નવું શું છે? .
- યમી ગૌતમ, પ્રતીક ગાંધી અને એઝાઝ ખાન અભિનિત કોમેડી ફિલ્મ 'ધૂમધામ' આજથી નેટફ્લિક્સ પર આવી છે. ફિલ્મની વાર્તા ગુજરાતી છોકરા વીર અને કોયલ ચઢ્ઢાની છે.
- કોમેડી રોમાન્સ સિરીઝ 'પ્યાર ટેસ્ટિંગ' ઝી ફાઇવ આજથી આવી છે. સિરીઝમાં સત્યજીત દુબે અને પ્લાબિતા બોરઠાકુર અભિનય કરતાં દેખાશે.
- મસડીઝ રોનની નવલકથા 'કુલ્પા મિયાં' પર આધારિત બ્રિટિશ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'માય ફોલ્ટ: લંડન' ગઈકાલથી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થવા માંડી છે. ડિરેકટર છે શાર્લોટ ફાસ્લર અને ડાની ગર્ડવુડ.
- ડિરેકટર ઓહ ચુંગ-હ્વાનની દસ એપિસોડની સાઉથ કોરિયન કોમેડી સીરીઝ 'મેલો મૂવી' આજથી નેટફ્લિક્સ પર આવી છે.