નવું શું છે? .
આઝાદીના સંઘર્ષને દર્શાવતી 'ફ્રીડમ એટ મિડનાઈટ' સિરીઝ આજે સોની લિવ પર આવી છે. એમાં ચિરાગ વોરા, આરિફ ઝકરિયા, લ્યુક મેકગિબની, રાજેન્દ્ર ચાવલા, ઇરા દુબે અને સિદ્ધાંત ગુપ્તા મુખ્ય ભૂમિકામાં છે.
સાઉથ ઇન્ડિયન એકટ્રેસ નયનતારાના જીવન પર આધારિત બાયોગ્રાફિકલ ડોક્યુમેન્ટરી 'નયનતારા બિયોન્ડ ધ ફેરીટેલ' નેટફિલ્કસ પર ૧૮ તારીખે આવશે. એમાં નયનતારા એના પતિ વિઘ્નેશ સાથે જોવા મળશે.
એચ બી ઓનો ઓરિજિનલ શો 'ડયુનથ પ્રોફેસી' ૧૮ નવેમ્બરથી જિયો સિનેમા પર સ્ટ્રીમ થશે. શો અંગ્રેજી ઉપરાંત હિન્દી, તામિલ, તેલુગુ, કન્નડ, બંગાળી અને મરાઠીમાં જોઈ શકાશે.
સિરીઝ 'પૈઠણી'ની વાર્તા એક કારીગર આસપાસ ફરે છે. એની બનાવેલી પૈઠણી સાડીઓ માટે એ પ્રખ્યાત છે. સિરીઝમાં મૃણાલ કુલકર્ણી, ઈશા સિંહ અને શિવમ ભાર્ગવ છે. આજથી એ ઝીફાઇવ પર આવી છે.
ફિલ્મ 'ડેડપૂલ એન્ડ વોલ્વરાઇન' ૧૨ નવેમ્બરથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે. એમાં રાયન રેનોલ્ડ્સ, લેસ્લી ઉગ્ગમ્સ, હ્યુ જેકમેન, એમ્મા કોરીન, ડેફને કીન અને ચેનિંગ ટાટમ છે.