Get The App

નવું શું છે? .

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
નવું શું છે?                                                          . 1 - image


 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' ૩૦ માર્ચથી નેટફ્લિક્સ પર આવી રહ્યો છે. દર શનિવારે રાતે આઠ વાગ્યે એક નવો એપિસોડ રિલીઝ થશે. કપિલ સાથે શોમાં અર્ચના પુરણ સિંહ, કૃષ્ણા અભિષેક, રાજીવ ઠાકુર અને ખાસ તો સુનિલ ગ્રોવર પણ છે. સુનિલ ગ્રોવર (ગુથ્થી) અને કપિલ શર્મા વચ્ચે થયેલો અણબનાવ જગજાહેર છે. ફાઇનલી, આ બન્ને કલાકારો વર્ષો પછી એક સાથે જોવા મળશે.  

 વિમાન દુર્ઘટના પછી એમાંના પ્રવાસીઓ દરિયામાં ખાબકે અને બચવા મથે એની અંડરવોટર વાર્તા છે ફિલ્મ 'નો વે અપ'માં. ડિરેક્ટર ક્લોડિયો ફા છે. પંદરમી માર્ચથી ફિલ્મ લાયન્સગેટ અને ઓટીટીપ્લે પર આવી રહી છે. 

 ઓટીટી પર સ્વેદશી ભાષાઓનો પ્રભાવ વધવાની વાત સરકારી આંકડાઓએ પણ જણાવી છે. ઉપરાંત, દેશમાં ઉપલબ્ધ સાઠથી વધુ ઓટીટી પ્લેટફોર્મ્સમાંનાં અડધાથી વધુ ભારતીય ભાષાઓમાં ચાલે છે.

નવું શું છે?                                                          . 2 - image 

બોક્સ ઓફિસ પર ઠીકઠીક રહેલી કેટરિના કૈફ અને વિજય સેતુપતિની 'મેરી ક્રિસમસ' નેટફ્લિક્સ પર આવી છે. એ મર્ડર મિસ્ટ્રી છે.  સંજય કપૂર, રાધિકા આપ્ટે, ટિનુ આનંદ વગેરે પણ ફિલ્મમાં છે. 


Google NewsGoogle News