TV TALK .
શબિરને માત્ર કામ અને કુટુંબ પ્યારા
અભિનેતા શબિર આહલુવાલિયાને હમેશાંથી કંઈક નવું નોખું કરવું ગમતું આવ્યું છે. છેલ્લા ૨૦ વર્ષથી અભિનય ક્ષેત્રે કામ કરતાં શબિરે સંખ્યાબંધ રોમાન્ટિક અને પારિવારિક ધારાવાહિકોમાં અલગ અલગ પ્રકારના રોલ ભજવ્યાં છે. અને હવે તે એક હળવાશભરી સીરિયલમાં આવી રહ્યો છે. અભિનેતા કહે છઠે કે મને કોમેડી ધારાવાહિકમાં કામ કરવું હતું તેથી મેં આ શો સ્વીકાર્યો. અત્યાર સુધી 'કહીં તો હોગા'થી લઈને 'પ્યાર કા પહલા નામ: રાધા મોહન' સુધીની કંઈ કેટલીય સીરિયલોમાં કામ કરી ચૂક્યો હોવા છતાં શબિર હમેશાં લો પ્રોફાઈલ રહ્યો છે. તે ક્યાંય કોટી બડાશ હાંકવામાં કે છવાઈ જવામાં નથી માનતો. અદાકાર કહે છે કે મારો સ્વભાવ આવો જ છે. મને માત્ર મારા દર્શકો સાથે તાલમેલ બેસાડવાનું ગમે છે. અને તે પણ મારા કામના માધ્યમથી અથવા ક્યારેક ક્યારેક સોશ્યલ મીડિયા દ્વારા હકીકતમાં મને મારું કામ પૂરું થતાં જ ઘરે પહોંચવાની ઉતાવળ આવી જાય છે. મને સોશ્યલ મીડિયાનું પણ ઘેલું નથી. મને ઘરે જઈને મારા સંતાનો સાથે સમય વિતાવવામાં અનેરો આનંદ મળે છે. હું જ્યારે કોઈ નવી સીરિયલ હાથ ધરું ત્યારે તે શોને જ ઠરીઠામ થતાં ત્રણેક મહિના જેટલો સમય લાગી જાય છે. હું પ્રત્યેક નવા શોના આ ત્રણ મહિના ઘડિયાળ સામે જોયા વિના લાગલગાટ કામ કરું છું. પરંતુ એક વખત શો સેટલ થઈ જાય એટલે હું સેટ પર વહેલો પહોંચી જઈને સાંજે જલદી પાછો નીકળી જાઉં છું. આ રીતે હું મારા પરિવાર સાથે સમય વિતાવી શકું. શબિરે 'શૂટઆઉટ એટ લોખંડવાલા' અને 'મિશન ઈસ્તંબુલ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
બચ્ચને મહાદેવનને ધમકી આપી!
સ્ટાર ઓફ ધ મિલેનિયમ અમિતાભ બચ્ચનને એક્ટિંગ ઉપરાંત સિગિંગનો પણ શોખ છે. એમણે ગાયેલા ઘણા ગીતો ફિલ્મને બોક્સ-ઓફિસ પર ઉચકી લેવામાં નિમિત્ત બન્યા છે. હમણાં જાણીતા સિંગર અને મ્યુઝિક ડિરેક્ટર શંકર મહાદેવનને મિડીયાને એક ઇવેન્ટમાં અમિતાભ, અભિષેક અને એશ્વર્યારાય બચ્ચનની હિ મૂવી 'બન્ટી ઔર બબલી' ના ગીત 'કજરા રે, કજરા રે' સાથે જોડાયેલા એક કિસ્સો સંભળાવ્યો. શંકર મહાદેવન એ જુના દિવસો યાદ કરતા કહે છે, ત્યારે બચ્ચન સર અમારા સ્ટુડિયોમાં અવારનવાર આવતા. અમારી સાથે ગપ્પા મારતા અને ગાતા પણ ખરા. કજરા રે.. ગીતમાં ધિક ધિનક ધિન વાળો ભાગે એ એમનો જ આઇડીયા હતો. એટલા માટે કે ગીતની શરૂઆત જ 'મેરા ચેન-લેન સબ ઉજડા'થી થાય છે. બચ્ચન સરે કહ્યું કે એની પહેલા સોંગમાં થોડી જુગલબંદી રાખીએ. મૈં ગીતની ધુન ૫ મિનિટમાં બનાવી દીધી અને એમને એ ગમી ગઇ.' આ પહેલું એવું ગીત હતું જે શંકર મહાદેવને એબી માટે ગાયું હતું. પોતાનો કિસ્સો આગળ ચલાવતા મહાદેવન કહે છે, 'મેં એ ગીત મારા અવાજમાં પહેલા જ રેકોર્ડ કરી લીધું હતું પણ એ ફાઇનલ નહોતું. એટલે મેં એમને કહ્યું કે સર, મૈંને અભી સિફ ગાઇડ વોઇસ હી ગાયા હૈ, બાદ મે ઇસે કિસી દૂસરે સિંગર સે ડબ કરવા લેંગે. એ સાંભળી એમણે મને કહ્યું કે તમે જો આ ગીતને હાથ પણ લગાડયો છે તો યાદ રાખજો હું તમને જાનથી મારી નાખીશ. આ સોંગ જેવું બન્યું છે એવું જ રહેશે. ગીતમાં તમારો અવાજ જ રહેશે અને તમારો વોઇસ મને ગમે છે. અહીં જ મારી એમના માટેની ગાયકી શરૂ થઇ હતી.
રૂપાલી ગાંગુલી 'અનુપમા' છોડી દેશે?
'અનુપમા' સીરિયલ આજની સૌથી લોકપ્રિય સીરિયલ છે અને દિનપ્રતિદિન તેની લોકપ્રિયતામાં વધારો જ થતો જાય છે, પણ 'અનુપમા'નું પાત્ર ભજવનારી અભિનેત્રી રૂપાલી ગાંગુલી ચાર વર્ષ પછી આ સીરિયલ છોડી દેવાની છે. હજું થોડા મહિના પહેલાં જ આ શોને ૧૫ વર્ષની લીપ આપવામાં આવી અને એ રીતે તેની સ્ટોરીલાઇનને આગળ ધપાવવામાં આવી. આને કારણે દેખિતી રીતે જ આ શોના જૂના કલાકારો ગૌરવ ખન્ના, ઔરા ભટનાગર, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, ગૌરવ શર્મા, નિધિ શાહ અને કંવર અમરેએ વિદાય લેવી પડી. સુમાહિતગાર વર્તુળોએ તો એમ પણ જણાવ્યું છે કે આગામી ત્રણ મહિનામાં રૂપાલીની ગમે ત્યારે વિદાય નિશ્ચિત છે કેમ કે શો-સર્જકો હવે પ્રેમ, રાહી અને માહીના પ્રણય ત્રિકોણ પર ફોકસ કરવાના છે આને પરિણામે દેખિતી રીતે જ આગામી એપિસોડમાં રૂપાલીના સીન્સ ઓછા થવા માંડશે.'રાતો રાત નિકાલ દેના' એ યોગ્ય તો નથી જ. જો તમે મને પ્રોમિશ આપી હોય કે કોન્ટ્રેક્ટ મુજબ આગામી ત્રણ વર્ષમાં તમે શો છોડી શો છો. આટલું જ નહીં તમે મને એવી પણ પ્રોમિસ આપી હતી કે તમે આ શોમાંથી દૂર કરવામાં નહીં આવે. રાતો રાત કિસિ કો ભી શો સે નિકાલ દેના બહુત ગલત બાત હૈ. આપ મેન્ટલી ઉસકે સપનો કે સાથ ખેલ રહે હૈ,' એમ તેણે ઉમેર્યું હતું.
આમ, હવે જોવાનું એ રહે છે કે 'અનુપમા'માં રૂપાલી ગાંગુલી ક્યાં સુધી રહે છે?