નવું શું છે? .
૨ એપિસોડની કોરિયન વેબ સિરીઝ 'વેન ધ ફોનરિંગ્સ' નેટફ્લિક્સ પર આવી છે. શોમાં યુ યેઓન-સિઓક, ચાએ સુ-બિન, જંગ ગ્યુ-રી, હીઓ નામ-જૂન અને હાન જે-યી જેવાં કલાકારો છે.
'યે કાલી કાલી આંખે'ની બીજી સીઝન પણ નેટફ્લિક્સ પર આવી છે. સિરીઝમાં તાહિર રાજ ભસીન, શ્વેતા ત્રિપાઠી શર્મા, ગુરમીત ચૌધરી અને વરુણ બડોલા છે.
'ગ્રીડી પિપલ' ક્રાઈમ કોમેડી અંગ્રેજી ફિલ્મ છે. હિમેશ પટેલ, લીલી જેમ્સ અને જોસેફ ગોર્ડન-લેવિટ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ આજથી લાયન્સગેટ પ્લે પર આવી છે.
શાંતનુ મહેશ્વરી, શિવાંગી ચતુર્વેદી, શ્રૃતિ સિંહા અને તન્વી ગડકરી અભિનિત, ડિરેકટર અનિરુદ્ધ રાજડેરકરની ડ્રામા-રોમાન્સ-ડાન્સ સિરીઝ 'કેમ્પસ બીટ્સ'ની સીઝન ચાર ૨૦ નવેમ્બરથી એમેઝોન એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થઈ ગઈ છે.