નવું શું છે? .
- નિર્માતા વિક્રમાદિત્ય મોટવાણીની સિરીઝ 'બ્લેક વોરંટ' ૧૦ જાન્યુઆરીથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. સિરીઝમાં શશી કપૂરના પૌત્ર ઝહાન કપૂર અભિનય કરતા દેખાશે.
- 'પાતાલ લોક'ની નવી સીઝન ૧૭ જાન્યુઆરીથી પ્રાઇમ વિડીયો પર આવશે. સિરીઝમાં આઠ એપિસોડ હશે. મુખ્ય કલાકારોમાં જયદીપ અહલાવત, ઇશ્વાંક સિંહ, ગુલ પનાગ, તિલોત્તમા શોમ, નાગેશ કુકુનૂર અને જાનુ બરુઆ છે.
- લી મિન-હોની સ્પેસ થીમ પર આધારિત સાઉથ કોરિયન સિરીઝ 'વ્હેન ધ સ્ટાર્સ ગોસિપ' ગઈકાલથી નેટફ્લિક્સ પર આવી છે.
- 'ઓલ વી ઇમેજિન એઝ લાઇટ' ત્રીજી જાન્યુઆરીથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે. ફિલ્મમાં કની કુશ્રુતિ, દિવ્યા પ્રભા, છાયા કદમ, હૃદુ હારૂન અને ટીન્ટુમોલ જોસેફ મુખ્ય ભૂમિકામાં છે.