નવું શું છે? .
- ૨૭ સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થયેલી 'દેવારા પાર્ટ વન' ઠીકઠીક ચાલી હતી. એ નેટફ્લિક્સ પર આવી ગઈ છે. જુનિયર એનટીઆર, સૈફ અલી ખાન, પ્રકાશ રાજ અને જાહ્નવી કપૂર અભિનિત ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં માણી શકાશે.
- છ એપિસોડવાળી એકશન થ્રિલર વેબ સિરીઝ 'સિટાડેલ હની બની'ના ગઈકાલથી પ્રાઇમ વિડીયો પર આવી છે. વરુણ ધવન, સામંતા રુથ પ્રભુ, કે. કે. મેનન, સિમરન, સાકિબ સલીમ, સિકંદર ખેર એમાં છે.
- મલયાલમ એક્શન એડવેન્ચર ફિલ્મ 'એઆરએમઃ અજયંતે રેન્ડમ મોશનમ' ડિઝની પ્લસ હોટસ્ટાર આજથી આવી છે. એને હિન્દીમાં પણ જોઈ શકાય છે.
- સપનાં જોવાની કોઈ ઉંમર નથી હોતી. આ મુદ્દા પર આધારિત અને અનુપમ ખેર અભિનિત, 'વિજય ૬૯' ફિલ્મ આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા માંડી છે. ચંકી પાંડે અને મિહિર આહુજા પણ એમાં છે. ડિરેકટર છે અક્ષય રોય.