નવું શું છે? .
- મોટા પડદે ભલે 'પુષ્પા-ટુ'એ જાદુ ફેલાવ્યો પણ ઓટીટી પર એના પર માછલાં ધોનારાં ઘણા છે. આવી ફિલ્મ રૂ. ૨,૦૦૦ કરોડનો વેપાર કેવી રીતે કરી શકેથી માંડીને ફિલ્મનાં ભેજાગેપ દ્રશ્યો (જેમ કે કન્ટેનરમાં ૪૦ દિવસ સંતાઈ રહીનેય ટનાટન રહેતો પુષ્પા) વિશે પણ લોકોએ પ્રશ્નો કર્યા છે.
- થોડા દિવસ પહેલાં પ્રાઇમ વીડિયો પર શૂજિત સરકારે ડિરેક્ટ કરેલી 'આઈ વોન્ટ ટુ ટોક' ફિલ્મ પણ આવી છે. અભિષેક બચ્ચનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મ ગયા નવેમ્બરમાં મોટ પડદે આવી હતી અને સુપડુપર ફ્લોપ રહી હતી. અભિષેક ઉપરાંત એમાં અહિલ્યા બામરૂ અને જોની લિવર પણ છે.
- 'સ્ક્વિડ ગેમ- ટુ' જોઈને હજી લોકો પરવાર્યા નથી ત્યાં નેટફ્લિક્સે એની ત્રીજી (અને છેલ્લી) સીઝનની રિલીઝની તારીખ જાહેર કરી દીધી છે. એ છે ૨૭ જૂન ૨૦૨૫.
- ત્રણ એમી એવોર્ડ્સ વિજેતા બ્રિટિશ સિરીઝ 'શેરલોક' પાંચમી ફેબ્રુઆરીથી લાયન્સગેટ પ્લે પર આવી છે. બેનેડિક્ટ કમ્બરબેચ એમાં મુખ્ય પાત્રમાં છે. સિરીઝ ઓરિજનલી બીબીસી પર ૨૦૧૦-૧૭ વચ્ચે આવી હતી.