નવું શું છે? .
- ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ પર બનેલી ફિલ્મ 'ડિસ્પેચ' આજથી ઝીફાઇવ પર આવી છે. મનોજ બાજપાયી અને શહાના ગોસ્વામી એમાં છે. દિગ્દર્શક કનુ બહેલ છે.
- અમેરિકન એક્શન થ્રિલર ફિલ્મ 'કેરી ઓન' આજથી નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. ડિરેકટર જૌમે કોલેટ-સેરાની ફિલ્મમાં ટેરોન એગર્ટન, સોફિયા કાર્સન, ડેનિયલ ડેડવાઈલર અને જેસન બેટમેન છે.
- યો યો હની સિંઘના જીવનવિશેની ડોક્યુમેન્ટરી 'યો યો હની સિંઘ ફેમસ' ૨૦ ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
- પ્રાજક્તા કોળી, રોહિત સરાફ, રણવિજય સિંહા અને તારરૂક રૈના અભિનિત 'મિસ મેચ સિઝન થ્રી' શુક્રવારથી નેટફિલ્કસ પર આવી છે.