિયાની ફિલ્મ 'અગ્નિ' છ ડિસેમ્બરથી એમેઝોન પ્રાઇમ પર આવી રહી છે. ફિલ્મમાં પ્રતીક ગાંધી, સૈયમી ખેર અને સાઈ તામ્હણકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
દુલકર સલમાન અને મીનાક્ષી ચૌધરી અભિનિત 'લકી ભાસ્કર' ફિલ્મ ગઇકાલથી નેટફ્લિક્સ પર આવી છે. તે તેલુગુ, તામિલ, મલયાલમ, કન્નડમાં અને હિન્દીમાં જોઈ શકાય છે. ડિરેકટર છે વેંકી અટલુરી. આ ફિલ્મનાં વખાણ એના સરસ મેકિંગ અને કલાકારોના અભિનય માટે થયાં છે.
તામિલ થ્રિલર વેબ સિરીઝ 'પેરેશૂટ' ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવી છે. તામિલ ઉપરાંત સિરીઝ હિન્દીમાં પણ જોઈ શકાય છે.
એબીગેલ પાંડે અને ષભ ચઢ્ઢા અભિનિત રોમેન્ટિક કોમેડી વેબ સિરીઝ 'ડિવોર્સ કે લિયે કુછ ભી કરેગા' આજથી ઝીફાઇવ પર આવી છે.