Get The App

નવું શું છે? .

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
નવું શું છે?                                                    . 1 - image


  'પ્રેમાલુ' આ હાલની એક સૌથી સફળ ફિલ્મ છે. મૂળ એ મલયાલમ લવ સ્ટોરી છે. એના ઓટીટી પર રિલીઝ થવાની તારીખો બદલાયા પછી ફાઇનલી એ આજથી માણી શકાશે.

-  દિલજીત દોસોંજ અને પરિણીતી ચોપરાને ચમકાવતી ફિલ્મ 'અમર સિંઘ ચમકીલા' આજથી નેટફ્લિક્સ પર આવી છે. આ બાયોપિકમાં રહેમાનનું સંગીત છે. ઇમ્તિયાઝ અલી ડિરેક્ટર છે. 

-   ડિઝની અને રિલાયન્સના એકીકરણને લીધે ઓટીટી પ્લેટફોર્મ્સનાં સમીકરણો મોટા પાયે બદલાવાનાં આસાર છે. સૌથી વધુ અસર પડવાની નાનાં પ્લેટફોર્મ્સ પર પડવાની શક્યતા છે. એટલે આવાં પ્લેટફોર્મ્સ પણ એકમેકનો સાથ લઈને બદલાતી પરિસ્થિતિમાં કેમ ટકવું એની સંતલસોમાં વ્યસ્ત થયાં છે. નજીકના ભવિષ્યમાં બની શકે છે કે નાનાં પ્લેટફોર્મ્સ પર હાથ મિલાવીને દર્શકોને રીઝવવા, પોતાનું અસ્તિત્વ ટકાવવા કંઈક કરે. 

-   ઝીફાઇવ પર આજથી 'ગામી' ફિલ્મ પણ આવી છે. વિદ્યાધર કાગિતા એના ડિરેક્ટર છે. મૂળ એ તેલુગુ ફિલ્મ છે. વિશ્વાસ સેન એમાં અઘોરના પાત્રમાં છે. વિષયનું નાવીન્ય ફિલ્મને રોચક બનાવે છે. હિન્દીમાં જોવા મળે તો જોઈ શકાય. 



Google NewsGoogle News