નવું શું છે? .
- ડિરેકટર શુચી તલાટી અને પ્રીતિ પાણિગ્રહી, કેશવ બિનય કિરણ અને કની કુસરુતિ અભિનિત ઇન્ડો ફ્રેન્ચ ફિલ્મ 'ગર્લ્સ વિલ બી ગર્લ્સ' ૧૮ ડિસેમ્બરથી પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થવા માંડી છે.
- જીમી ડોનાલ્ડસન (મિસ્ટર બીસ્ટ)ની 'બીસ્ટ ગેમ્સ' ગઈકાલથી પ્રાઇમ વિડિયો પર આવી છે. રિયાલિટી શોના દસ એપિસોડ હશે.
- અમેરિકન વોર ડ્રામા 'ધ સિક્સ ટ્રિપલ એઇટ ૮૫૫' આજે નેટફ્લિક્સ પર આવી છે. ફિલ્મમાં કેરી વોશિંગ્ટન, ઓપ્રાહ વિન્ફ્રે, એબોની ઓબ્સિડિયન, સારાહ જેફરી, મોરિયા બ્રાઉન અને મિલોના જેક્સન છે.
- 'મૂનવોક' બે ચોરોના જીવન પર આધારિત વેબ સિરીઝ છે. એમાં સમીર કોચર, અંશુમાન પુષ્કર અને નિધિ સિંહ છે. આજથી એ જિયો સિનેમા પર આવી છે.